android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો
calendar_today September 8, 2026

Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા અને ગંદકી ફેલાવતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાંથી મનપાની ટીમે દરોડો પાડીને 'રામસન્સ' બ્રાન્ડના વધુ 555 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. અગાઉ આ બ્રાન્ડના ઘીમાંથી લેવામાં આવેલા નમૂના મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ગુણવત્તા વિહોણા અને ફેલ સાબિત થતાં આ આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગંદકી અને અખાદ્ય પદાર્થો મળતાં બોમ્બે બિરિયાનીઆ ઉપરાંત, મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છતા અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવતાં નવરંગપુરા સ્થિત 'બોમ્બે બિરિયાની', કાલુપુર વિસ્તારમાં આવેલી 'રોયલ ડેરી એન્ડ સ્વીટ' તેમજ ગોતા વિસ્તારમાં કાર્યરત 'ખોડિયાર ગૃહ ઉદ્યોગ' ને ત્વરિત ધોરણે સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ એકમોમાં હાઈજીન અને આરોગ્યપ્રદ માપદંડોનો ખુલ્લેઆમ અનાદર થતો હોવાનું મનપાના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડક કાનૂની કાર્યવાહીની ચીમકીમનપાના હેલ્થ અને ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સીઝ કરાયેલા ઘીના જથ્થા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ સીલ કરાયેલા એકમો પાસેથી દંડ વસૂલવાની સાથે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના હોટેલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ગૃહ ઉદ્યોગોમાં આ પ્રકારે જ આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો : Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી

Read Full Story arrow_forward
Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે
calendar_today September 8, 2026

Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ-2017ની કલમ 15(3) હેઠળ અત્યારે વેચાણ કે ખરીદીના તબક્કે ડિસ્કાઉન્ટ આપવા માટેની યોજના કે શરત નક્કી હોવી ફરજિયાત છે.જેથી પાછળથી રિટેલર વેપારી માલનું વેચાણ ન કરી શકે તેવી સ્થિતિમાં વેચનાર ઉત્પાદક કે પછી હોલસેલર ડિસ્કાઉન્ટ આપે તોપણ તે જીએસટીના દાયરામાં આવે છે.જેના કારણે સરવાળે સૌને અર્થાત્ ગ્રાહક સુધીની ચેનલને નુકસાન ઉઠાવવું પડે છે.આવી વિચિત્ર પરિસ્થિતિને ઉકેલવા નાણાપ્રભારી કનુભાઈ દેસાઈ બુધવારથી મળી રહેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં ઉપરોક્ત કાયદામાં સુધારા વિધેયક રજૂ કરશે.યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશેગુજરાત જીએસટી એક્ટમાં સુધારા માટે વિધાનસભા પટલ ઉપર મુકાયેલા વિધેયકમાં કુલ ચાર મોટા ફેરફાર સૂચવાયા છે.જેમાં કલમ 15(3)માં ડિસ્કાઉન્ટ આપવાની યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશે.જેથી વેપારીઓને વેચાણવૃદ્ધિ માટે નાની સ્કીમ કે ડિસ્કાઉન્ટ માટે પહેલેથી કાયદાકીય કરાર કે કાગળિયાં કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વેપારી માંગ, સ્ટોક ખાલી કરવા કે ફેસ્ટિવલ સ્કીમ માટે ત્વરિત અને મુક્તપણે ડિસ્કાઉન્ટ આપી શકશે.આ પરિસ્થિતિમાં વેપારીઓને ટેક્સની બચત થશે. જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશેતેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચતાં સામાન્ય નાગરિકોને પણ સ્પર્ધાત્મક ભાવે ઓછી કિંમતે વસ્તુઓ મળતાં બજારની તરલતા વધશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ માટે કાયદામાં ક્રેડિટ નોટની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં જે રીતે અરજીથી 60 દિવસમાં રિફંડની જોગવાઈ છે અને નિકાસલક્ષી વેપારોમાં ૭ દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ ચૂકવાય છે, તેવી જ રીતે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ સાત દિવસમાં 90 ટકા રિફંડ આપવા કલમ-54માં સુધારામાં આવશે. જેનાથી હેન્ડીક્રાફ્ટથી લઈને નાના ઉત્પાદકો અને વિક્રેતાઓ કે જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશે.આ પણ વાંચોઃ Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી

Read Full Story arrow_forward