android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી!
calendar_today September 6, 2026

Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી!

અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સફાઈ અને વૃક્ષારોપણના સંયુક્ત પરિપત્રનો ફિયાસ્કો થયો હોવાની ગંભીર બાબત સામે આવી છે. દર મહિનાના રવિવારે સઘન સફાઈ અભિયાન અને 'કેચ ધ રેઇન' અંતર્ગત નક્કર કામગીરી કરવાના બદલે રાજુલા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોએ માત્ર ઔપચારિકતા પૂરી કરી હતી. સાર્વજનિક સ્થળોએ વાસ્તવિક કામગીરી કરવાને બદલે અધિકારીઓ અને ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પ્રાંત કચેરી ખાતે ભેગા થઈ માત્ર ફોટો સેશન કરીને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.જ્યાં પહેલેથી જ સ્વચ્છતા અને વૃક્ષો હતાં ત્યાં જ કામગીરી બતાવી જિલ્લામાં રિપોર્ટ મોકલ્યોબનાવની ચોંકાવનારી વિગત મુજબ, રાજુલા પ્રાંત કચેરીમાં પહેલેથી જ પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયેલું છે અને પરિસર એકદમ સ્વચ્છ છે. છતાં પણ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત, વન વિભાગ અને શાસક પક્ષ ભાજપના આગેવાનોએ પ્રાંત કચેરીમાં જ ફરીથી રોપાઓ વાવીને તેમજ સફાઈના પોઝ આપીને તસવીરો પડાવી હતી. આ પ્રકારની બોગસ કામગીરી દર્શાવીને વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ અને જિલ્લા મથકે સફાઈ અભિયાન સફળ રહ્યું હોવાનો રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો.બસ સ્ટેન્ડ અને મુખ્ય બજારમાં ગંદકીના ઢગલા યથાવત, સ્થાનિકોમાં ભારે આક્રોશબીજી તરફ, રાજુલા શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર અને વિવિધ નિચાણવાળા રહીશોના વિસ્તારોમાં જ્યાં ખરેખર સફાઈ અને પબ્લિક હાઈજીનની જરૂરિયાત છે, ત્યાં ગંદકીના ખડકાયેલા ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. જે જગ્યાઓએ તંત્રના દ્રષ્ટિપાતની તાતી જરૂર છે તેને બાજુ પર મૂકીને માત્ર પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં નાટક રચવામાં આવતાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. લોકોએ માગ કરી છે કે કાગળ પર રિપોર્ટિંગ કરવાને બદલે તંત્ર દ્વારા શહેરના જાહેર સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને ખરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે.આ પણ વાંચો : Ahmedabadના વટવામાં લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્રો બન્યા જાનના દુશ્મન, બે ભાઈઓ પર ચાર શખ્સોનો હિચકારો હુમલો

Read Full Story arrow_forward
Suratના ઓલપાડથી કિમ જતા માર્ગ પર સીએનજી કારમાં અચાનક લાગી ભીષણ આગ
calendar_today September 6, 2026

Suratના ઓલપાડથી કિમ જતા માર્ગ પર સીએનજી કારમાં અચાનક લાગી ભીષણ આગ

સુરત જિલ્લાના ઓલપાડથી કિમ તરફ જતા મુખ્ય માર્ગ પર એક સીએનજી (CNG) કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સુરતથી હાંસોટ તરફ જઈ રહેલી કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની ચપેટમાં લઈ લેતાં માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.કારચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યોકારમાં ધુમાડા નીકળતાં અને આગ લાગતાં જ કારચાલકે અદભુત સમયસૂચકતા અને ત્વરિત બુદ્ધિશક્તિ વાપરી હતી. કારમાં સવાર ચાલકે તાત્કાલિક વાહન રોકીને સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલકના ઝડપી નિર્ણયના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યોકારમાં વિકરાળ આગ લાગી હોવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડને લાઈવ કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે સીએનજી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ
calendar_today September 6, 2026

Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચર્ચિત સીબીડી (CBD) મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અને કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બપોરે આશરે 2:00વાગ્યાના સુમારે કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને પરાણ મુકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. અમદાવાદમાં મોટી ગંભીર ઘટનાબનાવની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સીબીડી મોલ ખાતે દોડી ગયો હતો.ચાંદખેડા પોલીસે સીબીડી મોલ અને તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને કાળા રંગની ગાડી અને સમગ્ર ઘટનાક્રમની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ મેસેજના આધારે અમદાવાદ શહેર અને ગાંધીનગર સરહદી વિસ્તારોમાં કાળી કાર સંદર્ભે નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે. અપહરણના આ મેસેજ પાછળ કોઈ અંગત વિવાદ, અંગત મનમુટાવ કે અન્ય કોઈ કારણ છે કે કેમ અને મેસેજ કેટલો સત્ય છે તે તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે.ગાયિકાના પરિવારજનો અને પરિચિતો સાથે પણ પોલીસ સંપર્ક સાધીને વધુ વિગતો એકત્રિત કરી રહી છે.આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

Read Full Story arrow_forward