Mandal : માંડલમાં PM શ્રી પ્રાથમિક શાળાની પાસે કચરાના ઢગ ખડકાતા રોષ
માંડલ નગરની પીએમશ્રી પ્રાથમિક શાળાની પાસેથી પસાર થતો વિસ્તાર જે આંબલીયા વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં છેલ્લાં અનેક મહિનાઓથી કચરો,પ્લાસ્ટિક, બિનજરૂરી વેસ્ટ સહિતની ગંદકીના ઢગ ખડકાયેલાં જોવા મળે છે, બાજુમાં આવેલ શાળાની દિવાલ પાસે અસહ્ય કચરો જમા થતાં હવે તેમાંથી દુર્ગંધ પણ પ્રસરી રહી છે. આંબલીયા વિસ્તારમાં દરગાહ અને શાળા આવેલી છે એ ઉપરાંત આગળ જતાં એક રસ્તો રહેણાંક વિસ્તારમાં જાય છે. જેથી દરગાહે આવતાં લોકો, રહેણાંક વિસ્તારમાં જતાં રહીશો અને અહીંથી પસાર થતાં અન્ય લોકો માટે પણ આ ગંદકી માથાના દુઃખાવા સમાન બની છે. સ્થાનિક કહે છે કે, વારંવાર તંત્ર સમક્ષ રજુઆત છતાં આ બાબતે હજુ સુધી નક્કર કાર્યવાહી કરાઈ નથી. જો આ કચરો અને ગંદકી સફાઈ નહીં થાય તો બાજુમાં શાળા પણ છે તેમના ક્લાસરૂમ સુધી દુર્ગંધ પ્રસરી શકે છે. બાળકોના આરોગ્ય સામે પણ સવાલ ઉભો છે ત્યારે આ કચરો અને ગંદકી દૂર કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવી આપવા સ્થાનિક લોકો,રહીશોની માંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward