android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને મોટો ઝટકો, નંબર-1થી પાંચમા ક્રમે
calendar_today September 7, 2026

Surat : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને મોટો ઝટકો, નંબર-1થી પાંચમા ક્રમે

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે દેશભરમાં સ્વચ્છ હવાના મામલે નંબર-1 રહેલું સુરત હવે ટોપ-3માંથી પણ બહાર થઈ ગયું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરતને 191 પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મળ્યું છે.લખનઉએ મારી બાજી, સુરત કેમ પાછળ રહ્યું?સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉએ 198 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મધ્ય પ્રદેશનું ઇન્દોર 197 પોઇન્ટ સાથે બીજા અને જબલપુર 195 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ભોપાલ અને આગ્રા બંનેને 192 પોઇન્ટ મળતા તેઓ સંયુક્ત રીતે ચોથા સ્થાને રહ્યા છે. જ્યારે સુરત 191 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચ્યું છે.2024ના નંબર-1 સુરતનું રેન્કિંગ કેવી રીતે બદલાયું?2023માં સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 13મા ક્રમે હતું. ત્યારબાદ 2024માં મોટી છલાંગ લગાવીને સુરતે 200માંથી 194 પોઇન્ટ મેળવી દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ 2025માં સુરત 196 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચ્યું હતું. હવે 2026માં સુરતના 191 પોઇન્ટ થયા છે અને શહેર વધુ બે સ્થાન નીચે સરકીને પાંચમા ક્રમે પહોંચી ગયું છે.લખનઉની 15મા ક્રમથી સીધી નંબર-1 સુધીની છલાંગઆ વખતના સર્વેક્ષણમાં સૌથી મોટો ફેરફાર લખનઉના પ્રદર્શનમાં જોવા મળ્યો છે. 2025માં 15મા સ્થાને રહેલું લખનઉ 2026માં 198 પોઇન્ટ સાથે સીધું પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઇન્દોર બીજા અને જબલપુર ત્રીજા સ્થાને રહ્યા છે. બીજી તરફ રાયપુરને 189 પોઇન્ટ સાથે છઠ્ઠું સ્થાન મળ્યું છે.દિલ્હી અને મુંબઈ ક્યાં પહોંચ્યા?દેશની રાજધાની દિલ્હીને 172 પોઇન્ટ સાથે 21મું સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈને 160 પોઇન્ટ સાથે 28મો ક્રમ મળ્યો છે. દુર્ગ-ભિલાઈ 175.3 પોઇન્ટ સાથે 17મા ક્રમે રહ્યું છે.માત્ર AQI નહીં, અનેક માપદંડો પર થાય છે સર્વેસ્વચ્છ વાયુ સર્વેક્ષણનું રેન્કિંગ માત્ર એક દિવસના AQI અથવા હવાની ગુણવત્તાના આંકડા પર આધારિત નથી. શહેરો દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.રોડ ડસ્ટથી PM10 સુધીની થાય છે તપાસસર્વેક્ષણમાં રોડ ડસ્ટ, કચરો અને બાયોમાસ સળગાવવાથી થતા ઉત્સર્જન, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ, વાહનોના ઉત્સર્જન, ઔદ્યોગિક પ્રદૂષણ, અન્ય ઉત્સર્જન, જનજાગૃતિ અને PM10માં થયેલા સુધારા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેરએટલે સુરતનું પાંચમું સ્થાન માત્ર એક દિવસની હવાની ગુણવત્તાનો આંકડો નથી. શહેરમાં સ્વચ્છ હવા માટે કરવામાં આવેલા પ્રયાસો અને વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.હવે સુરત ફરી નંબર-1 બની શકશે?2024માં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત હવે 2026માં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. સતત ઘટતી રેન્કિંગ બાદ હવે સવાલ એ છે કે સુરત સ્વચ્છ હવા માટેના પ્રયાસોમાં ફરી ઝડપ લાવી પોતાની નંબર-1ની સ્થિતિ પાછી મેળવી શકશે કે નહીં આ પણ વાંચો    :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Jammu : ધોળા દિવસે પહાડ પાર કરી ઉમર અબ્દુલ્લાના સત્તાવાર નિવાસમાં યુવક ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ
calendar_today September 7, 2026

Jammu : ધોળા દિવસે પહાડ પાર કરી ઉમર અબ્દુલ્લાના સત્તાવાર નિવાસમાં યુવક ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના જમ્મુ સ્થિત સત્તાવાર નિવાસમાં 21 વર્ષીય યુવક કથિત રીતે ઘૂસી જતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના દિવસે બની હતી, જોકે ઘટનાના સમયે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા જમ્મુમાં હાજર નહોતા.તપાસમાં આતંકી કનેક્શન મળ્યું નહીંપ્રારંભિક તપાસમાં યુવક કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું નથી. પોલીસને હાલ એવી કોઈ માહિતી પણ મળી નથી કે યુવક મુખ્યમંત્રીને નુકસાન પહોંચાડવાના ઇરાદે નિવાસમાં ઘૂસ્યો હતો.યુવક નશાની લત ધરાવતો હતોઅધિકારીઓના જણાવ્યા મુજબ યુવક નશાની લત ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પૂછપરછ બાદ તેની સામે ઘૂસણખોરી સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.ઘટના સમયે ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં હતાઘટના સમયે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં હતા. તેમણે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, ચૂંટાયેલી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે કામકાજ સંબંધિત નિયમો તથા આરક્ષણ વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.નશાની હાલતમાં પોલીસને મળ્યો હતો યુવકઅધિકારીઓના જણાવ્યા મુજબ યુવક રિયાસીનો રહેવાસી છે અને 3 ઓગસ્ટના રોજ એક મિત્ર સાથે જમ્મુ આવ્યો હતો. તે જ સાંજે પોલીસ ટીમને તે કથિત રીતે નશાની હાલતમાં ફરતો મળી આવ્યો હતો. પોલીસ તેને પોલીસ ચોકી લઈ ગઈ હતી અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી.પોલીસ ચોકીથી નીકળી પહાડી મારફતે પહોંચ્યો નિવાસ સુધીયુવકના માતા-પિતા 4 ઓગસ્ટના રોજ પોલીસ ચોકી પહોંચ્યા હતા. યુવકના પિતા સ્થાનિક વ્યક્તિને જામીનદાર તરીકે લાવવા માટે બહાર ગયા ત્યારે યુવક ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે પોલીસ ચોકી નજીકના નાના પહાડી વિસ્તાર પર ચઢ્યો હતો અને ત્યાંથી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસની પાછળની દિવાલ પાર કરીને પરિસરમાં ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું છે.SSG જવાનોએ યુવકને ઝડપી લીધોયુવકની ગતિવિધિ મુખ્યમંત્રીની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપના જવાનોના ધ્યાનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં વધુ પૂછપરછ માટે યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો.આતંકી કનેક્શન નહીં છતાં સુરક્ષા પર સવાલતપાસમાં યુવકનો કોઈ આતંકી સંગઠન સાથે સંબંધ હોવાનું સામે આવ્યું નથી અને મુખ્યમંત્રીને નિશાન બનાવવાની કોઈ સાજિશના પુરાવા પણ મળ્યા નથી. તેમ છતાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસની પાછળની દિવાલ પાર કરીને યુવક અંદર પહોંચી જવાની ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક તરીકે જોવામાં આવી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવક જો સુરક્ષા વ્યવસ્થા ભેદીને નિવાસ સુધી પહોંચી શકે છે તો મુખ્યમંત્રીના નિવાસની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી ગઈ?આ પણ વાંચો :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Mangaluru : સંતરા વેચીને સ્કૂલ બનાવનાર પદ્મશ્રી હજબ્બાને નોટિસ, હવે પોતાની ઓળખ સાબિત કરવા દસ્તાવેજો રજૂ કરવા પડશે
calendar_today September 7, 2026

Mangaluru : સંતરા વેચીને સ્કૂલ બનાવનાર પદ્મશ્રી હજબ્બાને નોટિસ, હવે પોતાની ઓળખ સાબિત કરવા દસ્તાવેજો રજૂ કરવા પડશે

કર્ણાટકના મેંગલુરુની સડકો પર સંતરા વેચીને પોતાના ગામમાં શાળા ઊભી કરનાર અને પદ્મશ્રી સન્માન મેળવનાર સામાજિક કાર્યકર હરેકાલા હજબ્બા હાલ એક અલગ કારણસર ચર્ચામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક મેળવનાર હજબ્બાને હવે પોતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.મતદાર યાદીમાં નામનો ફરક બન્યો મુશ્કેલીઆ સમગ્ર મામલો મતદાર યાદીમાં નોંધાયેલા નામના ફરકને કારણે સામે આવ્યો છે. વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર 'હજબ્બા' તરીકે નોંધાયેલું હતું.નામમાં તફાવત બહાર આવ્યો જ્યારે સમય જતાં તેમના અન્ય સરકારી અને સત્તાવાર દસ્તાવેજોમાં નામ 'હરેકાળા હજબ્બા' તરીકે નોંધાયું છે. મતદાર યાદીના રેકોર્ડની ચકાસણી દરમિયાન નામમાં રહેલો આ તફાવત સામે આવતા ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આધારથી પાસપોર્ટ સુધી એક જ નામહાલમાં હજબ્બાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને નવા મતદાર ઓળખપત્ર સહિતના મુખ્ય દસ્તાવેજોમાં તેમનું નામ 'હજબ્બા' તરીકે નોંધાયેલું છે.પદ્મશ્રી સન્માનમાં પણ હજબ્બા જ લખેલું છેઆ ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી સન્માન અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના સત્તાવાર દસ્તાવેજોમાં પણ આ જ નામ નોંધાયેલું છે. તેમ છતાં 2002ની જૂની મતદાર યાદીમાં અલગ નામ હોવાને કારણે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આંગણવાડી કાર્યકરે ઘરે પહોંચી નોટિસ આપીઆંગણવાડી કાર્યકર પોતે હજબ્બાના ઘરે પહોંચ્યા હતા અને તેમને નોટિસ સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હજબ્બાને 11 સપ્ટેમ્બરના રોજ તેમના ગ્રામ પંચાયત કાર્યાલયમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.પદ્મશ્રીને ઓળખ સાબિત કરવાની નોબત કેમ?મતદાર યાદીમાં માત્ર નામના તફાવતને કારણે પદ્મશ્રી સન્માનિત સામાજિક કાર્યકરને દસ્તાવેજો સાથે પોતાની ઓળખની ચકાસણી માટે હાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ગ્રામ પંચાયત કાર્યાલયમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આ નામના તફાવતને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.  આ પણ વાંચો  :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward