android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી
calendar_today September 4, 2026

Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી

ભાવનગર શહેરમાં પવિત્ર સાતમ-આઠમના તહેવારોની ઉજવણી વચ્ચે એક અત્યંત સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના મુખ્ય ST બસ સ્ટેન્ડ પરિસરમાં ગઈકાલે બપોર પછી એક મહિલાની સરાજાહેર હત્યા કરવામાં આવતાં સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ કાજલબેન બારૈયા તરીકે થઈ છે. ધમધમતા બસ સ્ટેન્ડમાં દિવસડિયાળે બનેલી આ હિંસક ઘટનાના કારણે ત્યાં હાજર મુસાફરો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઢીકાપાટુનો માર મારી નિર્મમ હત્યા, શર્મસાર કરાવાતા CCTV ફૂટેજ આવ્યા સામેહત્યાની આ ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા અને પોલીસ વર્તુળોમાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફૈઝલ ઉર્ફે ખાટકી નામનો શખ્સ કાજલબેન પર તૂટી પડ્યો હતો અને તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જાહેર સ્થળે દબંગગીરીથી મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીની કુર્રતા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.લીવ-ઈન રિલેશનશિપ અને અવારનવારના ઝઘડાનો આવ્યો કરુણ અંજામપ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક કાજલબેન અને આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી છેલ્લા ઘણા સમયથી લીવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે કોઈને કોઈ બાબતે અવારનવાર ઉગ્ર ઝઘડા અને તકરાર થતી હતી. આ રોજિંદા કંકાસ અને તણાવનો આખરે પવિત્ર તહેવારના દિવસે આટલો કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ફૈઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ

Read Full Story arrow_forward
Old Monk Case : હવે Old Monkને નહીં કહી શકાય રમ? 7 વર્ષ જૂના દાવા પર Bombay HCમાં થઈ ચર્ચા
calendar_today September 4, 2026

Old Monk Case : હવે Old Monkને નહીં કહી શકાય રમ? 7 વર્ષ જૂના દાવા પર Bombay HCમાં થઈ ચર્ચા

ભારતમાં સૌથી લોકપ્રિય દારૂની બ્રાન્ડ્સમાંની એક ઓલ્ડ મોન્કનું ઘણું વેચાણ થાય છે અને તેને પીનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. જોકે બોમ્બે હાઈ કોર્ટમાં દારૂની બ્રાન્ડ ઓલ્ડ મોન્કને લઈને ચાલી રહેલા કેસમાં હવે નવું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી એટલે કે FSSAIએ કોર્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેની બનાવટને કારણે ઓલ્ડ મોન્કને રમના નામે બજારમાં વેચી શકાય નહીં. રેગ્યુલેટર કાઉન્સિલ મુજબ આ પ્રોડક્ટમાં ન્યુટ્રલ સ્પિરિટ અને રમ ફ્લેવરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ઓલ્ડ મોન્કને રમ તરીકે વેચવા સામે FSSAIનો વાંધોFSSAI તરફથી કોર્ટમાં વકીલે કહ્યું કે વાંધો માત્ર ઓલ્ડ મોન્કના પેકેજિંગ અથવા લેબલ સુધી સીમિત નથી, પરંતુ તેની બનાવટ અને તેને કઈ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, તેની સાથે પણ જોડાયેલો છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે આ પ્રોડક્ટને રમને બદલે રમ ફ્લેવર્ડ સ્પિરિટના નામે બજારમાં વેચી શકાય છે.નવા લેબલ કોર્ટમાં રજૂઓલ્ડ મોન્ક બનાવતી કંપની મોહન મીકિને FSSAIના વાંધા બાદ પ્રોડક્ટના બદલાયેલા લેબલ બોમ્બે હાઈ કોર્ટમાં જમા કરાવ્યા છે. જોકે FSSAIએ આ નવા લેબલની તપાસ કરવા અને તેને મંજૂરી આપી શકાય કે નહીં તે નક્કી કરવા માટે થોડો સમય માંગ્યો છે. આ કારણે હવે આ મામલે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.વિવાદનું મોટું કારણ શું છેવિવાદનું એક મોટું કારણ ઓલ્ડ મોન્કના પેકેજિંગ પર લખાયેલો 7 ઈયર્સ ઓલ્ડ બ્લેન્ડેડ દાવો પણ છે. કંપનીએ કોર્ટ સમક્ષ આ દાવો હટાવવા અને પ્રોડક્ટમાં વપરાયેલા એડેડ ફ્લેવરની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની વાત કહી છે.7 વર્ષ જૂની હોવાના દાવા પર સવાલFSSAI મુજબ સંબંધિત પ્રોડક્ટમાં મુખ્યત્વે ન્યુટ્રલ અને અનમેચ્યોર્ડ સ્પિરિટ છે, જ્યારે મેચ્યોર્ડ રમમાં સ્પિરિટનું પ્રમાણ મિશ્રણમાં 5 ટકાથી પણ ઓછું છે. આવી સ્થિતિમાં 7 ઈયર્સ ઓલ્ડ બ્લેન્ડેડ લખવાથી ગ્રાહકોને એવું લાગી શકે છે કે આખા દારૂને 7 વર્ષ સુધી મેચ્યોર્ડ કરવામાં આવ્યો છે. અગાઉની સુનાવણીમાં બોમ્બે હાઈ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે આ રીતે વર્ષ અંગેની માહિતી આપવાથી ગ્રાહકો આખા ડ્રિંકને 7 વર્ષ જૂનું સમજી શકે છે કે નહીં.અનેક મોટી બ્રાન્ડ્સ પણ તપાસના દાયરામાંFSSAIએ લેબ રિપોર્ટના આધારે કેટલીક કંપનીઓની એકમોમાં બનેલા પ્રોડક્ટના વેચાણ પર રોક લગાવવાના આદેશ પણ આપ્યા હતા. તેમાં ઓલ્ડ મોન્કના કેટલાક વેરિઅન્ટ ઉપરાંત મેકડૉવેલ્સ નંબર 1 રમ, બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કી, ઓલ્ડ કાસ્ક ડિલક્સ XXX રમ, એન્ટિક્વિટી બ્લૂ વ્હિસ્કી અને રોયલ ચેલેન્જ વ્હિસ્કી જેવી બ્રાન્ડ્સ સામેલ છે.આ પણ વાંચો-Naginની ધૂન કેવી રીતે બની? આ કલ્ટ ગીતમાં છુપાયેલું છે મોટું સીક્રેટ, Lata Mangeshkarએ આપ્યો હતો અવાજ

