android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palej: પાલેજ રેલવે સ્ટેશન પર બે વર્ષથી ફૂટ ઓવર બ્રિજની કામગીરી અધૂરી
calendar_today August 29, 2026

Palej: પાલેજ રેલવે સ્ટેશન પર બે વર્ષથી ફૂટ ઓવર બ્રિજની કામગીરી અધૂરી

પાલેજ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)ની કામગીરી બે વર્ષ કરતાં વધુ સમયથી અધૂરી હોવાને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો તેમજ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનો બ્રિજ હટાવ્યા બાદ નવો બ્રિજ બનાવવાની કામગીરી લાંબા સમયથી અધવચ્ચે અટકી રહેતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લાંબો સમય વિતી ગયો છે. પરંતુ હજી સુધી કામ પૂર્ણ થયું નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંબંધિત તંત્ર તરફથી માત્ર આશ્વાસનો જ મળતાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજની સુવિધા ઉપ્લબ્ધ ન હોવાથી હેક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટ ફોર્મ પર જવા માટે મુસાફરોને રેલવે ટ્રેક ક્રોસ કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ પરિસ્થિતી અત્યંત જોખમી બની છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યાર બાદ જ તંત્ર જાગશે કે શું ? તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યાં છે. પાલેજ તથા આસપાસના વિસ્તારોમાંથી રોજિંદા ધોરણે અપડાઉન કરતાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ટ્રેન પકડવા માટે ભારે દોડધામ કરવી પડે છે. પ્લેટફોર્મ બદલવાની મુશ્કેલીને કારણે ઘણી વખત મુસાફરો ટ્રેન ચુકવી જવાની સ્થિતી ઉભી થાય છે. રેલવે લાઈનની બન્ને બાજુ આવેલાં વિસ્તારો વચ્ચેની અવરજવર પર પણ બ્રિજના અભાવે અસર પડી રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, લોકોની અવરજવર મુશ્કેલ બનતા બજાર અને વેપાર-ધંધા પર પણ તેની માઠી અસર પડી રહી છે. સ્થાનિકોમાં એવો પણ રોષ છે કે, ચૂંટણીના સમયે મત માંગવા આવતાં રાજકીય આગેવાનો દ્વારા આ મૂળભૂત પ્રશ્નના કાયમી ઉકેલ માટે પૂરતું દબાણ કરવામાં આવતું નથી. જો સામાન્ય મુસાફરોની સુરક્ષા સાથે જોડાયગેલો બ્રિજ બે વર્ષથી અધૂરો છે તો જવાબદારી કોની? હવે સ્થાનિકો દ્વારા રેલવે તંત્ર અને સંબંધિત અધિકારીઓ પાસે ફૂટ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરી મુસાફરોને સુરક્ષિત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: એકતાનગર ખાતે SOUની મુલાકાત વિવિધ કાર્યક્રમની સ્થળ સમીક્ષા
calendar_today August 29, 2026

Narmada: એકતાનગર ખાતે SOUની મુલાકાત વિવિધ કાર્યક્રમની સ્થળ સમીક્ષા

લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ્ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ના નિયામકબી. રાજેન્દ્રએ SOUની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે SOU, સરદારસરોવર નર્મદા ડેમ, નર્મદા ઘાટ, ડેમ વ્યૂ પોઇન્ટ, એકતા નર્સરી, એકતા પરેડ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય એકતા દિવસે યોજાય છે. જેમા તાલીમી સનદી અધિકારીઓ એટલે કે,IAS કે IPS સહિતના અધિકારીઓને પ્રધાનમંત્રી સંબોધન કરી માર્ગદર્શન આપે છે. આજે નિયામક બી. રાજેન્દ્રએ SOUની મુલાકાત દરિમયાન વર્ષ2026 દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમના સ્થળની સમીક્ષા કરી હતી. તેઓએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.SOUના CEO અમિત અરોરા દ્વારા બી રાજેન્દ્રને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ઝાડેશ્વર ગામની સોસા.માં તસ્કરોના આંટાફેરા
calendar_today August 29, 2026

Bharuch: ઝાડેશ્વર ગામની સોસા.માં તસ્કરોના આંટાફેરા

ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલી કેટલીંક સોસાયટીઓમાં રાત્રીના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે તહેવારોના દિવસોમાં શંકાસ્પદ રીતે સોસાયટી વિસ્તારમાં ઘરોના કંપાઉન્ડમાં ઘુસતાં લોકોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં આકાશ ગંગા અને નિલકંઠ નગર સોસાયટી વિસ્તારમાં રાત્રીના સમયે એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા મારતો તેમજ લોકોના મકાનોના કંપાઉન્ડ કુદતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. ખાસ કરીને જીએનએફસીની પાછળ આવેલાં રોડ પર આવેલી સોસાયટીઓમાં તેની હિલચાલ જોવા મળતાં સ્થાનિકોમાં તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસને જાણ કરી છે. તહેવારો દરમિયાન અનેક લોકો પરિવાર સાથે બહારગામ જતાં હોય છે. ત્યારે આવા બનાવોને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોછે. ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ પોલીસ પાસે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા, સોસાયટી વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા તેમજ જરૂરી તકેદારીનાપગલાં ભરવાની માંગ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો શંકાસ્પદ ઈસમ કોણ છે ? તેની આ પ્રકારની હિલચાલ પાછળનો હેતુ શું છે તે સહિતની કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે, સ્થાનિકોએ અંગત રીતે તેમજ પોલીસે ટીમો બનાવી શખ્સની ઓળખ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward