android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bank Holidays: 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના કારણે આ શહેરોમાં બેંકો બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી
calendar_today August 30, 2026

Bank Holidays: 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના કારણે આ શહેરોમાં બેંકો બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

Bank Holidays: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના હોલિડે કેલેન્ડર મુજબ, દર રવિવારે બેંકો બંધ રહે છે. આ ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા હોય છે. તેથી રવિવાર, 30 ઓગસ્ટે દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહી હતી. હવે બેંક શાખાઓ સોમવાર, 31 ઓગસ્ટે સામાન્ય સમય મુજબ ખુલશે. આ અઠવાડિયે 5થી 6 દિવસ સુધી બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલી શકે છે. ખાસ વાત એ છે કે 5 સપ્ટેમ્બર શનિવાર મહિનાનો પહેલો શનિવાર છે, તેથી તે દિવસે બેંકો ખુલ્લી રહેશે.4 સપ્ટેમ્બરે ઘણા શહેરોમાં બેંકો બંધઆ અઠવાડિયાની મુખ્ય રજા 4 સપ્ટેમ્બર, શુક્રવારે છે. આ દિવસે જન્માષ્ટમીના અવસરે ઘણા શહેરોમાં બેંક શાખાઓ બંધ રહેશે. તેમાં અમદાવાદ, આઇઝોલ, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, પટણા, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમ અને વિજયવાડા જેવા શહેરો સામેલ છે. આ પછી 6 સપ્ટેમ્બર, રવિવારે દેશભરમાં બેંકોની સામાન્ય સાપ્તાહિક રજા રહેશે. એટલે કે જો તમે આ શહેરોમાં રહો છો અને બેંક શાખામાં જઈને કોઈ કામ કરાવવા માંગો છો, તો 4 સપ્ટેમ્બરની રજાને ધ્યાનમાં રાખવી જરૂરી છે.આગામી અઠવાડિયે પણ 3 દિવસ બેંકો બંધ રહેશેબેંકોની રજાઓ આગામી અઠવાડિયે પણ ચાલુ રહેશે. 7થી 13 સપ્ટેમ્બર વચ્ચે બેંકો 3 દિવસ બંધ રહી શકે છે. જોકે, તમામ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નહીં થાય. 11 સપ્ટેમ્બર, શુક્રવારે જયપુર નગર નિગમ વિસ્તારમાં યોજાનારી ચૂંટણીના કારણે જયપુર શહેરમાં બેંકો બંધ રહેશે. આ પછી 12 સપ્ટેમ્બર, શનિવારે મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે. આ જ દિવસે શ્રીમંત શંકરદેવની તિરુભાવ તિથિ પણ છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બર, રવિવારે પણ બેંકો બંધ રહેશે.બેંક બંધ હોવા છતાં ઓનલાઈન કામ અટકશે નહીંબેંકની શાખાઓ બંધ હોવાનો અર્થ એ નથી કે બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. રજાના દિવસે પણ ગ્રાહકો UPI, ATM, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત NEFT અને RTGS જેવી ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ રહે છે. બેંકિંગ એપ અને ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે 24 કલાક અને સાતેય દિવસ ઉપયોગ કરી શકાય છે. તેથી પૈસા ટ્રાન્સફર કરવા અથવા બેલેન્સ ચેક કરવા જેવા જરૂરી કામ બેંકની રજાના દિવસે પણ ઓનલાઈન કરી શકાય છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ

Read Full Story arrow_forward
Nepal Flood: મોત માત્ર 10 મિનિટ દૂર હતુ, ચા પીવાની તલપે બચાવ્યો રાયપુરના 5 યુવકોનો જીવ
calendar_today August 30, 2026

Nepal Flood: મોત માત્ર 10 મિનિટ દૂર હતુ, ચા પીવાની તલપે બચાવ્યો રાયપુરના 5 યુવકોનો જીવ

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને ચારેય તરફ તબાહી મચાવી છે અને સેંકડો પરિવારોને ઉખેડી નાખ્યા છે, ત્યારે આ ભયાનક આપત્તિ વચ્ચે કેટલાક લોકોના ચમત્કારિક બચાવના અદ્ભુત કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક રોમાંચક અને રુંવાડા ઊભા કરી દેતો કિસ્સો છત્તીસગઢના રાયપુર શહેરના પાંચ મિત્રોનો છે. જો આ યુવાનોએ રસ્તામાં ચા પીવા માટે થોડો સમય રોકાણ ન કર્યું હોત, તો તેઓ કાળમુખા પૂરના પ્રવાહમાં સદંતર તણાઈ ગયા હોત. નેપાળથી સહીસલામત પોતાના વતન પરત ફરેલા આ યુવાનોએ આપવીતી વર્ણવતા રાહતનો શ્વાસ લીધો છે.પાંચ મિત્રોનો જીવ ચાની ચુસકીએ બચાવ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, રાયપુરના માના કેમ્પ વિસ્તારમાં રહેતા નારાયણ સેન, દિનેશ ઓઝા, પ્રેમ સિંહ જગત, યતેન્દ્ર પ્રકાશ અને દિનેશ સિંહ ઠાકુર નામના પાંચ મિત્રોનું જૂથ નેપાળ પ્રવાસે ગયું હતું. આ તમામ મિત્રો ૨૬ ઓગસ્ટના રોજ નેપાળના ધાડિંગ જિલ્લા અંતર્ગત આવતા મલેખુ શહેર પહોંચ્યા હતા. તેમની યોજના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેવાની હતી. સવારના આશરે ૯:૩૦ વાગ્યાનો સમય હતો અને તમામ મિત્રોને ચા પીવાની તીવ્ર ઇચ્છા જાગી હતી. જેથી તેઓએ આગળ વધતા પહેલા એક સ્થાનિક હોટલ પર ચા માટે થોડીવાર રોકાવાનું નક્કી કર્યું.માત્ર 10 મિનિટનો ખેલ અને બચ્યો જીવઆ હોટલ પર તેઓ 10 થી 15 મિનિટ માટે રોકાયા અને ચાની ચૂસ્કી માણી રહ્યા હતા, તે જ દરમિયાન નજીકમાંથી વહેતી ભોટે કોશી અને ત્રિશુલી નદીની ખીણોમાં અચાનક વિકરાળ પૂર આવ્યું. પાણીનું આ મોજું એટલું પ્રચંડ હતું કે તેણે ક્ષણભરમાં આસપાસના વિસ્તારને તબાહ કરી નાખ્યો. યુવાનોએ જણાવ્યું કે જો તેઓ 10 મિનિટ વહેલા તે સ્થળેથી નીકળી ગયા હોત અને હોટલ પર ન રોકાયા હોત, તો તેઓ ચોક્કસપણે આ વિનાશક પૂરના પ્રવાહમાં ફસાઈને મોતને ભેંટ્યા હોત.પૂરના વિકરાળ રૂપને નજીકથી જોયું મિત્રોએચાના એક નાના બ્રેકે આ પાંચેય મિત્રોના જીવનની રક્ષા કરી હતી. પૂરનું વિકરાળ સ્વરૂપ જોઇને તેઓ ભયભીત થઈ ગયા હતા, પરંતુ કુદરતની કૃપાથી તેઓ સુરક્ષિત રહ્યા હતા. શનિવારે આ તમામ મિત્રો હેમખેમ પોતાના ઘરે રાયપુર પરત ફર્યા હતા, જેના કારણે તેમના પરિવારજનોમાં છવાયેલી ચિંતાનો અંત આવ્યો અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના સાબિત કરે છે કે ક્યારેક નાની બાબતો કે સંજોગો પણ જીવન અને મૃત્યુ વચ્ચે મોટો તફાવત સાબિત થઈ શકે છે.આ પણ વાંચોઃ Nepal Flood : નેપાળ પૂર પ્રલયમાં ચમત્કાર, 4 કલાકના રેસ્ક્યુ બાદ 97 વર્ષીય વૃદ્ધા કાટમાળમાંથી જીવતા બહાર આવ્યા

Read Full Story arrow_forward
લંડનની ઉંચા પગારવાળી નોકરી છોડી, આઝાદીના 75 વર્ષ બાદ ગામમાં પાણી પહોંચાડયું, જાણો દિવ્યા મિત્તલની IIT, IIM થી સિવિલ સર્વિસ સુધીની સફર
calendar_today August 30, 2026

લંડનની ઉંચા પગારવાળી નોકરી છોડી, આઝાદીના 75 વર્ષ બાદ ગામમાં પાણી પહોંચાડયું, જાણો દિવ્યા મિત્તલની IIT, IIM થી સિવિલ સર્વિસ સુધીની સફર

દિવ્યા મિત્તલ ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. આજે 30 ઓગસ્ટના રોજ તેમણે ભારતીય વહીવટી અધિકારી સેવામાંથી સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું. દિવ્યા મિત્તલે સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ કરી રાજીનામું આપ્યાની જાણકારી આપી. પોતાના કડક મિજાજ અને ફરજ સમર્પિત અધિકારી દિવ્યા મિત્તલ જાણીતા છે. 2013 બેચના IAS અધિકારી દિવ્યા લંડનમાં ઊંચા પગારવાળી નોકરી છોડી દેશમાં પરત આવ્યા અને વહીવટી સેવામાં જોડાયા. જાણો તેમની IIT અને IIM માંથી અભ્યાસથી લઈને IAS બનવાની સફર.

Read Full Story arrow_forward