calendar_today
September 8, 2026
PM Modi In Gujarat : PM મોદીએ ગુજરાતને આપી રૂ.35 હજાર કરોડની વિકાસ ભેટ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસના પ્રારંભે સંસ્કારી નગરી વડોદરા ખાતે આવી પહોંચ્યા છે. વડોદરા ખાતે યોજાયેલા વિશેષ 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં તેઓ દેશની નવી પેઢી એટલે કે 'Gen Z' યુવાનોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પર ચાલતા-ચાલતા PM મોદી યુવાનો સાથે સીધો સંવાદ સાધશે અને નવી ઊર્જા સાથે યુવા ભારતને માર્ગદર્શન આપશે.લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પિત કરાનાર પ્રોજેક્ટ્સવેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC)ના ત્રણ સેક્શનસાણંદ (નોર્થ) – મકરપુરાન્યૂ ઉમરગામ – ન્યૂ સફાળેન્યૂ સફાળે – JNPTકુલ લંબાઈ: 326 રૂટ કિમીખર્ચ: રૂ. 20,700 કરોડથી વધુલાભ: JNPA સાથે સીધી કનેક્ટિવિટી આપશે અને EXIM (આયાત-નિકાસ) કાર્ગોની ઝડપી અવરજવરને સુગમ બનાવશે.નવી ફ્રેટ (માલગાડી) ટ્રેન સેવાઓન્યૂ સાણંદ (નોર્થ), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT (મુંબઈ) વચ્ચે સેવાઓ શરૂ થશે.વડોદરા – ટાંડા રોડ ટ્રેન સેવાનવી પેસેન્જર ટ્રેન સેવા, જેનાથી વડોદરા, છોટા ઉદેપુર અને અલીરાજપુર જિલ્લાના મુસાફરોને સીધો લાભ મળશે.PM મોદી જે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્તત્રણ રેલવે પ્રોજેક્ટ્સવડોદરા – રતલામ ત્રીજી અને ચોથી રેલ લાઇનમિયાગામ કરજણ – ચોરંડા – માલસર ગેજ પરિવર્તનવિશ્વામિત્રી – ડભોઈ રેલવે લાઇનનું ડબલિંગ (બેવડી લાઇન)કુલ લંબાઈ: 329 કિમીખર્ચ: રૂ. 9,700 કરોડથી વધુત્રણ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ:ખર્ચ: આશરે રૂ. 1,780 કરોડગુજરાત સરકારના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ:રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તકુલ મૂલ્ય: આશરે રૂ. 2,600 કરોડવડોદરામાં PM મોદીના હસ્તે રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કારી નગરી વડોદરા ખાતેથી ગુજરાતને રૂ. 35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભવ્ય ભેટ આપી છે.
25 વર્ષમાં ગુજરાતનો વિકાસ બદલાયો, PM મોદીની દૂરંદેશીને CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવીવડોદરા ખાતે Gen Z યુવાનોને સંબોધિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને દૂરંદેશીનો લાભ ગુજરાતને છેલ્લા 25 વર્ષથી સતત મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે PM મોદીએ સ્વચ્છતાથી સ્વાગત સુધીનો અભિગમ અપનાવ્યો છે અને તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશનું ડિફેન્સ બજેટ ૧.૭૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવા સાથે ઈ-લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીનું મોડલ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દુરંદેશી નેતૃત્વથી અશક્ય કામો પણ શક્ય બને છે તે સાબિત કરીને પ્રધાનમંત્રી આજે ટ્રાન્સપોર્ટથી કનેક્ટિવિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી રહ્યા છે.બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવવડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે બુલેટ ટ્રેનનું કામ અત્યંત પૂરઝડપે ચાલી રહ્યું છે અને સુરતથી વાપી વચ્ચેનો પ્રથમ સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ મહિના સુધી ટ્રેનનું કડક ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ભવ્ય ઉદ્ઘાટન થશે. આ બુલેટ ટ્રેન શરૂ થવાથી વડોદરાથી મુંબઈ સુધીની મુસાફરીનો સમય ઘટીને માત્ર દોઢ કલાકનો થઈ જશે, જે વડોદરાવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી સુવિધા બની રહેશે.રેલવેનું આધુનિકીકરણ ખાસ કરીને યુવા પેઢી માટે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવકેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય રેલવેનું આધુનિકીકરણ ખાસ કરીને દેશની યુવા પેઢી માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રેલવે હાલ આધુનિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને આ પરિવર્તન એક ખૂબ જ મોટો માઇલસ્ટોન (મહત્વનો તબક્કો) છે, જે મુખ્યત્વે આપણી સાથે જોડાયેલી નવી પેઢી અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.PM મોદી દાદરી-JNPT ફ્રેટ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવકેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દાદરીથી JNPT સુધીનો ફ્રેટ કોરિડોર પૂર્ણ થઈ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને ટૂંક સમયમાં રાષ્ટ્રને સમર્પિત કરશે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ભારતના માલસામાન પરિવહન (ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને વેગવંત બનાવવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.PM મોદી MS યુનિવર્સિટી પહોંચ્યા, પેવેલિયન ગ્રાઉન્ડમાં Gen Z સાથે કરશે સીધો સંવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા સ્થિત MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે. અહીં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી 'Gen Z' યુવાનો સાથે સીધો સંવાદ કરશે. PM મોદીના આગમનને લઈને પેવેલિયન ગ્રાઉન્ડમાં ઉપસ્થિત યુવા વર્ગમાં અદભુત ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી સાથે મુક્તમને ચર્ચા કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો
Read Full Story
arrow_forward