android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક
calendar_today September 8, 2026

Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, એક વ્યક્તિએ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOના અધિકારી તરીકે આપી હતી.સુરક્ષા તપાસ દરમિયાન તેની પાસે PMO કાર્યાલયનું ઓળખપત્ર મળ્યું હતું. જોકે, તપાસ કરતાં આ ઓળખપત્ર નકલી હોવાનું સામે આવ્યું હતું.નકલી ID સાથે આવ્યો અને સાથી પાસે હતી બંદૂકઆ મામલામાં બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, PMO અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિ સાથે તેનો બોડીગાર્ડ પણ હતો અને તેની પાસે હથિયાર હતું.ગંભીર સવાલો ઊભા થયાનકલી ઓળખપત્ર અને હથિયાર સાથે બંને વ્યક્તિઓ ત્યાં શા માટે પહોંચ્યા હતા તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.મોદીનો કાર્યક્રમ હતો, ત્યારે જ સુરક્ષા એજન્સીઓ સતર્કઆ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જિયો વર્લ્ડ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના છે અને કાર્યક્રમને સંબોધિત કરવાના છે. આ દરમિયાન NMACCમાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવતા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.    24 વર્ષીય યુવકની ઓળખ સામે આવીપોલીસના જણાવ્યા મુજબ, કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને PMOનો અધિકારી ગણાવ્યો હતો.તેની સાથે રહેલો અન્ય વ્યક્તિ તેના બોડીગાર્ડ તરીકે હોવાનું સામે આવ્યું છે અને તેની પાસે બંદૂક હતી.નકલી ID અને હથિયાર પાછળ શું હતું પ્લાન?આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને વ્યક્તિઓ નકલી PMO ઓળખપત્ર અને હથિયાર સાથે ત્યાં કયા હેતુથી પહોંચ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.તપાસમાં વધુ ખુલાસા થઇ શકેબંને શંકાસ્પદ વ્યક્તિઓને થોડા સમયમાં મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તેના પર હવે નજર છે.   આ પણ વાંચો :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?
calendar_today September 8, 2026

Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?

ભારતમાં હાઈ-સ્પીડ રેલવેને લઈને લાંબા સમયથી ચાલી રહેલી તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે અથવા જૂન 2027 દરમિયાન શરૂ થવાની સંભાવના છે.પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે ? ટ્રાયલ બાદ અંદાજે બે થી ચાર મહિનાની પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં આ સેવા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના તૈયાર થયેલા એક ભાગ પર શરૂ કરવામાં આવશે.અશ્વિની વૈષ્ણવે કર્યો ખુલાસો વડોદરામાં આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેનનું પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ચૂક્યું છે અને તેને જરૂરી સ્ક્વિઝ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે.મંત્રીના જણાવ્યા પ્રમાણે, 2027ના મે-જૂન સુધીમાં સ્વદેશી બુલેટ ટ્રેન ટ્રાયલ માટે પાટા પર દોડતી જોવા મળી શકે છે. ટ્રાયલ અને અન્ય જરૂરી પરીક્ષણો પૂર્ણ થયા બાદ મુસાફરો માટે સેવા શરૂ કરવામાં આવશે. આ ટ્રેન શરૂ થયા પછી વડોદરા અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે. વૈષ્ણવે કહ્યું હતું કે બુલેટ ટ્રેન દ્વારા વડોદરાથી મુંબઈનું અંતર આશરે દોઢ કલાકમાં કાપી શકાશે.મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ કેટલે પહોંચ્યુ ? મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું બાંધકામ અનેક તબક્કામાં આગળ વધી રહ્યું છે. હાલ પ્રોજેક્ટના કેટલાક મહત્વપૂર્ણ વિભાગોમાં કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મળતી માહિતી મુજબ, સુરત-વાપી સેક્ટર ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરિડોરના અન્ય વિભાગો પણ શરૂ કરવાની યોજના છે.બુલેટ ટ્રેન સેવા તબક્કાવાર શરૂ કરવાની સંભવિત રૂપરેખા સુરત-બિલિમોરા: પ્રથમ તબક્કામાં સેવા શરૂ કરવાની યોજના.વાપી-સુરત: બીજા તબક્કામાં કામગીરી શરૂ થઈ શકે છે.વાપી-અમદાવાદ: ત્રીજા તબક્કામાં જોડાશે.અમદાવાદ-ઠાણે: ચોથા તબક્કામાં સેવા વિસ્તરશે.ઠાણે-મુંબઈ: અંતિમ તબક્કા બાદ અમદાવાદથી મુંબઈ સુધી સંપૂર્ણ સેવા શરૂ થશે. 'આત્મનિર્ભર ભારત' પર ભારબુલેટ ટ્રેન પ્રોજેક્ટને માત્ર ઝડપી પરિવહન સેવા તરીકે નહીં પરંતુ ભારતની સ્વદેશી ટેક્નોલોજી ક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત'ના વિઝન સાથે આગળ વધી રહ્યો છે.તેમણે રેલવે ક્ષેત્રમાં ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અંગે પણ વાત કરી. તેમના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ સિસ્ટમ, રિઝર્વેશન પ્લેટફોર્મ અને બાંધકામ સાથે જોડાયેલા જૂના નિયમો અને પ્રક્રિયાઓમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટા ફેરફારરેલવે મંત્રીએ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ચિનાબ બ્રિજ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયાની વાત કરી હતી. મિઝોરમને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડવાના પ્રોજેક્ટને પણ તેમણે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી.વૈષ્ણવના જણાવ્યા અનુસાર, દેશભરમાં આશરે 280 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે અને હજારો કિલોમીટર નવા રેલવે ટ્રેકનું નિર્માણ થયું છે. વંદે ભારત ટેક્નોલોજી આધારિત નવી કાર્ગો ટ્રેનો વિકસાવવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.તેમણે કહ્યું કે કોરોના મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની ગતિ જાળવી રાખવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ ભારતીય રેલવેને વધુ આધુનિક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે.દેશમાં અન્ય 7 બુલેટ ટ્રેન કોરિડોર પણ પ્રસ્તાવિતમુંબઈ-અમદાવાદ કોરિડોર ઉપરાંત દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કને વિસ્તૃત કરવાની લાંબા ગાળાની યોજના પણ છે. તેમાં નીચેના કોરિડોરનો સમાવેશ થાય છે:દિલ્હી-વારાણસીવારાણસી-પટના-સિલિગુડીમુંબઈ-પુણેપુણે-હૈદરાબાદબેંગલુરુ-ચેન્નાઈઆ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન

