android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada: એકતાનગર ખાતે SOUની મુલાકાત વિવિધ કાર્યક્રમની સ્થળ સમીક્ષા
calendar_today August 29, 2026

Narmada: એકતાનગર ખાતે SOUની મુલાકાત વિવિધ કાર્યક્રમની સ્થળ સમીક્ષા

લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ્ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ના નિયામકબી. રાજેન્દ્રએ SOUની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે SOU, સરદારસરોવર નર્મદા ડેમ, નર્મદા ઘાટ, ડેમ વ્યૂ પોઇન્ટ, એકતા નર્સરી, એકતા પરેડ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય એકતા દિવસે યોજાય છે. જેમા તાલીમી સનદી અધિકારીઓ એટલે કે,IAS કે IPS સહિતના અધિકારીઓને પ્રધાનમંત્રી સંબોધન કરી માર્ગદર્શન આપે છે. આજે નિયામક બી. રાજેન્દ્રએ SOUની મુલાકાત દરિમયાન વર્ષ2026 દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમના સ્થળની સમીક્ષા કરી હતી. તેઓએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.SOUના CEO અમિત અરોરા દ્વારા બી રાજેન્દ્રને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ઝાડેશ્વર ગામની સોસા.માં તસ્કરોના આંટાફેરા
calendar_today August 29, 2026

Bharuch: ઝાડેશ્વર ગામની સોસા.માં તસ્કરોના આંટાફેરા

ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલી કેટલીંક સોસાયટીઓમાં રાત્રીના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે તહેવારોના દિવસોમાં શંકાસ્પદ રીતે સોસાયટી વિસ્તારમાં ઘરોના કંપાઉન્ડમાં ઘુસતાં લોકોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં આકાશ ગંગા અને નિલકંઠ નગર સોસાયટી વિસ્તારમાં રાત્રીના સમયે એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા મારતો તેમજ લોકોના મકાનોના કંપાઉન્ડ કુદતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. ખાસ કરીને જીએનએફસીની પાછળ આવેલાં રોડ પર આવેલી સોસાયટીઓમાં તેની હિલચાલ જોવા મળતાં સ્થાનિકોમાં તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસને જાણ કરી છે. તહેવારો દરમિયાન અનેક લોકો પરિવાર સાથે બહારગામ જતાં હોય છે. ત્યારે આવા બનાવોને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોછે. ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ પોલીસ પાસે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા, સોસાયટી વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા તેમજ જરૂરી તકેદારીનાપગલાં ભરવાની માંગ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો શંકાસ્પદ ઈસમ કોણ છે ? તેની આ પ્રકારની હિલચાલ પાછળનો હેતુ શું છે તે સહિતની કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે, સ્થાનિકોએ અંગત રીતે તેમજ પોલીસે ટીમો બનાવી શખ્સની ઓળખ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જવા સમરસ કળશ કાવડયાત્રા રવાના થઇ
calendar_today August 29, 2026

Bharuch: કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જવા સમરસ કળશ કાવડયાત્રા રવાના થઇ

ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશકત ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે શનિવારે તા.29 મી ના રોજ ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડયાત્રાનો પ્રારંભ થયો છે. ભરૂચ શહેરના પિૃમ વિસ્તારમાં આવેલા ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શ્રધ્ધાળુઓ અને કાવડિયાઓની ઉપસ્થીતિમાં યાત્રા પ્રસ્થાન કરી છે.ધાર્મિક માહોલ વચ્ચે શરૂ થયેલી આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. કાવડિયાઓ દ્વારા પવિત્ર જળ સાથે કાવડ ધારણ કરી ભગવાન શિવના જયઘોષ સાથે યાત્રા આગળ વધી રહી છે. સમગ્ર યાત્રા દરમ્યાન ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કાવડયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ કાવી-કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. જયા કાવડિયાઓ દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો વિધિવત જળાભિષેક કરવામાં આવશે. આ સમરસ કળશ કાવડયાત્રાને લઈને આયોજકો દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા ભક્તોની સુવિધા તેમજ યાત્રા શાંતિપુર્ણ રીતે પુર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. હર હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધી રહેલી કાવડયાત્રાથી ભરૂચથી કાવી-કંબોઈ સુધીનો સમગ્ર માહોલ શિવમય બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward