android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Building Collapse: દિલ્હીના 'હોસ્ટેલ ડેઝ' પીજી હોનારત પાછળ શુ છે સત્ય?, જાણો
calendar_today September 6, 2026

Delhi Building Collapse: દિલ્હીના 'હોસ્ટેલ ડેઝ' પીજી હોનારત પાછળ શુ છે સત્ય?, જાણો

આ દુર્ઘટનામાં છ લોકોને બચાવાયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે. પીજી માલિક વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.પીજી માલિક વિરુદ્ધ નોંધાયો કેસ દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન નજીક રવિવારે ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઇ હતી. કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં છ લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલાયા છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે અન્ય લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતના માલિકની ઓળખ આનંદ બંસલ તરીકે થઈ છે, જે ગુરુગ્રામમાં રહે છે. તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આનંદ બંસલ ત્રણથી ચાર પીજી ચલાવે છે. રાહત અને બચાવ કામગીરી યથાવત્ કાટમાળમાં ફસાયેલા લોકોને ઓક્સિજન પૂરું પાડવા માટે બ્લિંકિટ દ્વારા ઓક્સિજન સિલિન્ડર પણ મેળવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ પીજીના ભોંયરામાં કામ ચાલી રહ્યું હતું. એક મહિના પહેલા નોટિસ જારી કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા પણ આ ઇમારત ખાલી કરાવવામાં આવી હતી. નીચે એક મેડિકલ શોપ કાર્યરત હતી. સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને બપોરે લગભગ 1:34 વાગ્યે નાનકપુરા ગુરુદ્વારા નજીક ઇમારત ધરાશાયી થવાની જાણ કરતો પીસીઆર કોલ મળ્યો હતો.ઇમારતનું બાંધકામ મુશ્કેલી વધારે તેવું 'હોસ્ટેલ ડેઝ'ના માલિકો હરિઓમ બંસલ અને આનંદ બંસલ છે. તેમની પાસે બીજી ઇમારત છે, જે તેમણે એક મહિના પહેલા બીજા કોઈને ભાડે આપી હતી. ચાર માળ અને એક ટેરેસ છે. દરેક માળે ચાર રૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં એક બેડનું ભાડું 18,000 રૂપિયા છે. બીજા માળે ભાડું નથી. ત્રીજા માળે ભાડું 16,000 રૂપિયા છે. ચોથો માળ 14,000 રૂપિયા છે. બે બેડ અને એક બેડ ધરાવતો રૂમ ભાડે આપવામાં આવે છે. રૂમ સાંકડી ગેલેરીઓમાં સ્થિત છે. આગ અથવા પતનના કિસ્સામાં, બીજો કોઈ બહાર નીકળવાનો રસ્તો નથી.આ પણ વાંચોઃ ચાર માળની PG ઇમારત ધરાશાયી, માલિક આનંદ બંસલ સામે નોંધાયો કેસ

Read Full Story arrow_forward
Suratના કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ કર્યું વેવાઈનું અપહરણ
calendar_today September 6, 2026

Suratના કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ કર્યું વેવાઈનું અપહરણ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્નના કૌટુમ્બિક વિવાદમાં અપહરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરો અને દીકરી ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા દીકરીના પિતા અને તેમના પરિવારે વેવાઈનું જ અપહરણ કરી લીધું હતું. કાપોદ્રા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસેની શક્તિવિજય સોસાયટી પાસેથી ગત રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આ સમગ્ર વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો.ગાડીમાં આવીને બળજબરીથી કરી ગયા અપહરણજયંતીભાઈનો દીકરો અને ભરતભાઈ મકવાણાની દીકરી તાજેતરમાં પ્રેમલગ્ન કરવા માટે ભાગી ગયા હતા. પોતાની દીકરીને કોઈપણ ભોગે પાછી મેળવવાના આશયથી ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારે આ કાવતરું રચ્યું હતું. ભરતભાઈનો પરિવાર અમદાવાદથી આવેલી ગ્રે કલરની ઈકો ગાડીમાં આવ્યો હતો અને સીમાડા નાકા પાસે જયંતીભાઈને આંતરીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી ભાગી છૂટ્યા હતા.પોલીસે હોટલમાંથી આરોપીઓને દબોચ્યાબનાવ અંગે ભોગ બનનાર જયંતીભાઈના પરિવારે તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરીને મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે સુરતથી આશરે 40 કિલોમીટર દૂર કોસંબા નજીક આવેલા ધમરોડ ગામની 'શિવશક્તિ હોટલ'ના પાર્કિંગમાંથી આરોપીઓને ઘેરી લીધા હતા. પોલીસે પીડિત જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવીને આરોપીઓને દબોચી લીધા હતા તથા રૂ. 2,40,000ની કિંમતની ઈકો ગાડી અને મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા
calendar_today September 6, 2026

Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી સાથે થયેલી રૂ. ૨૧.૮૬ લાખની છેતરપિંડીનો ઉકેલ લાવવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ સલાબતપુરાના એક ટેક્સટાઇલ વેપારી પાસેથી મોટી માત્રામાં રૂ. ૨૧.૮૬ લાખની કિંમતની સાડી ખરીદી હતી.ઠગાઈ આચરનાર 2 વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયામાલ મેળવી લીધા બાદ આરોપીઓએ નિયત સમયમર્યાદામાં વેપારીને નાણાં ચૂકવ્યા ન હતા. વેપારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા અને પોતાના વેપારધંધા બંધ કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હતા. આ અંગે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું.બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓને દબોચ્યાઆરોપીઓ રાજસ્થાનમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતાં સલાબતપુરા પોલીસની ખાસ ટીમે રાજસ્થાન ખાતે દરોડો પાડી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓને ટ્રાન્સફર રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવી રહ્યા છે.આરોપીઓએ સુરત માર્કેટના અન્ય કોઈ કાપડ વેપારી સાથે આ પ્રકારની ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો: Vadodara: પીએમ મોદીના કાર્યક્રમનું રજિસ્ટ્રેશન 1 કલાકમાં ફુલ, 36 હજારથી વધુ લોકો વેટિંગમાં

Read Full Story arrow_forward