New Yorkમાં મોહન ભાગવતનું સંબોધન: વિદેશમાં રહેતા ભારતીયોને કહ્યું- ‘કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહો’
Americaના ન્યૂયોર્ક શહેરમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ ડૉ. મોહન ભાગવતે ઐતિહાસિક ભાષણ આપ્યું. તેમણે દુનિયાને જણાવ્યું કે આપણા શરીર, પહેરવેશ, પૂજા પદ્ધતિ અને જીવનશૈલી અલગ હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિની અંદર રહેલી આત્મા તેમને એકબીજા સાથે જોડે છે. આ દરમિયાન RSS ચીફે અમેરિકા અથવા વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે તેઓ પોતાની કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહે. કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ: ભાગવતતેમણે કહ્યું કે, પ્રવાસી ભારતીયોની પોતાની કર્મભૂમિ પ્રત્યે એક ફરજ છે. તેમણે આ ફરજ પૂરી કરવી જોઈએ. તેમણે પોતાની કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કારણ કે ભારત તેમની જન્મભૂમિ છે, તેથી જો તેમના મનમાં ભારત માટે કંઈક કરવાની ઈચ્છા હોય અને તેઓ પોતાની કર્મભૂમિ પ્રત્યેની ફરજ પૂરી કર્યા બાદ આવું કરી શકે છે, તો તેમાં કોઈ મનાઈ નથી. સાથે જ તેમણે કહ્યું કે ભારતને આશા છે કે વિદેશોમાં રહેતા ભારતીયો ભારતે તેમને શીખવેલા મૂલ્યોને જાળવી રાખશે અને તે પ્રમાણે જીવન જીવશે.સાચા અને ખોટા વચ્ચેનો તફાવત RSS પ્રમુખે કહ્યું કે દુનિયાની જવાબદારી મનુષ્યો પર છે અને માનવ સમાજે વ્યાપક દૃષ્ટિકોણ સાથે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે ધર્મનો અર્થ કોઈ એક સમુદાય સુધી મર્યાદિત નથી, પરંતુ તમામ સીમાઓથી ઉપર ઊઠીને માનવ કલ્યાણ માટે કામ કરવું છે. ભગવાને મનુષ્યને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરવાની ક્ષમતા આપી છે અને આ ક્ષમતાનો ઉપયોગ કરીને તે વધુ સારા સમાજનું નિર્માણ કરી શકે છે.વિવિધતામાં એકતનો સંદેશમોહન ભાગવતે ભારતની ભૂમિકા પર પણ ખાસ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક જવાબદારી દુનિયાને ‘વિવિધતામાં એકતા’નો સંદેશ આપવાની છે. ભારતમાં વિવિધતા કોઈ પડકાર નથી, પરંતુ તાકાત છે. તેમણે કહ્યું કે વિવિધતાને દબાવવાની નહીં, પરંતુ તેનો ઉત્સવ મનાવવાની જરૂર છે. આ જ ભારતનો સ્વભાવ છે અને આ જ તેની ઓળખ પણ છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ
Read Full Story arrow_forward