android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
calendar_today September 8, 2026

Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા એક અત્યંત કડક અને હિસાબી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી પજવણી અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉચ્ચ સ્તરે નોંધાવવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ આ આકરાં પગલાં લીધાં છે.બોડી ઓન કૅમેરા પહેર્યા વગર ચેકિંગ કર્યું, તપાસમાં થયો ખુલાસોસસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ વિભાગના કડક દિશા-નિર્દેશો મુજબ એરપોર્ટ પર મુસાફરોના ચેકિંગ કે પૂછપરછ દરમિયાન તમામ અધિકારીઓ માટે 'બોડી ઓન કૅમેરા' (Body-on Camera) પહેરવા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આમ છતાં, આ અધિકારીઓએ કૅમેરા પહેર્યા વગર મુસાફર સાથે ગેરવર્તણૂક અને હેરાનગતિ કરી હતી. મુસાફરે આ સમગ્ર બનાવ અંગે કસ્ટમ્સ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જ પ્રાથમિક તપાસમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર આવી કાર્યવાહીઅમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એક સાથે ચાર જેટલા ઉચ્ચ કસ્ટમ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેના કારણે એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારી વર્તુળોમાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરો સાથેની ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર કે સરકારી નિયમોનો અનાદર ચલાવી લેવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા ચારેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો : Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...

Read Full Story arrow_forward
Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા
calendar_today September 8, 2026

Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા

સુરતમાં નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરાતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.હાઈકોર્ટમાં ચાલી રહેલા આ ડિમોલિશનના કેસમાં મનપા તરફથી હાજર થતા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસમાંથી હટી જવાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મનપા કમિશ્નરની બદલી બાદ નવા કમિશનર તરીકે રાજકુમાર બેનિવાલે ચાર્જ સંભાળી લીધો છે. એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યોનાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન ઉપરાંત સમગ્ર પ્રકરણમાં મનપાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના સસ્પેન્શનને પડકારતી અરજીમાં પણ એડવોકેટ જનરલ ત્રિવેદી મનપાની તરફણમાં રજૂ થતા હતા. જોકે,પાલિકાના અધિકારીઓની ખો ખોની રમત, એફિડેવિટ માટે જરૂરી માહિતી, પુરાવા રજૂ કરવા મુદ્દે બેપરવા વલણ સહિતનાં કારણોને લીધે થોડા સમય પહેલાં જ એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યો હોવાની ચર્ચા ચાલી હતી.મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડીજેમાં હવે તેઓ દ્વારા મનપા તંત્રને જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મહત્ત્વના કેસ વચ્ચે એડવોકેટ જનરલના ખસી જવાના નિર્ણયથી હવે મનપાના વહીવટી તંત્રને નવા કાનૂની સલાહકારની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરવી પડી છે. નાસીરનગર ડિમોલિશન મામલે અગાઉથી જ હાઈકોર્ટની કાર્યવાહી અને મનપાની કામગીરીને લઈને તંત્ર પર દબાણ છે ત્યારે હવે મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડી છે.પાલિકા કમિશનરે કેસનો ચિતાર મેળવ્યો2004 બેચના આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે સોમવારે પદભાર સંભાળ્યો છે.ચાર્જ સંભાળવાની સાથે જ કમિશનરે વિવાદિત નાસીરનગર પ્રકરણનો ચિતાર મેળવ્યો હતો. કમિશનર બેનીવાલે ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડૉક્ટર સાથે સમગ્ર કાનૂની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધુમાં, કમિશનર બેનીવાલ વિવાદમાં નિમાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના પણ સભ્ય છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward
Padma Shri: પદ્મશ્રી હરેકલા હજબ્બાને ECએ પાઠવી SIR નોટિસ, નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા
calendar_today September 8, 2026

Padma Shri: પદ્મશ્રી હરેકલા હજબ્બાને ECએ પાઠવી SIR નોટિસ, નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા

સંતરા વેચીને પોતાના ગામમાં શાળા બનાવનાર હજબ્બાને વર્ષ 2020માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા. હવે કર્ણાટકમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેમના નામમાં નોંધાયેલી વિસંગતિને લઈને તેમને નોટિસ પાઠવવામાં આવી છે.શું છે સમગ્ર મામલો?મળતી માહિતી અનુસાર, વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું હતું. જોકે ત્યારબાદના લગભગ તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેમનું સંપૂર્ણ નામ ‘હેરેકલા હજબ્બા’ તરીકે નોંધાયેલું છે. તેમના ઓળખપત્રો, રેશન કાર્ડ, પાસપોર્ટ, નવા મતદાર ઓળખપત્ર તેમજ પદ્મશ્રી સન્માન સંબંધિત દસ્તાવેજોમાં પણ ‘હરેકલા હજબ્બા’ નામ જ દર્શાવવામાં આવ્યું છે.જૂની મતદાર યાદી અને હાલના સત્તાવાર દસ્તાવેજોમાં નામના આ તફાવતને ચૂંટણી પંચે ‘વિસંગતિ’ની શ્રેણીમાં મૂક્યો છે. આ કારણે તેમને દસ્તાવેજોની ચકાસણી માટે નોટિસ મોકલવામાં આવી છે.આંગણવાડી કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચી નોટિસ સોંપી હતી. નોટિસમાં તેમને 11 સપ્ટેમ્બરે તમામ મૂળ દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ગ્રામ લેખાકાર દ્વારા તેમના દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે.સંતરા વેચવાથી લઈને પદ્મશ્રી સુધીની પ્રેરણાદાયક સફરહરેકલા હજબ્બાની જીવનયાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. કર્ણાટકના મંગલુરુ વિસ્તારમાં રસ્તાઓ અને બસ સ્ટેન્ડ પર સંતરા વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ જીવનમાં શિક્ષણનું મહત્વ તેમણે ખૂબ નજીકથી સમજ્યું હતું.પોતાની રોજિંદી નાની-નાની બચતમાંથી તેમણે પોતાના પૈતૃક ગામના બાળકો માટે પ્રાથમિક શાળા સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં તેમના આ અનોખા યોગદાન અને સમાજસેવા બદલ ભારત સરકારે વર્ષ 2020માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.કર્ણાટકમાં લાખો મતદારોને નોટિસચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હજબ્બા એવા લાખો મતદારોમાં સામેલ છે જેમને કર્ણાટકમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે.‘નો મેપિંગ’ અને ‘વિસંગતિ’ જેવી શ્રેણીઓ હેઠળ અત્યાર સુધીમાં 43.81 લાખથી વધુ નોટિસ જારી કરવામાં આવ્યા છે, જેમાંથી 7.31 લાખથી વધુ નોટિસની તામિલી થઈ ચૂકી છે. મતદાર યાદીમાં દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા 24 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્ણાટકની અંતિમ મતદાર યાદી 27 ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે. હેરેકલા હજબ્બાના મામલાએ એકવાર ફરી મતદાર યાદીમાં માહિતીની ચોકસાઈ અને દસ્તાવેજોની યોગ્ય નોંધણી અંગે ચર્ચા જગાવી છે.

Read Full Story arrow_forward