android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbiના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ચોરી: તસ્કર મૂર્તિની ચેઈન ચોરીને થયો ફરાર
calendar_today September 8, 2026

Morbiના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ચોરી: તસ્કર મૂર્તિની ચેઈન ચોરીને થયો ફરાર

મોરબીના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસર મંદિરમાં ગત રોજ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ચોરી ગત કાલે દિવસ દરમિયાન જ આચરવામાં આવી હતી, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અજાણ્યા તસ્કરે જૈન દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલો સોના-ચાંદીનો ચેઈન ચોરી લીધો હતો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. રામજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જૈન દેરાસરમાં ચોરી કર્યા બાદ આ તસ્કરે બાજુમાં જ આવેલ રામજી મંદિરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે દરમિયાન મંદિરના પૂજારી અચાનક આવી પહોંચતા તસ્કરનો મનસુબો નિષ્ફળ રહ્યો હતો. પૂજારીને જોઈને ચાલાક તસ્કર મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો ઢોંગ કરીને ત્યાંથી ચુપચાપ ફરાર થઈ ગયો હતો. મંદિરોને લક્ષ્ય બનાવતી ગેંગ સક્રિય હોવાની આશંકા ખાખરેચી અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો અગાઉ જ ગામમાં આવેલ અંબાજી મંદિરમાંથી પણ દાનપેટીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. એકપછી એક મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતા પોલીસે વાયરલ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો
calendar_today September 8, 2026

Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગઆગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યોફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી

Read Full Story arrow_forward
Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો
calendar_today September 8, 2026

Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો

બોટાદમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'ના આક્ષેપો મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીન્ટુ કોળી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના એક યુવાનને ગેમિંગ સંબંધિત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.1 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન યુવાનને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના આશરે 20 દિવસ જૂની હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. ભાજપના આગેવાનો અને LCB PIના નામજોગ આક્ષેપવાયરલ થયેલા વીડિયોમાં આક્ષેપકર્તાએ ભાજપના આગેવાનોના ફોટા દર્શાવવાની સાથે તેમના નામો પણ જાહેર કર્યા છે. જેમાં LCBના PI તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડિયાની સીધી સંડોવણી હોવાના નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. વીડિયોમાં "સબૂત વગર કોઈ વ્યક્તિ બોલતું નથી" તેમ કહીને ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" નિવેદનને ટાંકીને પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે તટસ્થ તપાસની માગ વીડિયોના માધ્યમથી આક્ષેપકર્તાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયી તપાસ કરવામાં આવે તથા રૂ.1 કરોડ શા માટે લેવામાં આવ્યા તેની સત્યતા સામે લાવવામાં આવે. જોકે, નોંધનીય છે કે આ તમામ વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સામે આવી છે અને આ આક્ષેપોની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થયેલી નથી. પોલીસ અને સંબંધિત નેતાઓનો સત્તાવાર જવાબ કે વર્ઝન આવ્યા બાદ જ સમગ્ર મામલે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward