android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ
calendar_today September 7, 2026

Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર વચ્ચે રાજ્યના ચૂંટણી વિભાગમાં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા IAS અધિકારી રિંકેશ પટેલ (આર. પી. પટેલ)ને જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS અધિકારી રિંકેશ પટેલને સોંપાઈ મોટી જવાબદારીઉલ્લેખનીય છે કે, આર. પી. પટેલ ભૂતકાળમાં રાજ્યના ચૂંટણી પંચમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ, મતદારયાદી સુધારણા અને વહીવટી સંકલનનો તેમને બહોળો અનુભવ હોવાથી તેમની આ પસંદગીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકારી રિંકેશ પટેલને થોડા મહિનાઓ પહેલાં જ રાજ્ય સેવામાંથી પ્રમોશન મેળવીને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.ચૂંટણી પંચ માટે નવો આયામતેમના અગાઉના ચૂંટણી વહીવટના અનુભવનો લાભ આગામી ચૂંટણી લક્ષી કામગીરીઓ અને મતદાર જાગૃતિ અભિયાનમાં મળશે. જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે તેઓ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે સીધું સંકલન સાધશે.આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ

Read Full Story arrow_forward
Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા
calendar_today September 7, 2026

Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી દિવસોમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન અંબાજી તથા રણુજા જતા દર્શનાર્થીઓને નિશાન બનાવતી એક ખતરનાક પથ્થરમારા લૂંટારૂ ગેંગ સક્રિય થઈ હતી. ગત 30 ઓગસ્ટના રોજ ગણાપીપળી ઢાળ પાસે નિલેશભાઈ ખોખરીયા નામના શખ્સની કાર પર આ ગેંગે પથ્થરમારો કરી, કાર રોકાવી છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.અંબાજી હાઇવે પર લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશઆ ઘટના અંગે હડાદ પોલીસ મથકે ગુનો નોંધાતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્વોને નાથવા ચક્રો ગતિમાન કર્યા હતા. હડાદ પોલીસની ટીમે બાતમીદારો, ટેકનિકલ સરવેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ માહિતી મેળવીને દરોડો પાડ્યો હતો. પોલીસે લૂંટની યોજના બનાવતી અને આચર્તી આ ગેંગના ૫ સ્થાનિક લૂંટારાઓને ઝડપી પાડ્યા છે.આંબા અને દાંતાના 5 શખ્સોને દબોચી લીધાઝડપાયેલા આરોપીઓમાં રાણપુર આંબા ગામના સતરા ધર્માભાઈ સોલંકી, તેજા ભગાભાઈ પરમાર, રાજુ રમેશભાઈ અંગારી, રમેશ કેશાભાઈ અંગારી તેમજ દાંતાના ચીખલા ગામના કાળા સકરાભાઈ ડુંગાઈસાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના બનાવોમાં ઉપયોગમાં લેવાતા ધાતક હથિયારો (છરી વગેરે) અને બાઇક જપ્ત કર્યા છે.આરોપીઓ સામે હડાદ પોલીસ સ્ટેશનમાં લૂંટ, લૂંટનો પ્રયાસ અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરાયા છે. મહામેળા પૂર્વે હડાદ પોલીસની આ કડક કાર્યવાહીથી અંબાજી હાઇવે પરથી પસાર થતાં માઇભક્તો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચો:Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ

Read Full Story arrow_forward