android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં અપહરણ, પોલીસ તપાસમાં જોતરાઈ
calendar_today September 6, 2026

Ahmedabad: ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં અપહરણ, પોલીસ તપાસમાં જોતરાઈ

ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચર્ચિત સીબીડી (CBD) મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અને કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બપોરે આશરે 2:00વાગ્યાના સુમારે કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને પરાણ મુકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. અમદાવાદમાં મોટી ગંભીર ઘટનાબનાવની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સીબીડી મોલ ખાતે દોડી ગયો હતો.ચાંદખેડા પોલીસે સીબીડી મોલ અને તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને કાળા રંગની ગાડી અને સમગ્ર ઘટનાક્રમની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ મેસેજના આધારે અમદાવાદ શહેર અને ગાંધીનગર સરહદી વિસ્તારોમાં કાળી કાર સંદર્ભે નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે. અપહરણના આ મેસેજ પાછળ કોઈ અંગત વિવાદ, અંગત મનમુટાવ કે અન્ય કોઈ કારણ છે કે કેમ અને મેસેજ કેટલો સત્ય છે તે તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે.ગાયિકાના પરિવારજનો અને પરિચિતો સાથે પણ પોલીસ સંપર્ક સાધીને વધુ વિગતો એકત્રિત કરી રહી છે.આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

Read Full Story arrow_forward
Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!
calendar_today September 6, 2026

Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!

રંગીલા રાજકોટ શહેરમાં જાહેરમાં માથાકૂટ અને વાહનચાલકો વચ્ચે અસહિષ્ણુતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અત્યંત ધમધમતા રૈયા ચોકડી વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો તે દરમિયાન બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.કારમાં સવાર મહિલાઓને યુવતીએ બેફામ ગાળો આપીમળતી વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ એક યુવતીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. કારમાં સવાર અન્ય મહિલાઓ સાથે વાદવિવાદમાં ઊતરેલી આ યુવતીએ કોઈપણ જાતના સંકોચ વગર જાહેર રસ્તા પર જ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. આસપાસથી પસાર થતાં રાહદારીઓ અને અન્ય વાહનચાલકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધી હતી, જેમાં યુવતી ઉગ્ર થઈને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતી સ્પષ્ટપણે જોઈ શકાય છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો દ્વારા જાહેર સ્થળો પર વધી રહેલા આ પ્રકારના અસભ્ય અને આક્રમક વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી મશગૂલ એવા રૈયા ચોકડી જેવા વિસ્તારમાં રસ્તા વચ્ચે જ વાહનો ઊભા રાખીને હંગામો મચાવવા બદલ સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. આ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે પણ ઘટનાની નોંધ લઈને વીડિયોમાં દેખાતી મહિલાઓ અને વાહનોના નંબરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી!

Read Full Story arrow_forward
Ahmedabadના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવા બાબતે બે ભાઈઓ પર જીવલેણ હુમલો
calendar_today September 6, 2026

Ahmedabadના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવા બાબતે બે ભાઈઓ પર જીવલેણ હુમલો

અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવાની મામૂલી બાબતે ચાર શખ્સોએ બે ભાઈઓ પર હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાથીજણ સર્કલ પાસે આવેલા શાલીન સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ સાથે જૂના મિત્ર સહિત ચાર શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી ઢોર માર માર્યો હતો. સામાન્ય વિવાદમાં કાયદો હાથમાં લઈને મારપીટ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.કંકોત્રી ન આપવાની બાબતે જૂના મિત્ર સાથે વિવાદઘટનાની વિગતો અનુસાર, લગ્નની કંકોત્રી ન આપવા બાબતે વિરેન્દ્રસિંહને તેમના જૂના મિત્ર રાજવિર રાઠોડ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ રાજવિરે વિરેન્દ્રસિંહને ગાળો આપીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજવિરનું ઉપરાણું લઈને આવેલા નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સોએ પણ વિરેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ મીતરાજને પણ આ ચારેય શખ્સોએ ભેગા મળીને માથા, છાતી અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરારહુમલાખોરોએ બંને ભાઈઓને 'તમે નોકરી કેવી રીતે કરો છો તે જોઈ લઈશું' તેવી ગંભીર ધમકી આપી હતી. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને બંને ભાઈઓને વધુ મારમાંથી છોડાવ્યા હતા. લોકોનું ટોળું ભેગું થઈ જતાં ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે વટવા GIDC પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward