android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gopalganj : ગંડક નદીકાંઠે ફરી મળ્યા મૃતદેહો! નેપાળની પૂર હોનારત સાથે કનેક્શન હોવાની આશંકા
calendar_today September 4, 2026

Gopalganj : ગંડક નદીકાંઠે ફરી મળ્યા મૃતદેહો! નેપાળની પૂર હોનારત સાથે કનેક્શન હોવાની આશંકા

બિહારના ગોપાલગંજમાં નેપાળમાં આવેલી આપત્તિ બાદ ગંડક નદીમાં માનવ મૃતદેહો વહીને આવવાનો સિલસિલો ચાલુ છે. સદર પ્રખંડના ખાપ મકસૂદપુર પાસે છેલ્લા 2 દિવસથી નદીમાં અનેક મૃતદેહો તરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને જિલ્લા 20 સૂત્રીય સમિતિના સભ્યએ મૃતદેહોના વીડિયો બનાવીને વહીવટીતંત્રને મોકલ્યા છે અને તેમને બહાર કાઢવાની માગ કરી છે.નેપાળની આપત્તિ દરમિયાન વહીને આવ્યા હોવાની શક્યતાપૂર્વ મુખિયા રાજેશ સહનીના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસથી ગંડક નદીમાં સતત મૃતદેહો જોવા મળી રહ્યા છે. તેમણે આ અંગે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી છે. તેમનો દાવો છે કે દેખાઈ રહેલા મૃતદેહો માનવ મૃતદેહો છે અને નેપાળમાં આવેલી આપત્તિ દરમિયાન વહીને ગંડક નદીમાં આવ્યા હોઈ શકે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક મૃતદેહો લગભગ 8થી 10 દિવસ જૂના છે અને સંપૂર્ણપણે સડી ગયા છે.ગંડક નદીમાંથી મૃતદેહો ગંગામાં પહોંચવાની શક્યતામૃતદેહો ગંડક નદીમાં વહીને ગંગાની ધારામાં જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગંડક નદી ગોપાલગંજમાંથી પસાર થઈને સોનપુરમાં ગંગા નદીમાં મળે છે. આ મામલાની જાણ થતાં સદર SDMએ સદર CO રજત વર્ણવાલ અને સ્થાનિક પોલીસને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. હાલમાં વહીવટી ટીમ ખાપ મકસૂદપુર માટે રવાના થઈ ગઈ છે.મંગલપુર પુલ પાસે પણ મળ્યા હતા 3 મૃતદેહઆ પહેલા પણ મંગલપુર પુલ પાસે 3 માનવ મૃતદેહો નદીના તેજ પ્રવાહમાં વહી જતા જોવા મળ્યા હતા. જોકે હજુ સુધી ગોપાલગંજમાં એક પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો નથી. હાલમાં ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ એકઠી થઈ છે. વહીવટી ટીમ પહોંચ્યા બાદ અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા પછી જ સ્પષ્ટ થઈ શકશે કે આ મૃતદેહો ક્યાંથી આવ્યા છે અને સમગ્ર મામલો શું છે. ત્યાર બાદ જ મૃતદેહોની ઓળખ પણ થઈ શકશે.આ પણ વાંચો-10 લાખથી વધુ રીલ્સ અને 25 કરોડ વ્યૂઝ! Jubin Nautiyalના અવાજમાં ગવાયેલા કૃષ્ણ ભજને ઇન્ટરનેટ પર મચાવી ધૂમ!

Read Full Story arrow_forward
Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી
calendar_today September 4, 2026

Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી

ભાવનગર શહેરમાં પવિત્ર સાતમ-આઠમના તહેવારોની ઉજવણી વચ્ચે એક અત્યંત સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના મુખ્ય ST બસ સ્ટેન્ડ પરિસરમાં ગઈકાલે બપોર પછી એક મહિલાની સરાજાહેર હત્યા કરવામાં આવતાં સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ કાજલબેન બારૈયા તરીકે થઈ છે. ધમધમતા બસ સ્ટેન્ડમાં દિવસડિયાળે બનેલી આ હિંસક ઘટનાના કારણે ત્યાં હાજર મુસાફરો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઢીકાપાટુનો માર મારી નિર્મમ હત્યા, શર્મસાર કરાવાતા CCTV ફૂટેજ આવ્યા સામેહત્યાની આ ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા અને પોલીસ વર્તુળોમાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફૈઝલ ઉર્ફે ખાટકી નામનો શખ્સ કાજલબેન પર તૂટી પડ્યો હતો અને તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જાહેર સ્થળે દબંગગીરીથી મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીની કુર્રતા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.લીવ-ઈન રિલેશનશિપ અને અવારનવારના ઝઘડાનો આવ્યો કરુણ અંજામપ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક કાજલબેન અને આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી છેલ્લા ઘણા સમયથી લીવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે કોઈને કોઈ બાબતે અવારનવાર ઉગ્ર ઝઘડા અને તકરાર થતી હતી. આ રોજિંદા કંકાસ અને તણાવનો આખરે પવિત્ર તહેવારના દિવસે આટલો કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ફૈઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ

