android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના લિંબાયતમાં ઘરફોડ ચોરી મામલે કુખ્યાત આરોપીની ધરપકડ, 'ફેસ મેચ' એપ્લિકેશને ખોલી પોલ!
calendar_today September 8, 2026

Suratના લિંબાયતમાં ઘરફોડ ચોરી મામલે કુખ્યાત આરોપીની ધરપકડ, 'ફેસ મેચ' એપ્લિકેશને ખોલી પોલ!

સુરતના લિંબાયતમાં બનેલી એક મોટી ઘરફોડ ચોરીની ઘટનામાં સુરત પોલીસને સફળતા મળી છે. ગત 7 તારીખના રોજ ડૂભાલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના બંધ ઘરમાં અજ્ઞાત તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતી મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળની મુલાકાત લઈ આજુબાજુના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.'ફેસ મેચ' ટેકનોલોજીથી આરોપીની ધરપકડપોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 'ફેસ મેચ' (Face Match) એપ્લિકેશન દ્વારા શંકાસ્પદ વ્યક્તિના ચહેરાની ચકાસણી કરી હતી. આ ટેકનોલોજીની મદદથી આરોપીની ઓળખ અંકુશ કાલે તરીકે થઈ હતી. પકડાયેલ આરોપી સામાન્ય ચોર નથી, પરંતુ તેની સામે અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારી જેવા 102થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શાતીર ગુનેગાર લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યો હતો, પરંતુ આ વખતે આધુનિક ડિજિટલ ટેકનોલોજીની મદદથી પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી છે.5થી વધુ ચોરીના ભેદ ઉકેલાયાપોલીસે કુખ્યાત આરોપી અંકુશ કાલેની ધરપકડ કરીને તેની પાસેથી 116 ગ્રામ સોનાના દાગીના તેમજ 246 ગ્રામ ચાંદીના ઘરેણાં સહિત કુલ 15 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળ કામગીરીથી માત્ર ફાયર ઓફિસરના ઘરની ચોરી જ નહીં, પરંતુ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં થયેલી અન્ય ૫થી વધુ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ભેદ પણ ઉકેલાઈ ગયા છે. પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : રૂ.25 લાખની ખંડણી મામલે NSUI સામે ABVP આક્રમક! કડક કાર્યવાહીની માગ સાથે SP ને સોંપાયું આવેદનપત્ર
calendar_today September 8, 2026

Gandhinagar News : રૂ.25 લાખની ખંડણી મામલે NSUI સામે ABVP આક્રમક! કડક કાર્યવાહીની માગ સાથે SP ને સોંપાયું આવેદનપત્ર

=ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટી પાસે કથિત રીતે માંગવામાં આવેલી રૂ.25 લાખની ખંડણીના મામલે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં NSUI ના નેતા સુધીર રાવલ સામે યુનિવર્સિટી સંચાલકો પાસેથી જંગી રકમની ખંડણી માંગવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે રાજ્યના વિદ્યાર્થી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ABVP એ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરી મોરચો માંડ્યો છે.મહંત સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીના મહંત સ્વામી દ્વારા કલોલ પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે NSUI નેતા સુધીર રાવલે યુનિવર્સિટી પાસે રૂ.25 લાખની ગેરકાયદે ખંડણીની માગણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેઇલ કરી ખંડણી ઉઘરાવવાના આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ ABVP ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને NSUI તથા તેના નેતા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો.ગાંધીનગર SP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્રવિરોધ પ્રદર્શનના અંતે ABVP ના પ્રતિનિધિઓ અને કાર્યકરો દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) ને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે શિક્ષણ જગતને બદનામ કરતા અને ખંડણીખોરી આચરતા NSUI નેતા સુધીર રાવલ સામે કોઈ પણ શેહશરમ વગર તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પોલીસે પણ આવેદનપત્ર સ્વીકારીને મહંત સ્વામીની ફરિયાદના આધારે આગળની ધોરણસરની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ

Read Full Story arrow_forward
Supaul Madrasa Food Poisoning: મદરેસામાં ફૂડ પોઇઝનિંગથી 4 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, એક વિદ્યાર્થીનીનું મોત
calendar_today September 8, 2026

Supaul Madrasa Food Poisoning: મદરેસામાં ફૂડ પોઇઝનિંગથી 4 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, એક વિદ્યાર્થીનીનું મોત

Supaul Madrasa Food Poisoning: બિહાર (Bihar)ના સુપૌલ (Supaul)માં એક ખાનગી મદરેસામાં રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હતુ. આ ઘટનામાં એક 10 વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ ઘટના બસબિટ્ટી રોડ પર નગર પરિષદના વોર્ડ નંબર-19માં આવેલી એક ખાનગી મદરેસા (Madrasa)માં બની હતી. 7 સપ્ટેમ્બરની રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી. તમામને શહેરની ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન મંગળવારે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.2 વર્ષથી ચાલી રહી છે મદરેસામૃતક વિદ્યાર્થીનીની ઓળખ નેમુઆ ગામના કમર આલમની 10 વર્ષની દીકરી અલફિશા તરીકે થઈ છે. અલફિશા છેલ્લા લગભગ દોઢથી 2 વર્ષથી આ જ મદરેસામાં રહીને અભ્યાસ કરતી હતી. મદરેસા સંચાલકના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 60-65 વિદ્યાર્થીનીઓ રહેવાની સુવિધા સાથે અભ્યાસ કરે છે. આ મદરેસા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે.જમ્યા બાદ તબિયત બગડીમદરેસાના સંચાલક ખલીલ રહેમાને જણાવ્યું હતું કે ગત સોમવારે અલફિશાની માતા પોતાની દીકરીને મળવા આવી હતી. તેઓ દીકરી માટે મીઠાઈ અને સમોસા લઈને આવ્યા હતા અને ત્યારબાદ પરત જતા રહ્યા હતા. તે જ રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી.બીમાર પડેલી વિદ્યાર્થીનીઓમાં અલફિશા ઉપરાંત આફિયા, સહાના ખાતૂન અને હલીમા સાદિયા સામેલ છે. તમામને તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન અલફિશાની તબિયત વધુ બગડી અને તેનું મોત થયું.પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યોઘટનાની જાણ થતાં પોલીસની ટીમ મદરેસા પહોંચી હતી. તપાસ કરવામાં આવી અને મદરેસાના સંચાલક સહિત અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે.સદર એસડીએમ મનોહર કુમાર સાહે જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ તેઓ એસડીપીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે એક વિદ્યાર્થીનીના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય 2-3 વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમ સાવન કુમારના નિર્દેશ પર જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે પણ મદરેસાની તપાસ કરી હતી. અધિકારીઓએ સંસ્થાનું સંચાલન, ઉપલબ્ધ સુવિધાઓ, વિદ્યાર્થીનીઓના રહેવાની વ્યવસ્થા અને સંબંધિત દસ્તાવેજોની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીનીઓને રહેણાંક સુવિધા સાથે રાખવાની મંજૂરી સંસ્થાને મળી છે કે નહીં અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.સદર એસડીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં મામલો ફૂડ પોઇઝનિંગ સાથે જોડાયેલો હોવાનું જણાય છે, પરંતુ વિદ્યાર્થીનીઓની તબિયત બગડવાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.એસપીએ શું કહ્યું?એસપી શરથ આરએસે જણાવ્યું કે બસબિટ્ટી રોડ પર આવેલી મદરેસામાં એક બાળકીના મોત અને અન્ય ઘણી બાળકીની તબિયત બગડવાની માહિતી પોલીસને મળી હતી. ડોક્ટરો સાથે વાતચીત અને તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.

Read Full Story arrow_forward