android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar સિવિલમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, પુત્રની માનતામાં ગળેલી રૂ.100ની નોટ કાઢવા યુવકે પેટમાં ચાકુ મારી દીધું!
calendar_today September 4, 2026

Gandhinagar સિવિલમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, પુત્રની માનતામાં ગળેલી રૂ.100ની નોટ કાઢવા યુવકે પેટમાં ચાકુ મારી દીધું!

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત અજીબ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષીય એક યુવકે ત્રણ દીકરીઓ બાદ પુત્રપ્રાપ્તિ માટે રાખેલી માનતાની 100 રૂપિયાની નોટ અકસ્માતે ગળી લીધી હતી. આ ગળી ગયેલી નોટને પેટમાંથી બહાર કાઢવા માટે યુવકે અંધશ્રદ્ધા કે ઘેલછામાં આવીને પોતે જ પોતાના પેટમાં ચાકુના ઘા ઝીંકી દીધા હતા. પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક ગંભીર પરિસ્થિતિમાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તબીબોએ હાથ ધરી સફળ સર્જરી, પેટની દીવાલને પહોંચ્યું હતું ગંભીર નુકસાનસિવિલ હોસ્પિટલના તબીબોએ ઘટનાની ગંભીરતા સમજીને દર્દીને તાત્કાલિક ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં લીધો હતો. સર્જરી દરમિયાન માલૂમ પડ્યું કે ચાકુ વાગવાના કારણે દર્દીના પેટની આગળની દીવાલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સર્જરી અને એનેસ્થેસિયા ટીમની સંયુક્ત મહેનતથી ટાંકા લઈને પેટની દીવાલનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સિવાય દર્દીને ખોરાક આપવા માટે આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી હતી તેમજ અન્ય આંતરિક અંગોને કોઈ નુકસાન થયું છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.દોઢથી બે કલાક ચાલેલા ઓપરેશન બાદ દર્દીની હાલત સ્થિરઆશરે દોઢથી બે કલાક સુધી ચાલેલી આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ દર્દીને સઘન તબીબી દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યો હતો. ઓપરેશનના 5થી 6 દિવસ સુધી સતત ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ દર્દીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સમયસૂચકતા અને કુશળ સારવારના કારણે યુવકનો જીવ બચી ગયો છે.આ પણ વાંચો : Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

Read Full Story arrow_forward
Janmashtami 2026: સોમનાથના હરિહર તીર્થમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, શિવ અને કૃષ્ણ ભક્તિનો સંગમ
calendar_today September 4, 2026

Janmashtami 2026: સોમનાથના હરિહર તીર્થમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, શિવ અને કૃષ્ણ ભક્તિનો સંગમ

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર એ માત્ર શિવભક્તો જ નહીં, પરંતુ કૃષ્ણ ભક્તો માટે પણ આસ્થાનું પરમ કેન્દ્ર છે. આ પવિત્ર ભૂમિને 'હરિહર તીર્થ' (હરિ એટલે વિષ્ણુ/કૃષ્ણ અને હર એટલે શિવ) તરીકે ઓળખવામાં આવે છે. આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે સોમનાથમાં શિવભક્તિ અને કૃષ્ણભક્તિનો અદભુત અને અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.પ્રાતઃ આરતીમાં દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂરજન્માષ્ટમીના આ પવિત્ર પર્વે ભગવાન ભોલેનાથ અને શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તો સોમનાથ મંદિર પહોંચી ગયા હતા. ખાસ કરીને સવારની પ્રાતઃ આરતીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંગલ વાદ્યો અને આરતીના દિવ્ય દર્શનથી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ મંદિર પરિસરજન્માષ્ટમીના દિવસે સોમનાથ મંદિરના વિશાળ પરિસરમાં એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ શિવભક્તો દ્વારા થતો 'હર હર મહાદેવ'નો જયઘોષ અને બીજી તરફ કૃષ્ણભક્તો દ્વારા ગવાતો 'જય કનૈયાલાલ કી'નો ગગનભેદી નાદ એકસાથે ગુંજી ઉઠ્યો છે. આ બન્ને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું છે.જન્માષ્ટમી નિમિત્તે ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહગીર સોમનાથ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શ્રીકૃષ્ણની ગોલોકધામ પ્રસ્થાન ભૂમિ ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. આજે આખો દિવસ હરિહર તીર્થમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે અને મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય આરતી સાથે ઉજવણી ચરમસીમાએ પહોંચશે.આ પણ વાંચો - Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...

Read Full Story arrow_forward
Surat News: ઉત્રાણમાં ભાડુઆત મહિલાએ મકાન ભાડું લેવા ગયેલા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો
calendar_today September 4, 2026

Surat News: ઉત્રાણમાં ભાડુઆત મહિલાએ મકાન ભાડું લેવા ગયેલા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો

સુરતમાં અમરોલી અને મોટા વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મનીષાબેન ખોડાભાઈ બગડા નામની શાતિર મહિલા અને તેના સાગરીત પ્રકાશભાઈ હરજીભાઈએ ભેગા મળીને એક વેપારી પરિવારને પાયમાલ કરવાનો અને કરોડોની મિલકત પચાવી પાડવાનો ખુલ્લેઆમ ખેલ ખેલ્યો છે.અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લેવાના મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.મહિલાએ ઘર બંધ કરી વેપારીને ફસાવ્યોઉત્રાણ પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા અધેડ વયસ્ક સરથાણા અને અમરોલી ખાતેની પોતાની મિલકતોના ભાડા ઉઘરાવવાનું કામ કરે છે.ગત ઓક્ટોબર 2024માં આધેડ અમરોલી ખાતેના મકાનમાં જ્યારે ભાડું વસૂલવા ગયા ત્યારે ભાડૂઆત મનીષાબેને દરવાજો અંદરથી બંધ કરી નગ્ન થઈ જઈ હનીટ્રેપનો ખેલ રચ્યો હતો.તુરંત જ તેનો સાગરીત પ્રકાશ ચપ્પુ સાથે તૂટી પડ્યો હતો અને માર મારીને વેપારીને પણ બળજબરીથી નગ્ન કરી દીધા હતા.આ બાદ બંનેએ પોતાના મોબાઈલમાં આપત્તિજનક વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ.7 લાખની તોતિંગ માંગણી કરી હતી.ઈજ્જત અને સામાજિક બદનામીના ડરે પીડિત પરિવારે ટુકડે-ટુકડે રૂ.2.60 લાખ આપી દીધા હોવા છતાં આ રાક્ષસી આકાંક્ષા ધરાવતી ટોળકી ધરાઈ નહોતી.બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓમકાન ખાલી કરાવવાની વાત આવતા જ તેઓએ બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપી વારંવાર 50 લાખ અને બાદમાં 70 લાખ રૂપિયા તેમજ મકાન પોતાના નામે કરી આપવા માટે અસહ્ય દબાણ બનાવ્યું હતું.આ મામલે પોલીસ સાથેની મિલીભગત હોય તેમ ચોકી સુધી ધક્કા ખવડાવી રૂ.38 લાખના ચેકો અને પ્રોમિસરી નોટો લખાવી લેવાના અને 10 વર્ષ સુધી જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.જોકે, પીડિત પરિવારે હિંમત દાખવી બ્લેકમેઈલિંગના ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે એકઠા કરી લેતા આખરે ભાડૂઆત મનીષા બગડા , પ્રકાશ હરજીભાઈ, વસંત ચાવડા અને તેના વકીલ સહિત વિરુદ્ધ આધેડના પુત્રે ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

Read Full Story arrow_forward