android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ડિજિટલ અરેસ્ટ સામે CBIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, 20 રાજ્યોમાં એકસાથે રાષ્ટ્રીય દરોડા, કરોડોનું નેટવર્ક પકડાયું!
calendar_today September 4, 2026

Ahmedabad News : ડિજિટલ અરેસ્ટ સામે CBIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, 20 રાજ્યોમાં એકસાથે રાષ્ટ્રીય દરોડા, કરોડોનું નેટવર્ક પકડાયું!

દેશભરમાં હાહાકાર મચાવનારા ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા દેશવ્યાપી મોટું આક્રમક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ચક્ર’ હેઠળ સીબીઆઈએ દેશના 20 જેટલા રાજ્યોમાં 89 સ્થળોએ એકસાથે દરોડા પાડીને સાયબર માફિયાઓ સામે મોટો સપાટો બોલાવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કૌભાંડના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીના સભ્યો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્વાંગ રચીને નિર્દોષ નાગરિકોને ડિજિટલ અરેસ્ટમાં ફસાવીને કરોડો રૂપિયા તારવી લેતા હતા.ગુજરાતમાં રૂ.19.24 કરોડ સહિત 3 કેસમાં કરોડોની લૂંટનો ખુલાસોદરોડા દરમિયાન ડિજિટલ અરેસ્ટના ત્રણ મોટા અને ગંભીર કેસોમાં સીબીઆઈએ સઘન તપાસ હાથ ધરી છે. જેમાં ગુજરાતના એક કિસ્સામાં પીડિતને સતત ત્રણ મહિના સુધી આભાસી રીતે ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.19.24 કરોડની માતબર રકમ પડાવી લેવાઈ હતી. આ ઉપરાંત BITS પિલાણીના કેસમાં પણ પીડિતને ત્રણ મહિના સુધી અરેસ્ટ રાખી રૂ.7.67 કરોડ અને કર્ણાટકના કેસમાં રૂ.15.45 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન હરિયાણાના આકાશે રૂ.1.95 કરોડ અને કોલકાતાના રાજા કામારકરે રૂ.1.50 કરોડ મેળવ્યા હોવાનું ખુલ્લું પડી ગયું છે, જ્યારે જ્યોતિ રાણી નામની મહિલા આ નાણાં મેળવી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરતી હતી.બેંકિંગ દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસ જપ્ત, બાકીના આરોપીઓ પર શિકંજોદરોડાની આ કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ જુદા જુદા સ્થળો પરથી મોટી માત્રામાં શંકાસ્પદ બેંકિંગ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસ કબજે કર્યા છે. સીબીઆઈ દ્વારા દેશવ્યાપી નેટવર્ક ધરાવતી આ સાયબર સિન્ડિકેટના તમામ તાર ઉખાડી ફેંકવા માટે કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ મહાકૌભાંડમાં સંકળાયેલા અન્ય બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે સીબીઆઈએ તપાસના ચક્રો વધુ તેજ કર્યા છે.આ પણ વાંચો : Banaskantha News : પાંથાવાડામાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ પર પોલીસનો સપાટો, 28 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 સામે FIR

Read Full Story arrow_forward
Vadodara : સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનો ધંધો, SOGએ મહિલાને ઝડપી પાડી
calendar_today September 4, 2026

Vadodara : સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનો ધંધો, SOGએ મહિલાને ઝડપી પાડી

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં નશાકારક પદાર્થના વેચાણ સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસે કાર્યવાહી કરી છે. વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતી હોવાના આરોપસર એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાનના ગલ્લામાં ગાંજાનું વેચાણપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાન મસાલાની લારી-ગલ્લામાં નશાકારક ગાંજો સંતાડીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે SOG પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને કાર્યવાહી દરમિયાન શાંતાબેન નાગજીભાઈ પરમારને ઝડપી પાડી હતી.શૈક્ષણિક સંસ્થા નજીક જ નશાકારક પદાર્થનું વેચાણસુમનદીપ વિદ્યાપીઠ સામે આવેલી પાન મસાલાની લારી-ગલ્લામાં સામાન્ય વેપારની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનો આરોપ સામે આવ્યો છે. શૈક્ષણિક સંસ્થા નજીક જ નશાકારક પદાર્થનું વેચાણ થતું હોવાની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.SOGને બાતમી મળતા કાર્યવાહીવડોદરા ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગલ્લામાં તપાસ કરતાં ગાંજો સંતાડીને વેચાણ કરવાની પ્રવૃત્તિ અંગે વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.પીપળીયા ગામની રહેવાસી મહિલાઝડપાયેલી મહિલા નજીક આવેલા પીપળીયા ગામમાં રામદેવપીરવાળા ફળિયામાં પરમારવાસ ખાતે રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મહિલાને વધુ તપાસ અર્થે વાઘોડિયા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે.પોલીસ તપાસ શરુપોલીસ હવે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચવામાં આવતો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ પણ વાંચો   :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward
India Italy Relations: ઈટાલીના પીએમ Giorgia Meloniને ઐતિહાસિક રેકોર્ડ બદલ PM Modiએ આપ્યા અભિનંદન
calendar_today September 4, 2026

India Italy Relations: ઈટાલીના પીએમ Giorgia Meloniને ઐતિહાસિક રેકોર્ડ બદલ PM Modiએ આપ્યા અભિનંદન

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભૂતપૂર્વ વડા પ્રધાન બર્લુસ્કોનીનો રેકોર્ડ તોડ્યો છે. જ્યોર્જિયા મેલોનીનો રેકોર્ડ પીએમ મોદીએ 80 વર્ષનો રેકોર્ડ તોડવા બદલ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને અભિનંદન આપ્યા છે. ઓક્ટોબર 2022માં સત્તા સંભાળ્યા પછી, વડા પ્રધાન મેલોની સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. અગાઉ, વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની આ પદ પર હતા. મેલોનીએ આ રેકોર્ડ તોડ્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતુ કે, યુદ્ધ પછીના ઈતિહાસમાં ઇટાલીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવા બદલ મારા મિત્ર વડા પ્રધાન મેલોનીને અભિનંદન.  પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઇટાલી ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં તેમની મિત્રતાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. હું આપણા દેશોના લોકો માટે સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે અમારા ગાઢ સહયોગને ચાલુ રાખવા માટે આતુર છું. આવનારા વર્ષોમાં તેમની સતત સફળતા માટે મારી શુભેચ્છાઓ. બંને નેતાઓની પ્રખ્યાત મિત્રતાને ઘણીવાર "મેલોડી" તરીકે ઓળખવામાં આવે છે. જે તેમના અટકનો સંકેત છે. જ્યોર્જિયા મેલોનીની રાજકીય સફર જ્યોર્જિયા મેલોની ઓક્ટોબર 2022થી ઇટાલીના વડા પ્રધાન છે, જે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. તેમની રૂઢિચુસ્ત સરકારે સત્તામાં સતત 1413 દિવસ પૂર્ણ કર્યા, જે તેને બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીની સૌથી લાંબી સેવા આપતી સરકાર બનાવી હતી. તેણે 2001 થી 2005 સુધી સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની દ્વારા સ્થાપિત રેકોર્ડને પણ વટાવી દીધો હતો.આ પણ વાંચોઃ સીરિયા-ઈરાકે શોધી કાઢ્યો હોર્મુઝ સ્ટ્રેટનો ઉકેલ, રોજ 5 હજાર ગાડીથી તેલ-ગેસ મોકલાશે યુરોપ

Read Full Story arrow_forward