android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ
calendar_today September 6, 2026

Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચર્ચિત સીબીડી (CBD) મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અને કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બપોરે આશરે 2:00વાગ્યાના સુમારે કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને પરાણ મુકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. અમદાવાદમાં મોટી ગંભીર ઘટનાબનાવની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સીબીડી મોલ ખાતે દોડી ગયો હતો.ચાંદખેડા પોલીસે સીબીડી મોલ અને તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને કાળા રંગની ગાડી અને સમગ્ર ઘટનાક્રમની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ મેસેજના આધારે અમદાવાદ શહેર અને ગાંધીનગર સરહદી વિસ્તારોમાં કાળી કાર સંદર્ભે નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે. અપહરણના આ મેસેજ પાછળ કોઈ અંગત વિવાદ, અંગત મનમુટાવ કે અન્ય કોઈ કારણ છે કે કેમ અને મેસેજ કેટલો સત્ય છે તે તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે.ગાયિકાના પરિવારજનો અને પરિચિતો સાથે પણ પોલીસ સંપર્ક સાધીને વધુ વિગતો એકત્રિત કરી રહી છે.આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

Read Full Story arrow_forward
Mehsanaના ગોપીનાળા નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું, SMCની ટીમે પાડી સરપ્રાઈઝ રેડ
calendar_today September 6, 2026

Mehsanaના ગોપીનાળા નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું, SMCની ટીમે પાડી સરપ્રાઈઝ રેડ

મહેસાણા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ફાટકો પાડ્યો છે. મહેસાણાના અત્યંત ધમધમતા અને ભરચક ગણાતા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ (MD Drugs) નો જથ્થો પકડી પાડ્યો છે. ભરબજારે પડેલા આ દરોડાથી સ્થાનિક ગુનાખોરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.ગોપીનાળા નજીક SMC ત્રાટકીગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાસ ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે મહેસાણાના ગોપીનાળા નજીક વોચ ગોઠવીને આ રેડ કરી હતી. ભરબજારમાં અચાનક પડેલા દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે પાડેલા આ દરોડાથી મહેસાણા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.FIR બાદ થશે સત્તાવાર ખુલાસો રેડ દરમિયાન કેટલા મૂલ્યનો અને કેટલા ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમજ કયા આરોપીની અટકાયત કરવામાં આવી છે તે અંગે પોલીસે ગુપ્તતા જાળવી રાખી છે. એસએમસીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની વિધિવત એફઆઈઆર (FIR) નોંધાયા બાદ ડ્રગ્સના જથ્થા, તેની કિંમત અને પકડેલા આરોપીઓ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM મોદી લેશે મંત્રીઓના કામકાજનો હિસાબ, સોમવારે મહત્વની બેઠક
calendar_today September 6, 2026

PM મોદી લેશે મંત્રીઓના કામકાજનો હિસાબ, સોમવારે મહત્વની બેઠક

Ministers Performance Review: સરકારના વિવિધ ક્ષેત્રોમાં કામગીરીની સમીક્ષા કરવા માટે આવતીકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં વિવિધ મંત્રાલયો, મંત્રીઓ અને તેમના સમગ્ર કામકાજની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા બેઠક માટે માત્ર એવા રાજ્ય મંત્રીઓ (MoS) અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓના એક વર્ગને બોલાવવામાં આવ્યા છે, જેમના મંત્રાલયો સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણ સાથે સંબંધિત છે.કયા મંત્રાલયોનું કામકાજ થશે રિવ્યૂ?આવતીકાલની બેઠકમાં જે મંત્રાલયો પર ખાસ ધ્યાન રહેશે અને જેમના કામકાજની સમીક્ષા કરવામાં આવશે તેમાં શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, કૃષિ મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવામાં આવશે. જવાબદારી અંગે પણ ચર્ચા થશે.આગામી દિવસોમાં વધુ બેઠકો યોજાશેરાજ્ય મંત્રીઓના અન્ય વર્ગ સાથે પણ આગામી દિવસોમાં આવી વધુ બેઠકો યોજાશે. આ બેઠકોને રાજ્ય મંત્રીઓની કામગીરી સાથે પણ જોડવામાં આવી રહી છે. ભવિષ્યમાં થનારા કેબિનેટ ફેરબદલમાં પણ તેની અસર જોવા મળી શકે છે. કેબિનેટ વિસ્તરણ સમયે આ પ્રકારની પ્રક્રિયા અગાઉથી થતી આવી છે‘કામોની સતત સમીક્ષા થવી જોઈએ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં જળ શક્તિ મંત્રાલયની બે દિવસીય રાષ્ટ્રીય શિખર પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું હતું કે પરિષદમાં આપવામાં આવેલા સૂચનોને નક્કી કરેલા સમયમાં લાગુ કરવા જોઈએ. સાથે જ, આ કામોની સતત સમીક્ષા પણ થવી જોઈએ, જેથી જરૂરિયાત મુજબ તેમાં સુધારા કરી શકાય. વડાપ્રધાને શહેરોની વધતી વસ્તી અને ભવિષ્યમાં પાણીની જરૂરિયાત જેવા પડકારોને લઈને સ્થાનિક સંસ્થાઓને જાગૃત કરવાની વાત કરી હતી. તેમણે શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી તૈયારી કરવા પર ભાર મૂક્યો હતો.પાણી બચાવતી ટેક્નોલોજી અપનાવવા પર ભારવડાપ્રધાને પાણી બચાવતી ટેક્નોલોજીને વધુ પ્રમાણમાં અપનાવવા માટે પણ કહ્યું હતું. તેમણે ભારતીય ઉત્પાદકો અને સંબંધિત લોકોને વધુ સારા અને અસરકારક ઉકેલો વિકસાવવા તથા તેને મોટા પાયે લાગુ કરવામાં મદદ કરવા માટે ખાસ પ્રદર્શનો અને વર્કશોપ યોજવાનું સૂચન કર્યું હતું. આ માધ્યમથી સમગ્ર દુનિયામાં અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓની માહિતી પણ સામેલ કરી શકાય છે.આ પણ વાંચો: PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત

Read Full Story arrow_forward