Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા નવાગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચગદાજી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માતઅથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કારનું ટાયર ધડાકા સાથે નીકળીને રસ્તા પર દૂર સુધી ફેંકાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. સામાન્ય રીતે આવી ભયાનક અથડામણમાં ગંભીર જાનહાની થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ આ અકસ્માતમાં સમયસર કારની સેફ્ટી એરબેગ્સ ખુલી ગઈ હતી. એરબેગ્સ ખુલવાના કારણે કારચાલક અને તેમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતાં બચી ગઈ હતી.એરબેગ્સ સમયસર ખુલી જતાં ચમત્કારિક બચાવસદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા
Read Full Story arrow_forward