android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : ખૂન અને લૂંટના આરોપીનો પોલીસ ઉપર હુમલો, પીએસઆઈએ પગમાં ગોળી મારી
calendar_today October 16, 2026

Rajkot : ખૂન અને લૂંટના આરોપીનો પોલીસ ઉપર હુમલો, પીએસઆઈએ પગમાં ગોળી મારી

રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની સોના-ચાંદીની પેઢીમાં બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનો રાજકોટ ક્રાઈમ બ્રાંચે 10 આરોપીઓને ઝડપી લીધા હતા. દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓ સાથે પંચનામાના કામે જતા અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જેમા ક્રાઈમ બ્રાંચની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઈજા થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સૂત્રધાર અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપૂતને 5 મહિના અગાઉ જ તન્વી ગોલ્ડ પેઢીમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનો ખાર રાખી લંકેશે પેઢીને લૂંટવાનો પ્લાન ઘડી કાઢયો હતો. તેણે પેઢીમાં કામ કરતા કર્મચારી શૈલેષ ખરવાર પાસેથી માલની હેરફેર અને સમયની તમામ ગુપ્ત માહિતી મેળવી હતી. બનાવના દિવસે પેઢીના ગેઈટ પાસે મેનેજર લાલજીભાઈ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી અને લૂંટને અંજામ આપ્યો હતો. દરમ્યાન લૂંટારૂની વધુ એક ટીમ ચોટીલા તરફ અન્ય કારમાં હોવાનું અને લૂંટ ચલાવનાર ગેંગનું પાયલોટીંગ કરતી હોવાનુ બહાર આવ્યુ હતુ. દરમ્યાન ક્રાઈમ બ્રાંચે અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસિંહ રાજપૂત, અનુરાગસિંહ ઓમપ્રકાશસિંહ રાજપૂત, વિશાલસિંહ વિનોદસિંહ રાજપૂત, શિવમ ગિરીશચંદ્ર ગુપ્તા, વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે, પવનકુમાર શિવપ્રસાદ ચૌબે, અરવિંદ ઉર્ફે નીરજ હરીશંકર તિવારી, શૈલેષ કર્મવીર ખરવાર, અજિતકુમાર રામશપથ પાંડે અને શિવમ અશોક પાંડેની ધરપકડ કરી હતી.તે દરમ્યાન તપાસ માટે આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીઓને લઈને ચોટીલા જતી હતી તે દરમ્યાન અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આરોપી અનુરાગ ઓમ પ્રકાશસીંગ રાજપૂતએ એરપોર્ટ પાસે હથીયાર ફેકી દિધાની કબૂલાત આપી હતી. જે અંગે તપાસ કરવા જતા અનુરાગે છુપાવેલુ હથીયાર લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં સ્વ બચાવમાં પીએસઆઈ ડોડીયા હવામાં ગોળીબાર કર્યા બાદ આરોપી સામે ફાયરિંગ કરતા અનુરાગને પગમાં ઈજા થઈ હતી. જયારે ઘાયલ આરોપી અને પીએસઆઈને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patadi : APMCની ચૂંટણીમાં આજે પરિણામ
calendar_today October 16, 2026

Patadi : APMCની ચૂંટણીમાં આજે પરિણામ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણીમાં શુક્રવારે મતદાન યોજાયુ હતુ. જેમાં ખેડુત વિભાગની 10 બેઠકો 17 ઉમેદવારો મેદાને જંગમાં છે. ત્યારે ખેડુત વિભાગના નોંધાયેલા 482 મતદારોમાંથી 452 મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ. ત્યારે 9 3.78 ટકા મતદાન બાદ આજે યોજાનાર મત ગણતરીમાં ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં એપીએમસીમાં છેલ્લા થોડા માસથી ચૂંટણીઓનો માહોલ છે. અગાઉ જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રા એપીએમસીમાં ચૂંટણી યોજાઈ હતી. જયારે લખતર એપીએમસીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની યોજાયેલ ચૂંટણી ડખે ચડી હતી. ત્યારે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 23-7ના રોજ પાટડી એપીએમસીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ પાટડીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. પાટડી એપીએમસીમાં ફોર્મ ભરવાના અંતીમ દિવસ સુધીમાં વેપારી વિભાગની 4 બેઠક માટે રાજેન્દ્રકુમાર ખોડીદાસભાઈ પટેલ, લલીતભાઈ ધરમશીભાઈ પટેલ, દેવેન્દ્રકુમાર હીરાભાઈ પાવરા અને હાર્દીકકુમાર મહેશભાઈ સીંધવે જ ફોર્મ ભરતા ચારેય ઉમેદવારો બીનહરીફ થયા હતા. જયારે ખેડુત વિભાગની 10 બેઠક માટે 38 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણીમાં 1 ફોર્મ રદ્દ અને 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 10 બેઠકો માટે 17 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. ત્યારે તા. 16ને શુક્રવારે પાટડી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીમાં મતદાનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મતદારોનો સવારથી ઉત્સાહ નજરે પડતો હતો. અને સવારથી જ મતદારોએ લાંબી લાઈનો લગાવી હતી. સાંજના 5 કલાક સુધી યોજાયેલ મતદાનમાં ખેડુત વિભાગના નોંધાયેલા 482માંથી 452 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા 9 3.78 ટકા મતદાન થયુ છે. પાટડી એપીએમસીની ચૂંટણીમાં આજે તા. 17મીએ મત ગણતરી હાથ ધરાશે. જયારે બપોર સુધીમાં પરિણામો આવી જવાની શકયતા રહેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka : ધોલેરાના વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું
calendar_today October 16, 2026

Dhandhuka : ધોલેરાના વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકની મુલાકાત દરમિયાન એક્ટિવેશન એરિયામાં વિકસાવવામાં આવી રહેલા વિવિધ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ધોલેરાને આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં ચાલી રહેલી કામગીરીની પ્રગતિ જાણવી અને વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિનો તાગ મેળવવો આ મુલાકાતનું મહત્ત્વપૂર્ણ પાસું રહ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત દરમિયાન તાતાના સેમિ કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સેમિ કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને અગ્રણી સ્થાન અપાવવા અને ધોલેરાને અદ્યતન ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ધોલેરા ફોરેસ્ટ ડ્રમ પ્લાન્ટેશન, ટેન્ટ સિટી, ફૂડ કોર્ટ અને બિલ્ડકોઇન સહિતનાં સ્થળોની મુલાકાત લઈને એક્ટિવેશન એરિયામાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ધોલેરામાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા, આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રીની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધોલેરાના વિકાસને નવી ગતિ આપવા અને તેને ભવિષ્યના આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોના સંદર્ભમાં આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward