android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ
calendar_today September 8, 2026

Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ

દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન થયું છે. હેલિપેડ પર વડાપ્રધાન મોદી આવી પહોંચતાં જ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી વડાપ્રધાન મોદી સીધા જ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.નવસારીમાં નરેન્દ્ર મોદીનું વિશેષ આગમનનવસારી ખાતે નિર્માણ પામેલું આ 'નમો કમલમ' કાર્યાલય માત્ર એક સંગઠનાત્મક કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદીએ રિબિન કાપીને આ હાઈટેક કાર્યાલયનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું.લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ નવસારી ખાતે આયોજિત ભવ્ય જાહેર સભા સ્થળ તરફ રવાના થયા છે. જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને તેઓ સંબોધિત કરશે અને દક્ષિણ ગુજરાત માટે વિવિધ વિકાસલક્ષી દિશાસૂચનો કરશે.ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવસારી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને સંસ્થાગત અને સામાજિક કાર્યોમાં ગતિ લાવી છે. પ્રવાસ દરમિયાન તેઓ નવસારીના ગામેગામ યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’માં સ્વયં જોડાયા હતા. તેમણે શ્રમદાન કરીને ગ્રામજનોને પોતાના ગામ અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા.

Read Full Story arrow_forward
Ahmedabadના દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી: પોપટિયા વાડમાં ડિમોલેશન ઝુંબેશ
calendar_today September 8, 2026

Ahmedabadના દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી: પોપટિયા વાડમાં ડિમોલેશન ઝુંબેશ

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલ દરિયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાપુર વિસ્તારની પોપટિયા વાડમાં ખડકી દેવામાં આવેલા અનધિકૃત રહેણાંક કોમ્પ્લેક્સ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.મંજૂરી વગર ઊભા કરાયા હતા રહેણાંક કોમ્પ્લેક્સ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પોપટિયા વાડ વિસ્તારમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પૂર્વ પ્લાન મંજૂરી કે પરવાનગી લીધા વિના જ મસમોટા રહેણાંક કોમ્પ્લેક્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ તંત્ર દ્વારા અગાઉ નોટિસો આપવા છતાં બાંધકામ દૂર કરવામાં ન આવતાં આખરે એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને જેસીબી અને ક્રેનની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ના બને અથવા સ્થાનિકો તરફથી કોઈ વિરોધ ન થાય તે માટે અગાઉથી જ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ કાફલાની હાજરીમાં તંત્ર દ્વારા સુચારુ રૂપે આખી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં મંજૂરી વગર થતાં આવા ગેરકાયદે બાંધકામો સામે આવનારા દિવસોમાં પણ આ જ રીતે આકરાં પગલાં ચાલુ રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ
calendar_today September 8, 2026

Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ

જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ પાસે ખનીજ માફિયાઓના બેફામ વાહનોના કારણે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલા એક તોતિંગ ડમ્પરે પૂરપાટ ઝડપે જઈ રહેલા સમયે ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા કિનારે પાર્ક કરેલી એક કાર પર પલ્ટી મારી દીધી હતી. ડમ્પર કાર પર ખાબકતાં જ કારનો ભુકડો બોલી ગયો હતો. સદનસીબે કાર નજીક જ ઉભેલા બે વ્યક્તિઓ સમયસૂચકતા વાપરીને ખસી જતાં તેમનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો, જેનાથી મોટી હોનારત ટળી હતી.સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદઆ ભયાનક અકસ્માતના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ ગયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેતી ભરેલું ડમ્પર અત્યંત ભયજનક ઝડપે વંથલી યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં જ ડમ્પર પલટી મારીને ધડાકાભેર કાર પર પડ્યું હતું. કારની બાજુમાં જ ઉભેલા બે નાગરિકોએ ડમ્પર પોતાની તરફ પલટાતું જોઈને ત્વરિત દોડ લગાવી દીધી હતી, જેના કારણે તેઓ કાળના મુખમાંથી સહેજમાં બચી ગયા હતા.બેફામ ચાલતા ડમ્પરો સામે લોકોમાં રોષવંથલી અને જૂનાગઢ પંથકમાં અવારનવાર ખનીજ ચોરી કરીને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોના લીધે અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડમ્પર હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેની અટકાયત કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો : Bharuchમાં વિદ્યાર્થીને પાઇપથી ફટકારનાર શિક્ષક સસ્પેન્ડ, પરિવારની ફરિયાદ બાદ આમોદ પોલીસે ધાકધમકી આપનાર શિક્ષકને જેલભેગો કર્યો

Read Full Story arrow_forward