Read Full Story arrow_forward
Free FASTag Recharge: હાઇવે પર ગંદા ટોયલેટનો ફોટો પાડો અને મેળવો 1,000નું  FASTag રિચાર્જ, જાણો કેવી રીતે?
calendar_today September 4, 2026

Free FASTag Recharge: હાઇવે પર ગંદા ટોયલેટનો ફોટો પાડો અને મેળવો 1,000નું FASTag રિચાર્જ, જાણો કેવી રીતે?

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરતી વખતે અસ્વચ્છ જાહેર શૌચાલય હંમેશાં મુસાફરો માટે એક મોટી અને પરેશાન કરતી સમસ્યા રહ્યા છે. સરકારે હાઇવે પર શૌચાલયનું નિર્માણ તો કરાવ્યું છે, પરંતુ યોગ્ય સ્વચ્છતા અને જાળવણીના અભાવે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા એક અત્યંત આકર્ષક અને ઉપયોગી પહેલ શરૂ કરવામાં આવી છે. આ ખાસ NHAI યોજના હેઠળ, જો તમે હાઇવે પર મુસાફરી દરમિયાન કોઈ ગંદા શૌચાલયની ફરિયાદ કરો છો, તો બદલામાં તમને ₹1,000 નું મફત FASTag રિચાર્જ આપવામાં આવે છે.હાઇવે પર ગંદા શૌચાલયની ફરિયાદ પર 1,000 રૂપિયાનું ઇનામઆ પહેલ 'ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ' નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને સપ્ટેમ્બર ૨૦૨૫ માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાને મળી રહેલી અપાર લોકપ્રિયતા અને સફળતાને ધ્યાનમાં રાખીને, NHAI દ્વારા તેની મુદત હવે ૩૦ જૂન, ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે. આંકડાકીય રીતે જોઈએ તો, ૨૦૨૬ માં જ અત્યાર સુધીમાં ૪૨૯ જેટલા જાગૃત મુસાફરોએ ગંદા શૌચાલયની યોગ્ય જાણકારી આપીને ₹૧,૦૦૦ નું મફત FASTag રિચાર્જ સફળતાપૂર્વક મેળવ્યું છે.કેવી રીતે કરવું અરજી અને રાજમાર્ગયાત્રા એપનો ઉપયોગઆ ઈનામ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. જો તમે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સફર કરી રહ્યા હોવ અને કોઈ અસ્વચ્છ શૌચાલય નજરે પડે, તો તમે આ પગલાં અનુસરી શકો છો: સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનથી તે ગંદા શૌચાલયનો એક સ્પષ્ટ ફોટો લો. ત્યારબાદ તમારા ફોનમાં NHAI ની સત્તાવાર 'રાજમાર્ગયાત્રા' મોબાઇલ એપ્લિકેશન ખોલો. જિયો-ટેગિંગ અને ટાઇમ-સ્ટેમ્પ સાથે તે ફોટો એપ પર અપલોડ કરો. ફોટો સબમિટ કરતી વખતે તમારું નામ, સ્થાન, મોબાઈલ નંબર અને વાહનનો નોંધણી નંબર અવશ્ય દાખલ કરો. એકવાર ફોટો અને વિગતોની ચકાસણી થઈ ગયા બાદ, ₹૧કોડનું ઈનામ સીધા તમારા વાહન સાથે કનેક્ટ થયેલા FASTag એકાઉન્ટમાં જમા થઈ જશે.યોજના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ શરતો અને નિયમોઆ યોજનાનો લાભ લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ ₹1,000 નું ઈનામ સમગ્ર યોજના દરમિયાન વાહન નોંધણી નંબર દીઠ ફક્ત એક જ વાર આપવામાં આવે છે. જો એક જ ગંદા શૌચાલય વિશે બહુવિધ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે, તો નિયમ મુજબ ઈનામ માત્ર તે જ વપરાશકર્તાને મળશે જેણે સૌથી પહેલા ફોટો અપલોડ કર્યો હશે. આ ઈનામ બિન-તબદીલીપાત્ર છે, એટલે કે તેને રોકડમાં બદલી શકાતું નથી અને તે ફક્ત FASTag રિચાર્જ તરીકે જ મળશે. આ યોજના માત્ર NHAI હેઠળ સીધી આવતી શૌચાલય સુવિધાઓ પર જ લાગુ પડે છે.આ પણ વાંચોઃ Maharashtra ની હોસ્પિટલ NICUમાં લાગી ભીષણ આગ, 9 નવજાત બાળકો હતા દાખલ,VIDEO

Read Full Story arrow_forward