Read Full Story arrow_forward
Old Monk Case : હવે Old Monkને નહીં કહી શકાય રમ? 7 વર્ષ જૂના દાવા પર Bombay HCમાં થઈ ચર્ચા
calendar_today September 4, 2026

Old Monk Case : હવે Old Monkને નહીં કહી શકાય રમ? 7 વર્ષ જૂના દાવા પર Bombay HCમાં થઈ ચર્ચા

ભારતમાં સૌથી લોકપ્રિય દારૂની બ્રાન્ડ્સમાંની એક ઓલ્ડ મોન્કનું ઘણું વેચાણ થાય છે અને તેને પીનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. જોકે બોમ્બે હાઈ કોર્ટમાં દારૂની બ્રાન્ડ ઓલ્ડ મોન્કને લઈને ચાલી રહેલા કેસમાં હવે નવું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી એટલે કે FSSAIએ કોર્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેની બનાવટને કારણે ઓલ્ડ મોન્કને રમના નામે બજારમાં વેચી શકાય નહીં. રેગ્યુલેટર કાઉન્સિલ મુજબ આ પ્રોડક્ટમાં ન્યુટ્રલ સ્પિરિટ અને રમ ફ્લેવરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ઓલ્ડ મોન્કને રમ તરીકે વેચવા સામે FSSAIનો વાંધોFSSAI તરફથી કોર્ટમાં વકીલે કહ્યું કે વાંધો માત્ર ઓલ્ડ મોન્કના પેકેજિંગ અથવા લેબલ સુધી સીમિત નથી, પરંતુ તેની બનાવટ અને તેને કઈ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, તેની સાથે પણ જોડાયેલો છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે આ પ્રોડક્ટને રમને બદલે રમ ફ્લેવર્ડ સ્પિરિટના નામે બજારમાં વેચી શકાય છે.નવા લેબલ કોર્ટમાં રજૂઓલ્ડ મોન્ક બનાવતી કંપની મોહન મીકિને FSSAIના વાંધા બાદ પ્રોડક્ટના બદલાયેલા લેબલ બોમ્બે હાઈ કોર્ટમાં જમા કરાવ્યા છે. જોકે FSSAIએ આ નવા લેબલની તપાસ કરવા અને તેને મંજૂરી આપી શકાય કે નહીં તે નક્કી કરવા માટે થોડો સમય માંગ્યો છે. આ કારણે હવે આ મામલે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.વિવાદનું મોટું કારણ શું છેવિવાદનું એક મોટું કારણ ઓલ્ડ મોન્કના પેકેજિંગ પર લખાયેલો 7 ઈયર્સ ઓલ્ડ બ્લેન્ડેડ દાવો પણ છે. કંપનીએ કોર્ટ સમક્ષ આ દાવો હટાવવા અને પ્રોડક્ટમાં વપરાયેલા એડેડ ફ્લેવરની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની વાત કહી છે.7 વર્ષ જૂની હોવાના દાવા પર સવાલFSSAI મુજબ સંબંધિત પ્રોડક્ટમાં મુખ્યત્વે ન્યુટ્રલ અને અનમેચ્યોર્ડ સ્પિરિટ છે, જ્યારે મેચ્યોર્ડ રમમાં સ્પિરિટનું પ્રમાણ મિશ્રણમાં 5 ટકાથી પણ ઓછું છે. આવી સ્થિતિમાં 7 ઈયર્સ ઓલ્ડ બ્લેન્ડેડ લખવાથી ગ્રાહકોને એવું લાગી શકે છે કે આખા દારૂને 7 વર્ષ સુધી મેચ્યોર્ડ કરવામાં આવ્યો છે. અગાઉની સુનાવણીમાં બોમ્બે હાઈ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે આ રીતે વર્ષ અંગેની માહિતી આપવાથી ગ્રાહકો આખા ડ્રિંકને 7 વર્ષ જૂનું સમજી શકે છે કે નહીં.અનેક મોટી બ્રાન્ડ્સ પણ તપાસના દાયરામાંFSSAIએ લેબ રિપોર્ટના આધારે કેટલીક કંપનીઓની એકમોમાં બનેલા પ્રોડક્ટના વેચાણ પર રોક લગાવવાના આદેશ પણ આપ્યા હતા. તેમાં ઓલ્ડ મોન્કના કેટલાક વેરિઅન્ટ ઉપરાંત મેકડૉવેલ્સ નંબર 1 રમ, બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કી, ઓલ્ડ કાસ્ક ડિલક્સ XXX રમ, એન્ટિક્વિટી બ્લૂ વ્હિસ્કી અને રોયલ ચેલેન્જ વ્હિસ્કી જેવી બ્રાન્ડ્સ સામેલ છે.આ પણ વાંચો-Naginની ધૂન કેવી રીતે બની? આ કલ્ટ ગીતમાં છુપાયેલું છે મોટું સીક્રેટ, Lata Mangeshkarએ આપ્યો હતો અવાજ

Read Full Story arrow_forward