android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં કિંજલ રબારી કથિત અપહરણ કાંડમાં નવો વળાંક, માલધારી એકતા સમિતિનું મોટું નિવેદન
calendar_today September 6, 2026

Ahmedabadમાં કિંજલ રબારી કથિત અપહરણ કાંડમાં નવો વળાંક, માલધારી એકતા સમિતિનું મોટું નિવેદન

અમદાવાદમાં ચર્ચિત કિંજલ રબારીના કથિત અપહરણ કાંડમાં હવે માલધારી એકતા સમિતિ સામે આવી છે. સમગ્ર વિવાદ અને સમાજમાં ઊભા થયેલા ઘર્ષણના વાતાવરણ વચ્ચે માલધારી એકતા સમિતિએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સમિતિ દ્વારા આ વિવાદિત ઘટનાથી સમાજના લોકોને દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.માલધારી એકતા સમિતિનું મોટું નિવેદનમાલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ એક જાહેર સંદેશ પાઠવીને સમાજના યુવાનોને આ મુદ્દે કોઈ પણ પ્રકારની લાગણીમાં કે આવેશમાં ન આવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. તેની સાથે જ તેમણે સમાજના વરિષ્ઠ અને જવાબદાર આગેવાનોને પણ આ વિવાદથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી કોઈ પણ ભડકાઉ કે અયોગ્ય નિવેદનો ન આપવા વિનંતી કરી છે, જેથી સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.પ્રતિક્રિયા આપતાં લગ્ન સંબંધ અંગે કરી ટકોરઆ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ લગ્ન સંબંધો અને કૌટુમ્બિક મૂલ્યો અંગે પણ કડક ટકોર કરી હતી. તેમણે માર્મિક શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'જે પોતાના લોહીનું ન થાય, એ કોઈનું ન થઈ શકે.' માલધારી એકતા સમિતિની આ અપીલ બાદ સમાજમાં ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો શાંત પડે છે કે કેમ તે તરફ સૌની નજર મંડાયેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથ મહાદેવનો 1.25 લાખ બિલ્વપત્રોથી દિવ્ય શૃંગાર; હજારો ભક્તોએ લીધો દર્શનનો લાભ
calendar_today September 6, 2026

Gir Somnath: સોમનાથ મહાદેવનો 1.25 લાખ બિલ્વપત્રોથી દિવ્ય શૃંગાર; હજારો ભક્તોએ લીધો દર્શનનો લાભ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નિત નવા દિવ્ય મનોરથો અને શૃંગારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શ્રાવણ શુક્લ દશમીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સ્વયંભૂ જ્યોતિર્લિંગ પર 1.25 લાખથી વધુ પવિત્ર અને લીલાછમ બિલ્વપત્રોનો વિશેષ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.સોમનાથમાં ભક્તિનો મહાસાગરશાસ્ત્રોમાં શિવપૂજનમાં બિલ્વપત્રનું અનન્ય મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારે એક લાખ પચીસ હજારથી વધુ બિલ્વપત્રોથી સજાવેલા મહાદેવના આ દિવ્ય રૂપના દર્શન કરીને પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા. મહા પૂજા અને શૃંગાર આરતી સમયે મંદિરનું વાતાવરણ અત્યંત મંત્રમુગ્ધ કરી દે તેવું બની ગયું હતું. દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના આ અદ્વિતીય શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગશિવજીને પ્રિય એવા ત્રિદલ બિલ્વપત્રોને પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે જ્યોતિર્લિંગ પર અર્પિત કરી આકર્ષક શણગાર રચવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસો હોવાથી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. સાંજના સમયે વિશેષ મહાઆરતી યોજાઈ હતી, જેમાં ડમરૂ, શંખનાદ અને ઢોલ-નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.આ પણ વાંચો: Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું

Read Full Story arrow_forward
6 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
calendar_today September 6, 2026

6 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1.Portugal Shooting: પોર્ટુગલમાં ભારતીય રેસ્ટોરન્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર રાહુલ મીણાની ધમકીથી ખળભળાટ2.Delhi Building Collapse: સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી બાદ રેસ્ક્યૂ ઓપરેશન તેજ, અમિત શાહે રદ કર્યો ગોવાનો કાર્યક્રમ3.UN World New Map: શા માટે ચર્ચામાં છે UNનો નવો 'વર્લ્ડ મેપ'?, ગ્રીનલેન્ડ કરતાં 14 ગણો મોટુ છે આફ્રિકા!4.Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'5.Delhi Building Collapse: નીચે મેડિકલ શોપ, ઉપર PG, દિલ્હીની બિલ્ડિંગ કેવી રીતે ધરાશાયી થઈ?, જાણો સમગ્ર દુર્ઘટના6.Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!7.Ahmedabad: ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં અપહરણ, પોલીસ તપાસમાં જોતરાઈ8.Duleep Trophy Final : પ્રથમ દિવસે ઈસ્ટ ઝોનની ટીમ મજબૂત સ્થિતિમાં, ઇશાન કિશને સદી ફટકારી9.Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી!10.Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

Read Full Story arrow_forward