android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
7 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર
calendar_today September 7, 2026

7 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોPakistan Political News: વતન પરત ફરશે Asif Ali Zardari, Asim Munirની યોજનાથી પાકિસ્તાનમાં નવો ડ્રામા!CM Vijay vs Rahul Gandhi: PMની રેસમાં રાહુલ ગાંધીના સ્વપ્ન પર 'વિજય'નો બ્રેક, TVKના પગલાથી કોંગ્રેસ ચિંતામાંLPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડરViral Video: પાકિસ્તાનમાં વૃંદાવન...! કરાચીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, ભીડ જોઇ ચોંકી જશોJapan Heavy Rain News: જાપાનમાં Krovanh વાવાઝોડાનું તાંડવ, 1 કલાકમાં 110mm વરસાદ, આગામી 48 કલાક અત્યંત ભારેExplainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવારGalgalia Project: નેપાળ બોર્ડર પાસે ₹2077 કરોડમાં તૈયાર થશે 'સિલીગુડી કોરિડોર નંબર 2'Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસોપાકિસ્તાનના ખેલાડીઓ ફરી વિવાદમાં, ગંભીર આરોપમાં આ ખેલાડીઓની થશે તપાસBhopal: લો બોલો... હવે MBBS ઇન્ટર્ન રસ્તા પર ઉતર્યા! જાણો કેમ? પોલીસ સાથે કરી ધક્કામુક્કી

Read Full Story arrow_forward
Ahmedabadમાં AMTSની શ્રાવણ બસ સેવા 3 દિવસ માટે મોકૂફ
calendar_today September 7, 2026

Ahmedabadમાં AMTSની શ્રાવણ બસ સેવા 3 દિવસ માટે મોકૂફ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શરૂ કરવામાં આવેલી વિશેષ "શ્રાવણ બસ સેવા" અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ લોકપ્રિય બસ સેવાને આવતીકાલથી આગામી 3 દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક આકસ્મિક કારણોસર આ સેવા હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું AMTS વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.પૂર્વ નિર્ધારિત ટૂર અંગે સ્પષ્ટતા શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન અર્થે આ વિશેષ બસો ચલાવવામાં આવે છે, જેને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આકસ્મિક સંજોગોને કારણે બસ સેવા મોકૂફ રાખવાની ફરજ પડી છે. AMTS વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ 3 દિવસના ગાળા દરમિયાન જે ટૂર પહેલાથી જ રજિસ્ટર થઈ ચૂકી છે, તેને પૂર્ણ કરવામાં આવશે જેથી અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને કોઈ અગવડ ન પડે.આગામી નિર્ણય અંગે મુસાફરોમાં આતુરતા આ નિર્ણયના કારણે અચાનક મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા શ્રદ્ધાળુઓને થોડી હાલાકી વેઠવી પડશે. 3 દિવસ બાદ આ સેવા પૂર્વવત ક્યારથી શરૂ થશે તે અંગે AMTS દ્વારા ટૂંક સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને આગળની માહિતી આપવામાં આવશે. તંત્ર દ્વારા મુસાફરોને આકસ્મિક ફેરફાર બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreliના કોલડા ગામે ખેતમજૂર યુવકની આત્મહત્યા, 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ
calendar_today September 7, 2026

Amreliના કોલડા ગામે ખેતમજૂર યુવકની આત્મહત્યા, 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કોલડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજબી કારણ વિના પજવણી અને ધમકીઓથી કંટાળીને એક ખેતમજૂર યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક અનીલભાઈ ઠાકરાલ્યા પર તેમની પત્નીની છેડતી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ખોટા આરોપ હેઠળ 4 શખ્સો દ્વારા કેસ રફેદફે કરવા અને સમાધાન કરવા માટે રૂ.5 લાખની કડક માંગણી કરવામાં આવી રહી હતી.નાણાંની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓ દ્વારા મૃતક યુવક પાસે સતત નાણાં આપવા માટે માનસિક દબાણ કરવામાં આવતું હતું. અનીલભાઈ નાણાં ચૂકવવામાં અસમર્થ હોય, આરોપીઓએ જો પૈસા ન આપે તો તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. આ સતત બ્લેકમેઇલિંગ, માનસિક ત્રાસ અને ધમકીઓથી ભારે કંટાળી જઈને અંતે યુવકે પોતાના ખેતરે જઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.વડીયા પોલીસ મથકે ફરિયાદ અને ગુનો દાખલ યુવકના મોત બાદ મૃતક અનીલભાઈની પત્ની જીનુબેને આ મામલે વડીયા પોલીસ મથકે પહોંચીને ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધરમશીંગ, રાયસીંગ, જીતેન અને પ્રેમસીંગ નામના ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વડીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward