android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ
calendar_today September 8, 2026

Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ

મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર અને તેમના પરિવારજનો પર પાડોશીઓ દ્વારા ઉગ્ર ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર જયાબેન અશોકભાઈ પરમાર અને તેમના પરિવાર સાથે સોસાયટીના આંતરિક વિવાદ મુદ્દે સામા પક્ષના પાડોશીઓએ અદાવત રાખીને સરેઆમ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ બનાવને પગલે શાંત ગણાતી સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘરમાં બળજબરીથી પ્રવેશી માર માર્યોબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીના જૂના વિવાદની અદાવતમાં સામા પક્ષના લોકોએ મહિલા ડોક્ટર જયાબેનના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ પરિવારના સભ્યો સાથે અત્યંત અમાનવીય વર્તન કરીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. આ હુમલા દરમિયાન ફરિયાદી જયાબેનના પતિ અને ભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને સ્વજનોને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.112 પર કોલ કરતાં પોલીસ દોડી આવીઘટના સમયે પીડિત પરિવાર દ્વારા કંટ્રોલ રૂમ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવતાં જ મહેસાણા પોલીસનો કાફલો તુરંત બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર મામલે મહિલા ડોક્ટરની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે સામા પક્ષના 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના રહીશોના નિવેદનો નોંધવાની સાથે આરોપીઓની અટકાયત કરવા માટેની કાયદાકીય તજવીજ તેજ કરી છે.આ પણ વાંચો : Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત

Read Full Story arrow_forward
Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીની જાહેરમાં છેડતી: સ્થાનિકોએ વિધર્મી વૃદ્ધને ચખાડ્યો મેથીપાક
calendar_today September 8, 2026

Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીની જાહેરમાં છેડતી: સ્થાનિકોએ વિધર્મી વૃદ્ધને ચખાડ્યો મેથીપાક

સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી. યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.યુવતીએ 112 પર કોલ કરીને બોલાવી પોલીસયુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.પોલીસે છેડતી કરનાર વૃદ્ધની કરી અટકાયત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેથીપાક પામેલા વિધર્મી વૃદ્ધને ગુસ્સે ભરાયેલા લોકોના હાથમાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે યુવતીની છેડતી કરનાર વૃદ્ધની કાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે ખસેડ્યો છે. પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલ પરિસરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આગળની તપાસ શરુ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM મોદીએ Gen Z ને શું કહ્યું, કિંજલ રબારીના કેસમાં અપડેટ સહિત વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
calendar_today September 8, 2026

PM મોદીએ Gen Z ને શું કહ્યું, કિંજલ રબારીના કેસમાં અપડેટ સહિત વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1.PM Narendra Modi Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે2. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો3. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?4. Viral Video: ચક્કર ખાઇને અધિકારી પડ્યા..મંત્રીએ આપ્યો CPR છતાં ન બચ્યો જીવ, જુઓ Video5. IND Vs PAK : 'હું ફક્ત ભારતને હરાવવા માંગુ છું': પાકિસ્તાનનો ઘમંડ યથાવત, ફરી ઓક્યું ઝેર6. આંતરજાતિય પ્રેમ લગ્ન અંગે Aniruddhacharya Maharajનો ખુલાસો, 'પ્રેમમાં પડતા પહેલા આધાર કાર્ડ તપાસો7. Gujarat રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી: 11 સપ્ટેમ્બરથી વધશે વરસાદનું જોર!8. Strait of Hormuz વિવાદ વચ્ચે USની ધમકી સામે ઝૂકી રહ્યું છે Canada!, તો Iranએ કેમ વ્યક્ત કરી નારાજગી?, જાણો9. Iran US Conflict: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની મોટી યોજના, Middle East સૈન્ય પ્લાન થઇ રહ્યો છે તૈયાર10. Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત!

Read Full Story arrow_forward