Banaskantha : SDAU ખાતે વિશ્વ ખાદ્ય દિવસ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ ફેકલ્ટી હેઠળની કોલેજ ઓફ્ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તથા કોલેજ ઓફ્ રિન્યુએબલ એનર્જીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ખાદ્ય દિવસ-2026ની ઉજવણી કરવામાં આવી હતી.InnovateToday, Nourish Tomorrow થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પૌષ્ટિક આહાર, ખાદ્ય સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ કેળવવાનો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી વાનનું પ્રદર્શન યોજાયું હતું. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફ્સિર શ્રી ટી.એચ. પટેલ દ્વારા ફૂડ સેફ્ટી રેગ્યુલેશન અને કારકિર્દીના વિકલ્પ તરીકે ફૂડ સેફ્ટી વિષય પર નિષ્ણાત વ્યાખ્યાન અપાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward