android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી
calendar_today September 8, 2026

Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી

અમદાવાદ ગ્રામ્યના મહત્વના વેપારી મથક એવા ધોળકા એપીએમસી (APMC) માર્કેટ યાર્ડની ચૂંટણીનો ધમધમાટ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સહકારી અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં સહકાર વિભાગની ૨ બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.ધોળકા APMC ચૂંટણીમાં ત્રિપંખીયો-દ્વિપંખીયો સંગ્રામહવે બાકી રહેલી બેઠકો પર કબ્જો મેળવવા માટે બંને મુખ્ય પેનલો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૩૦ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જેમના ભવિષ્યનો નિર્ણય ધોળકા તાલુકાના કુલ 753 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કરશે.ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 સપ્ટેમ્બરના રોજ સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.753 મતદારો આવતીકાલે 9 સપ્ટેમ્બરે કરશે મતદાનધોળકા એપીએમસીમાં ખેડૂતો, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને વેપારીઓના હિતોનું પ્રતિનિધિત્વ મેળવવા માટે આ સંગ્રામ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બંને પેનલોના આગેવાનો પોતપોતાની જીતના દાવો કરી રહ્યા છે, ત્યારે 10 સપ્ટેમ્બરે જ સ્પષ્ટ થશે કે ધોળકા APMC પર કોનો દબદબો સ્થાપિત થાય છે.આ પણ વાંચો: Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ

Read Full Story arrow_forward
Morbiના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ચોરી: તસ્કર મૂર્તિની ચેઈન ચોરીને થયો ફરાર
calendar_today September 8, 2026

Morbiના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ચોરી: તસ્કર મૂર્તિની ચેઈન ચોરીને થયો ફરાર

મોરબીના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસર મંદિરમાં ગત રોજ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ચોરી ગત કાલે દિવસ દરમિયાન જ આચરવામાં આવી હતી, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અજાણ્યા તસ્કરે જૈન દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલો સોના-ચાંદીનો ચેઈન ચોરી લીધો હતો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. રામજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જૈન દેરાસરમાં ચોરી કર્યા બાદ આ તસ્કરે બાજુમાં જ આવેલ રામજી મંદિરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે દરમિયાન મંદિરના પૂજારી અચાનક આવી પહોંચતા તસ્કરનો મનસુબો નિષ્ફળ રહ્યો હતો. પૂજારીને જોઈને ચાલાક તસ્કર મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો ઢોંગ કરીને ત્યાંથી ચુપચાપ ફરાર થઈ ગયો હતો. મંદિરોને લક્ષ્ય બનાવતી ગેંગ સક્રિય હોવાની આશંકા ખાખરેચી અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો અગાઉ જ ગામમાં આવેલ અંબાજી મંદિરમાંથી પણ દાનપેટીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. એકપછી એક મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતા પોલીસે વાયરલ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો
calendar_today September 8, 2026

Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગઆગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યોફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી

Read Full Story arrow_forward