android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'
calendar_today September 6, 2026

Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ બહારથી બપોરે આશરે 2:00 વાગ્યાના અરસામાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના મેસેજ વહેતા થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. કિંજલ રબારી પોતાના પતિ સાથે મોલમાં મૂવી જોવા માટે આવ્યા હતા, તે દરમિયાન બ્લેક કલરની વેન્યુ અને વાઇટ કલરની ક્રેટા કારમાં આવેલા શખ્સો તેમને બળજબરીથી ઉઠાવી ગયા હોવાના સીસીટીવી (CCTV) ફુટેજ પણ સામે આવ્યા હતા.કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો અમદાવાદ કિંજલ રબારી કેસમાં મોટો ધડાકોઘટના બાદ શરૂઆતમાં એવી વિગતો વહેતી થઈ હતી કે કિંજલ રબારી અશોક ચૌધરી નામના શખ્સ સાથે પોતાની મરજીથી ગયા છે. પરંતુ આ બાબતે થોડા જ સમયમાં અત્યંત ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે.આ સમગ્ર હાઇડ્રામા વચ્ચે લોકગાયિકા કિંજલ રબારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની સાથે બનેલી ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વીડિયોમાં ગાયિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને મજબૂર કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા.ગાયિકા કિંજલ રબારીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામેકિંજલ રબારીએ વીડિયોમાં જણાવ્યું કે, "મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પર પુરુષ સાથે મોકલી આપવામાં આવી હતી."ત્યાં તેમના જીવને ભારે જોખમ હોવાનું પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ સુરક્ષિત રીતે નીકળીને ફરીથી પોતાના પતિ પાસે પરત આવી ગયા છે. ચાંદખેડા પોલીસે આ વીડિયો સ્ટેટમેન્ટ બાદ ગાયિકા અને તેમના પતિનું રૂબરૂ નિવેદન નોંધવા તેમજ અપહરણ પાછળ કયા લોકો અને કયું ષડયંત્ર હતું તે દિશામાં કાનૂની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

Read Full Story arrow_forward
Jasdanના માધવીપુર અને શિવરાજપુર વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું કમકમાટીભર્યું મોત
calendar_today September 6, 2026

Jasdanના માધવીપુર અને શિવરાજપુર વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું કમકમાટીભર્યું મોત

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જસદણ નજીક આવેલા માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે ફોરવીલ કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પોતાના કામકાજ અર્થે જઈ રહેલા દંપતીને કાળ ભેટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.એક્ટિવા સવાર પતિ-પત્નીનું મોત: એકનું ઘટનાસ્થળેમોઢુકા ગામથી જસદણ તરફ આવી રહેલા પતિ-પત્ની પોતાના એક્ટિવા બાઈક પર સવાર હતા. આ દરમિયાન માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે સામેથી આવતી પૂરઝડપે ફોરવીલ કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે પણ દમ તોડી દીધો હતો.જસદણ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરીઆ ભયાનક અકસ્માતના પગલે આસપાસના સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત
calendar_today September 6, 2026

Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત

યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરની સુરક્ષા અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના કેમેરા, મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર કાયદાકીય પ્રતિબંધ છે. તેમ છતાં જન્માષ્ટમીના મહાપર્વ દરમિયાન દર્શનાર્થે આવેલો એક યુવક સજ્જડ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ચોરીછૂપીથી પોતાનો મોબાઈલ ફોન મંદિર પરિસરમાં લઈ ગયો હતો.દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા ચૂંકનો મામલોઆ યુવકે મંદિર પરિસરની અંદરનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જગત મંદિર પરિસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું.સુરક્ષામાં ભંગના આ મામલાને દ્વારકા પોલીસે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વીડિયો વાયરલ કરનાર રાહુલ વસતાપરા નામના યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો રાહુલ વસતાપરા મૂળ ન્યૂઝીલેન્ડનો યુવક છે અને હાલ સુરતમાં રહે છે.આરોપીની કબૂલાત અને પોલીસ કાર્યવાહીપોલીસ પકડમાં આવ્યા બાદ રાહુલ વસતાપરાએ સ્વીકાર્યું હતું કે તેણે અજાણતા આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દ્વારકા પોલીસે મંદિર પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં નિયમ તોડવા બદલ આરોપી સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ રાહુલ વસતાપરાએ એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને પોતાની ભૂલ બદલ જાહેર માફી પણ માગી છે.આ પણ વાંચો: Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'

Read Full Story arrow_forward