Read Full Story arrow_forward
Navsari: હું CM હતો ત્યારે કન્યા કેળવણી માટે ગામડે-ગામડે ભટકતો, સેવા ક્યારેય એળે નથી જતી-PM
calendar_today September 8, 2026

Navsari: હું CM હતો ત્યારે કન્યા કેળવણી માટે ગામડે-ગામડે ભટકતો, સેવા ક્યારેય એળે નથી જતી-PM

દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન થયું છે. હેલિપેડ પર વડાપ્રધાન મોદી આવી પહોંચતાં જ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી વડાપ્રધાન મોદી સીધા જ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.નવસારીમાં નરેન્દ્ર મોદીનું વિશેષ આગમનનવસારી ખાતે નિર્માણ પામેલું આ 'નમો કમલમ' કાર્યાલય માત્ર એક સંગઠનાત્મક કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદીએ રિબિન કાપીને આ હાઈટેક કાર્યાલયનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું.લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ નવસારી ખાતે આયોજિત ભવ્ય જાહેર સભા સ્થળ તરફ રવાના થયા છે. જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને તેઓ સંબોધિત કરશે અને દક્ષિણ ગુજરાત માટે વિવિધ વિકાસલક્ષી દિશાસૂચનો કરશે.ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવસારી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને સંસ્થાગત અને સામાજિક કાર્યોમાં ગતિ લાવી છે. પ્રવાસ દરમિયાન તેઓ નવસારીના ગામેગામ યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’માં સ્વયં જોડાયા હતા. તેમણે શ્રમદાન કરીને ગ્રામજનોને પોતાના ગામ અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા.પીએમ મોદીએ નવસારીને કમલમ કાર્યાલયની ભેટ આપી -સીએમ ભૂપેન્દ્ર પટેલ નાગરીક દેવો ભવનો મંત્ર આપ્યો પીએમ મોદીએ,ભાજપનો કાર્યકર્તા સતત લોકો વચ્ચે રહીને કામ કરી રહ્યા છે. મોદી મોદીના નારાથી Pmનું સ્વાગત કર્યં લોકોએ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. પીએમ મોદીએ લોકોને નમસ્કાર કર્યા,આજે નવસારીમાં ઘણા જુના જોગીના દર્શન થઈ રહ્યા છે.તમે આજે કાર્ય કર્તાઓ દ્વારા નવસારી જિલ્લાના વિકાસ માટેઆટલા વર્ષોથી ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છેભાજપનો કાર્યકર સતાના નશામાં ચકચૂર નથી થયો એણે સેવાનો માર્ગ પકડી રાખ્યો છે. તમે સૌથી વધારે મતથી સીઆર પાટીલને મોકલ્યા પોતાના સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ દક્ષિણ ગુજરાત અને નવસારી સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આજે નવસારીની પવિત્ર ધરતી પર ભાજપના ઘણા 'જૂના જોગીઓ' અને વર્ષોથી સંગઠન માટે સમર્પિત રહેલા સાથીઓના દર્શન થઈ રહ્યા છે, જે સંગઠનની વાસ્તવિક તાકાત દર્શાવે છે.હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે હુ ગામડે જતો કન્યા કેળવણી માટે હું ગામડે ગામડે ભટકતોકોઈ મારા કામની નોધ ના લેતુંહું જેમને આંગણી પકડીને નિશાળે લઈ ગયો હતો તે હવે જુનો ફોટો લઈને આવે કે સાહેબ તમે મને નિસાળે લઈ ગયા હતા. ઈમારત બનાવી મુશ્કેલ નથી પરંતુ તેમાં સેવાનો મોહ રહેવું જરૂરી છેતેમણે ભાવવિભોર થઈને જણાવ્યું હતું કે, "હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગામડાઓમાં જતો. કન્યા કેળવણી અને દીકરીઓના શિક્ષણ માટે હું ગામડે-ગામડે ભટકતો, નાનાં બાળકોની આંગળી પકડીને તેમને નિશાળે મૂકવા લઈ જતો હતો."

Read Full Story arrow_forward