android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mangaluru : 30 વર્ષથી પોલીસને ચકમો, ક્યારેક NIA તો ક્યારેક RAW અધિકારી બનીને કરોડોની ઠગાઈ કરતો આરોપી ઝડપાયો
calendar_today September 7, 2026

Mangaluru : 30 વર્ષથી પોલીસને ચકમો, ક્યારેક NIA તો ક્યારેક RAW અધિકારી બનીને કરોડોની ઠગાઈ કરતો આરોપી ઝડપાયો

લગભગ 30 વર્ષ સુધી અલગ-અલગ નામ અને ઓળખ સાથે પોલીસને ચકમો આપનાર 64 વર્ષીય સેમ એન્ટની ઉર્ફે સેમ પીટરની આખરે ધરપકડ કરવામાં આવી છે. મંગલુરુ સિટી પોલીસે કેરળના કન્નુરમાંથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્યારેક સેમ પીટર, રાહુલ પીટર, ડેની થરક્કન, રાજેશ રોબિન્સન અને એન્થની ફ્રાન્સિસના નામથી ઓળખાતો હતો. પોલીસને શંકા છે કે તેણે આ સિવાય પણ અનેક નકલી ઓળખનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.ક્યારેક NIA તો ક્યારેક RAWનો અધિકારી!આરોપી અલગ-અલગ સરકારી અને કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી હોવાનો દાવો કરીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. ક્યારેક તે NIAનો અધિકારી બનતો તો ક્યારેક RAW સાથે જોડાયેલો હોવાનું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની પાસે નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ અને PAN કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો હતા. તે પોતાની નકલી ઓળખને વિશ્વસનીય બનાવવા માટે અલગ-અલગ નામના દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.માત્ર 10 મિનિટમાં સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેતો!તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીની અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી અને તેને કાયદાની પણ સારી સમજ હતી. તેની વાત કરવાની શૈલી, પહેરવેશ અને અધિકારી જેવી બોડી લેંગ્વેજને કારણે લોકો તેને ઉચ્ચ અધિકારી અથવા મોટો બિઝનેસમેન માનવા લાગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હંમેશાં વ્યવસ્થિત કપડાં પહેરતો અને પોતાની છબી એક ઉચ્ચ અધિકારી જેવી જાળવતો હતો.અમીર વેપારીઓને બનાવતો હતો નિશાનપોલીસના જણાવ્યા મુજબ આરોપી બેંક ફ્રોડ, ટેક્સ વિવાદ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા નાણાકીય કેસોમાં ફસાયેલા વેપારીઓનો સંપર્ક કરતો હતો. પછી તે પૈસાના બદલામાં તેમની કાનૂની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપતો હતો. આરોપી ઘણી વખત પોતાને NCIBનો સિનિયર અધિકારી ગણાવતો અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.નકલી રેડથી લઈને બનાવટી લેટરહેડ સુધીનો ખેલપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ઓળખ અસલી દેખાડવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. તેમાં છેડછાડ કરેલા મેસેજ, નકલી રેડના વીડિયો અને વિવિધ એજન્સીઓના બનાવટી લેટરહેડનો સમાવેશ થતો હોવાનું પોલીસનું કહેવું છે.1997થી ગુનાહિત રેકોર્ડ, અનેક રાજ્યોમાં કેસપોલીસે આરોપીના જૂના રેકોર્ડની તપાસ કરતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ 1997 સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપી એક રાજ્યમાં ગુના કર્યા બાદ નવી ઓળખ સાથે બીજા રાજ્યમાં જતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે કર્ણાટક ઉપરાંત બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પોતાની ઓળખ બદલીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોવાની શંકા છે.2007માં ઇન્ટરપોલનું રેડ કોર્નર નોટિસઆરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2007માં તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અત્યાર સુધી 17 કેસની વિગતો એકત્રિત કરી છે અને દેશભરના પોલીસ સ્ટેશનોને પત્ર લખીને આરોપી સામે અન્ય કોઈ કેસ નોંધાયેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.2019માં હથિયારો અને નકલી ID સાથે ઝડપાયો હતોવર્ષ 2019માં આરોપી મંગલુરુમાં NCIBના સિનિયર અધિકારી તરીકે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન પોલીસે લોજ પર દરોડો પાડી આરોપી અને તેના સાથીઓને ઝડપી લીધા હતા. પોલીસને રિવોલ્વર, પિસ્તોલ, નકલી ID કાર્ડ, રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં તેની સામે નકલી ઓળખ, ગુનાહિત ષડયંત્ર, આર્મ્સ એક્ટ અને રાજ્યના પ્રતીકના દુરુપયોગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.જામીન મળ્યા બાદ ફરી ગાયબ, હવે આખરે પકડાયો2023માં જામીન મળ્યા બાદ આરોપી ફરી પોલીસની નજરમાંથી ગાયબ થઈ ગયો હતો. લાંબા સમય સુધી કોઈ ચોક્કસ મોબાઇલ નંબર કે સરનામું ન મળતા પોલીસને તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. આખરે મંગલુરુ સિટી પોલીસ અને સિટી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમોએ જૂના સંપર્કો અને અગાઉના સાથીઓ સુધી પહોંચી તપાસ શરૂ કરી હતી. 1 સપ્ટેમ્બરે આરોપીને કેરળના કન્નુરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.ધરપકડ બાદ પણ ચાલતી રહી ઠગની કહાનીઆરોપીની ધરપકડ બાદ પણ પોલીસ અધિકારીઓને કેટલાક લોકોના ફોન આવ્યા હતા. ફોન કરનારાઓ આરોપીને નિર્દોષ અને ઇમાનદાર વ્યક્તિ ગણાવી રહ્યા હતા. પોલીસ અધિકારીઓને તેની લાંબી ગુનાહિત હિસ્ટ્રી સમજાવીને લોકોને વિશ્વાસ અપાવવો પડ્યો હતો. આ સમગ્ર મામલો બતાવે છે કે આરોપી વર્ષો સુધી પોતાની બનાવટી ઓળખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના આધારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો.  આ પણ વાંચો  :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા
calendar_today September 7, 2026

Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

ચર્ચસ્પદ ભાવનગર અને બોટાદ લઠ્ઠાકાંડ કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ દરમિયાન એક મહત્વનો કડીરૂપ સફળતા મળી છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલા ઝેરી મિથેનોલ કેમિકલનો મુખ્ય જથ્થો પૂરો પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની SMC એ ધરપકડ કરી છે.ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC નો મોટો ધડાકોમનજીતસિંઘ દિલ્હી ખાતે 'જીત કેમિકલ' ના નામે કંપની ચલાવતો હતો અને તેણે આઉટ ઓફ ઇન્ડિયા (વિદેશ)થી થિનર કેમિકલ મંગાવીને ગુજરાતમાં સપ્લાય કર્યું હોવાની કબૂલાત SMC એ કોર્ટ સમક્ષ કરી હતી. SMC દ્વારા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપી મનજીતસિંઘના 10 સપ્ટેમ્બર સુધીના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ કેસમાં અગાઉ પકડાયેલા અને પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા વધુ 9 આરોપીઓના રિમાન્ડની મુદત પૂરી થતાં SMC એ તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તપાસ એજન્સી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતાં કોર્ટના આદેશથી તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.કુલ 38 આરોપીઓ જેલના સળિયા પાછળ!ઉલ્લેખનીય છે કે આ અગાઉ 29 આરોપીઓને જેલહવાલે કરાયા હતા. હવે વધુ 9 આરોપીઓ જેલ ભેગા થતાં આ કાંડમાં જેલહવાલે થયેલા આરોપીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કાયદાનો સિકંજો કસાતાં બેદરકાર પોલીસ કર્મચારીઓ સહિત કુલ 40 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.દિલ્હીના ટ્રેડરની પૂછપરછમાં કેમિકલ નેટવર્ક અને વિદેશથી મંગાવવામાં આવતા કેમિકલના ગેરકાયદે વેપારના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.આ પણ વાંચો: Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી

Read Full Story arrow_forward