android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના સુરસાગર તળાવ ખાતે ભવ્ય કાર્યક્રમ: PM મોદીના આગમન પૂર્વે શહેર ભક્તિમય બન્યું
calendar_today September 7, 2026

Vadodaraના સુરસાગર તળાવ ખાતે ભવ્ય કાર્યક્રમ: PM મોદીના આગમન પૂર્વે શહેર ભક્તિમય બન્યું

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓના ભાગરૂપે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે એક અત્યંત ભવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને સુરસાગર તળાવ મધ્યે બિરાજમાન શિવજીની પ્રતિમાની મહાઆરતી કરી હતી અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.કૈલાશ ખૈરના ભક્તિમય સૂર અને સફાઈ કર્મચારીઓનું સન્માન આ ભવ્ય સાંજે દેશના જાણીતા અને લોકપ્રિય ગાયક કૈલાશ ખૈરે પોતાના સુમધુર કંઠે શિવભક્તિના ગીતો અને સંગીતના સૂર રેલાવ્યા હતા. કૈલાશ ખૈરના સંગીતમય કાર્યક્રમથી સમગ્ર સુરસાગર પરિસર શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં શહેરને સ્વચ્છ રાખતા મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા, જેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.પીએમ મોદીના આગમનને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ મહાઆરતી, રોશનીની ઝગમગાટ અને સંગીતના સૂરથી સુરસાગર તળાવ અત્યંત નયનરમ્ય અને ભક્તિમય બની ગયું હતું. વડાપ્રધાનના આગમનને પગલે વડોદરાવાસીઓમાં એક અનોખો આનંદ અને અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વડોદરા શહેર અત્યારે પીએમ મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત
calendar_today September 7, 2026

Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત

કુઆલાલંપુરથી જેદ્દા જઈ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે ફ્લાઇટને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.એન્જિન નંબર 2માં સામે આવી ખામીઅધિકારીઓના જણાવ્યા મુજબ ફ્લાઇટના એન્જિન નંબર 2 સાથે સંબંધિત ટેક્નિકલ સમસ્યા સામે આવી હતી. ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા. ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ઇમરજન્સી વચ્ચે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગફ્લાઇટ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે તે પહેલા એરપોર્ટ પર જરૂરી ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર અને અન્ય સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બાદમાં ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ 186 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.લેન્ડિંગ બાદ ટો વાહનથી પાર્કિંગ સુધી પહોંચાડાયું વિમાનસુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને ટો વાહનની મદદથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. એરલાઇન અને ટેક્નિકલ ટીમ દ્વારા એન્જિનમાં સર્જાયેલી ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે.મુસાફરો માટે કરાઈ રોકાવાની વ્યવસ્થાફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર રોકાવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટને આગળ જવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે અંગે ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ ચેન્નાઈ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા.આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward