android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kalol : માતા સાથેની માથાકૂટની વાત સાંભળી પુત્ર ઉશ્કેરાયો, લાકડી લઇને તૂટી પડતાં પિતાનું મોત
calendar_today September 8, 2026

Kalol : માતા સાથેની માથાકૂટની વાત સાંભળી પુત્ર ઉશ્કેરાયો, લાકડી લઇને તૂટી પડતાં પિતાનું મોત

મહેસાણા જિલ્લાના કલોલમાં પુત્રએ પિતા પર લાકડી વડે હુમલો કરતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. કલોલના ફોર્ચ્યુન ફ્લેટ પાસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.માથાકૂટ કેવી રીતે હત્યા સુધી પહોંચી?કલોલ પાસેના બોરીસણા નજીક આવેલા સંકલ્પ ફ્લેટમાં રહેતા 65 વર્ષીય કાંતિલાલ પ્રજાપતિને તેમની પત્ની સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ કાંતિલાલ પ્રજાપતિ ફોર્ચ્યુન ફ્લેટ પાસે આવેલી પોતાની દુકાને પહોંચ્યા હતા.માતાની વાત સાંભળી કલ્પેશ ઉશ્કેરાઈ ગયોદરમિયાન તેમનો પુત્ર કલ્પેશ ઘરે આવ્યો હતો. જ્યાં તેની માતાએ પિતા સાથે થયેલી માથાકૂટ અંગે વાત કરી હતી. આ વાત સાંભળીને કલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો.પિતા પાસે પહોંચ્યા બાદ પુત્રએ શું કર્યું?કલ્પેશ સાયકલ પંચરનું કામ કરતા પોતાના પિતા પાસે પહોંચ્યો હતો. ત્યાં પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પિતા કાંતિલાલ પ્રજાપતિ પર હુમલોબોલાચાલી દરમિયાન પુત્ર કલ્પેશે ત્યાં પડેલી લાકડી હાથમાં લઈને પિતા કાંતિલાલ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. લાકડીઓ વડે માર મારવામાં આવતા કાંતિલાલ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ બચી ન શક્યાગંભીર રીતે ઘાયલ કાંતિલાલ પ્રજાપતિને સારવાર માટે 108 મારફતે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કાંતિલાલ પ્રજાપતિનું મોત થયું હતું. પુત્રના હુમલામાં પિતાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચીઘટનાની જાણ થતાં પોલીસે શું કાર્યવાહી કરી? ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બનાવ અંગે કાર્યવાહી શરૂ કરીને આરોપી પુત્રને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પારિવારિક વિવાદ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટના દરમિયાન ખરેખર શું બન્યું હતું, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.હવે તપાસમાં કયા ખુલાસા સામે આવશે?મૃતક કાંતિભાઈ પ્રજાપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.  આ પણ વાંચો  :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer: ગુજરાતમાં કેમ ડમ્પર ચાલકો બેફામ બન્યાં છે? અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ?
calendar_today September 8, 2026

Sandesh Digital Explainer: ગુજરાતમાં કેમ ડમ્પર ચાલકો બેફામ બન્યાં છે? અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ?

ગુજરાતમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. હાઈવે હોય કે પછી શહેર હોય નગર હોય કે ગામ હોય બેફામ બનેલા ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. ઘણા ડમ્પર ચાલકો એવા હોય છે કે જેમની પાસે વાહન ચલવવા માટેનું લાઈસન્સ પણ હોતું નથી. ભારે વાહનો દ્વારા થતાં અકસ્માતોમાં ગંભીર ઈજાઓ અને મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરીઅમદાવાદના થલતેજ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 11 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપી ડમ્પર ચાલક વિમલ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે. આ જ ડમ્પરે અગાઉ એપ્રિલ મહિનામાં પણ ગોતા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં નરપતભાઈ અને સુશીલકુમાર નામના બે વ્યક્તિઓના મોત થયા હતા અને તે વખતે પણ આ જ ડમ્પર ચાલક વિમલ ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે આ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. પરંતુ બેફામ બનેલા આવા ડમ્પર ચાલકો સામે પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે. અકસ્માતના આરોપી ડ્રાઈવર પાસે લાઈસન્સ નહોતુઅમદાવાદમાં થયેલા આ અકસ્માતના આરોપી ડ્રાઈવર પાસે લાઈસન્સ નહોતુ. પરંતુ ખરેખર એ એકલો નથી કે જેની પાસે લાઈસન્સ નહોતુ. રાજ્યમાં દોડી રહેલા મોટા ભાગના ડમ્પર ચાલકો પાસે લાઈસન્સ નહીં હોવાની પણ લોકચર્ચાઓ સામે આવતી રહે છે. લોકો ડમ્પર ચાલકો સામે ફરિયાદ કરે ત્યારે પોલીસ જ આંખ આડા કાન કરતી હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી રહે છે. જ્યારે કેટલાક કિસ્સાઓ એવા હોય છે જેમાં માત્ર કહેવા પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવાતો હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે નિર્દોષ લોકો ગંભીર ઈજા સહન કરે છે અથવા તો જીવ ખોઈ રહ્યાં છે. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં એક માતાની સામે જ તેના 11 વર્ષના બાળકનું મોત થયું છે. માતાએ તેના વ્હાલસોયાને ખોયો છે. તેનું દર્દ માતા જ જાણે છે પણ જે લોકો ટ્રાફિક નિયંત્રણ કરે છે તેમને સહેજ પણ આ દર્દની અસર નથી હોતી. અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળોગુજરાતમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષના આઠ મહિના દરમિયાન રાજ્યભરમાં રોડ અકસ્માતોને કારણે 1.45 લાખથી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષની સરખામણીએ અકસ્માતમાં ઈજા થવાના પ્રમાણમાં 27 ટકાનો મોટો વધારો થયો છે. રાજ્યમાં અકસ્માતો અને ઈજાના કેસોની બાબતમાં અમદાવાદ જિલ્લો મોખરાના સ્થાને છે.અમદાવાદમાં ગત વર્ષના પ્રથમ આઠ મહિનામાં 18541 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને 21995 થયા છે. આ રીતે વડોદરા 8883 કેસ સાથે ત્રીજા, રાજકોટ 7145 કેસ સાથે ચોથા અને વલસાડ 5113 કેસ સાથે પાંચમા ક્રમે છે. રેતી ચોરી અને ખનીજ ચોરી કરતાં ડમ્પરો બેફામગુજરાતમાં રેતી ચોરી અને ખનીજ ચોરી કરતાં ડમ્પરો બેફામ બની રહ્યાં છે. ખાણ અને ખનીજ વિભાગની સતત કાર્યવાહીની વચ્ચે પણ આ ડમ્પર ચાલકો દોડી રહ્યાં છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં બાંધકામ ઉદ્યોગનો વિકાસ થયો છે. અહીં રોજે રોજ રેતી લઈને આવતા ડમ્પરોની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં ભારે વાહનો માટેના નિયમો હોવા છતાં આ ડમ્પરો બેફામ પણે ફરી રહ્યાં છે. આ પણ વાંચોઃ PM Narendra Modi Live Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે

Read Full Story arrow_forward
Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત
calendar_today September 8, 2026

Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત

અમદાવાદમાં આંગણવાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2,128 આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે. જોકે, આમાંથી 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાંએટલે કે, અમદાવાદ શહેરની લગભગ 60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતા કોર્પોરેશન સામે હવે આ મુદ્દે સવાલો ઊભા થયા છે.દર મહિને ભાડા પાછળ કેટલો ખર્ચ થાય છે?અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે દર મહિને અંદાજે 8 હજારથી 14 હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.યોજન પર પણ પ્રશ્નો ઊભા થયાએક તરફ શહેરમાં મોટી સંખ્યામાં આંગણવાડીઓ માટે દર મહિને ભાડાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે વર્ષો સુધી આ ખર્ચ ચાલુ રાખવા પાછળના આયોજન પર પણ પ્રશ્નો ઊભા થયા છે.પોતાની જમીન છતાં કાયમી મકાનો કેમ નહીં?અમદાવાદમાં કુલ 2,128 આંગણવાડીઓમાંથી માત્ર 603 આંગણવાડીઓ જ કોર્પોરેશનના પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો કોર્પોરેશન વર્ષોથી આંગણવાડીઓના ભાડા પાછળ મોટી રકમ ખર્ચી રહ્યું છે તો કોર્પોરેશનની પોતાની જમીન પર કાયમી આંગણવાડીઓનું નિર્માણ કેમ કરવામાં આવતું નથી?હવે ખાલી પ્લોટોની યાદી મંગાવાઈઆ મુદ્દે મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના ખાલી પ્લોટ પર આંગણવાડીઓ બનાવવા માટે તંત્ર પાસેથી ખાલી પ્લોટોની યાદી મંગાવવામાં આવી છે. હવે તંત્ર દ્વારા ખાલી જમીનોની યાદી મળ્યા બાદ કોર્પોરેશનની પોતાની જમીન પર નવી અને કાયમી આંગણવાડીઓ બનાવવાની પ્રક્રિયા આગળ વધે છે કે નહીં, તેના પર નજર રહેશે.  આ પણ વાંચો   :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward