android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur : વરસાદ માટે મહાદેવને વિનંતી, શિવલિંગને જળમગ્ન કરી ભક્તોની અનોખી પ્રાર્થના
calendar_today September 7, 2026

Chhota Udepur : વરસાદ માટે મહાદેવને વિનંતી, શિવલિંગને જળમગ્ન કરી ભક્તોની અનોખી પ્રાર્થના

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ઓરસંગ નદી કિનારે આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વરસાદને રીઝવવા માટે શિવભક્તો દ્વારા ખાસ જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષો જૂની લોકમાન્યતા પાછળ ભેગા થયા ભક્તોવરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત ગ્રામજનો ચિંતામાં છે. ત્યારે શિવલિંગને જળમાં ડૂબાડવાથી મેઘરાજા મન મૂકીને વરસે છે તેવી વર્ષો જૂની લોકમાન્યતાને ધ્યાનમાં રાખીને આ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં જળાભિષેક કરતા પહેલા શિવભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.માનવ સાંકળ બનાવી પહોંચાડ્યું પાણીપૂજાવિધિ પૂર્ણ થયા બાદ ભક્તોએ અનોખી રીતે માનવ સાંકળ બનાવી હતી. ભક્તો એક લાઈનમાં ઊભા રહ્યા હતા અને ઘડા, ડોલ તથા લોટી દ્વારા એકબીજાને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આસ્થાભેર યોજાયેલા આ અનુષ્ઠાન દરમિયાન ભક્તોએ મહાદેવની આરાધના કરી મેઘરાજાને ભરપૂર વરસવાની પ્રાર્થના કરી હતી.શિવલિંગને સંપૂર્ણપણે જળમગ્ન કરાયુંધાર્મિક અનુષ્ઠાન દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડીને જળમગ્ન કરવામાં આવ્યું હતું. લોકમાન્યતા મુજબ શિવલિંગ જળમગ્ન થતાં મેઘરાજા પ્રસન્ન થાય છે અને વરસાદ વરસાવે છે. આ માન્યતાને આધારે ભક્તોએ એકમુખે મહાદેવને પ્રાર્થના કરી હતી.ધરતીપુત્રોની ચિંતા દૂર કરવાની પ્રાર્થનાવરસાદ ખેંચાતાં ખેતી અને ગ્રામ્ય જીવન પર અસરની ચિંતા વધી રહી છે. ત્યારે શિવભક્તોએ મહાદેવને પ્રાર્થના કરી હતી કે ખેડૂતો અને ગામલોકોની ચિંતા દૂર થાય અને રાજ્યમાં વહેલી તકે સારો વરસાદ વરસે. બહાદરપુર ગામમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં આસ્થા અને વરસાદની આશા બંનેનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.  આ પણ વાંચો :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર
calendar_today September 7, 2026

Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર

તાજેતરમાં મોસમ બદલાવાની સાથે જ સામાન્ય તાવ, શરદી, અને ગળાના દુખાવાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રથમ નજરે આ સામાન્ય વાયરલ ઈન્ફેક્શન જેવું લાગે છે, પરંતુ તે H1N1 ઈન્ફલ્યુએન્ઝા પણ હોઈ શકે છે, જેને આપણે સામાન્ય રીતે 'સ્વાઈન ફ્લૂ' તરીકે ઓળખીએ છીએ. વર્ષ 2009 માં જે વાયરસે સમગ્ર વિશ્વમાં મહામારી સર્જી હતી, તે જ વાયરસ હવે દર વર્ષે સીઝનલ ફ્લૂ તરીકે આપણી વચ્ચે સક્રિય રહે છે. હાલના ચોમાસાના ભેજવાળા વાતાવરણને કારણે શ્વાસ સંબંધી ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેથી આ વાયરસ પ્રત્યે જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે.સ્વાઈન ફ્લૂ શું છે અને તેનું નામ કેમ પડ્યું?H1N1 એ ઈન્ફલ્યુએન્ઝા 'A' વાયરસનો એક પ્રકાર છે. આ વાયરસના નામ પાછળ બે મુખ્ય પ્રોટીન જવાબદાર છે. H (Hemagglutinin): આ પ્રોટીન વાયરસને માનવ શરીરના શ્વાસનળીના કોષો સાથે જોડાવામાં અને અંદર પ્રવેશવામાં મદદ કરે છે.N (Neuraminidase): વાયરસ જ્યારે કોષની અંદર પોતાના નવા કણો બનાવે છે, ત્યારે આ પ્રોટીન તે કણોને કોષમાંથી બહાર નીકળી શરીરના અન્ય કોષોમાં ફેલાવામાં મદદ કરે છે.આ વાયરસ ક્યાંથી આવ્યો, રસપ્રદ ઇતિહાસH1N1 વાયરસનો ઇતિહાસ 1918ના સ્પેનિશ ફ્લૂ જેટલો જૂનો છે. વર્ષ 2009માં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના વાયરસનું જિનેટિક બંધારણ ખૂબ અનોખું હતું. તેમાં ભૂંડ, પક્ષીઓ અને મનુષ્યોમાં જોવા મળતા ફ્લૂ વાયરસના જનીનોનું મિશ્રણ હતું. ઇન્ફ્લુએન્ઝા A વાયરસમાં 8 અલગ-અલગ જિનેટિક ટુકડાઓ હોય છે. જ્યારે કોઈ એક જ પ્રાણી (જેમ કે ભૂંડ) એક કરતાં વધુ વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, ત્યારે કોષોની અંદર આ જનીનોની અદલાબદલી થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને 'રિઆસોર્ટમેન્ટ' કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી બનેલો નવો વાયરસ માણસોમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા મેળવી લે છે.સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?ઘણા લોકો માને છે કે, સ્વાઈન ફ્લૂ માત્ર ડુક્કર કે પ્રાણીઓ મારફતે ફેલાય છે, પરંતુ વાસ્તવમાં હવે તે માણસથી માણસમાં ઝડપથી ફેલાતો ઈન્ફેક્શન બની ગયો છે.હવા મારફતે: સંક્રમિત વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય, છીંક આવે કે બોલે છે, ત્યારે તેના મોં-નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ હવામાં ફેલાય છે. નજીકમાં શ્વાસ લેતી બીજી વ્યક્તિ આ વાયરસની ઝપેટમાં આવી જાય છે.સંપર્ક મારફતે: દરવાજાના હેન્ડલ, ફોન કે ટેબલ જેવી દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી જો અસ્વચ્છ હાથ નાક, મોં કે આંખો પર લગાવવામાં આવે તો પણ ચેપ લાગે છે.સ્વાઈન ફ્લૂના મુખ્ય લક્ષણો શું છે?વાયરસના સંપર્કમાં આવ્યાના 1 થી 4 દિવસમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સામાન્ય શરદી-ઉધરસ કરતાં આ ઈન્ફેક્શન ખૂબ ઝડપથી અને તીવ્રતાથી શરીરને જકડી લે છે.સામાન્ય અને પ્રારંભિક લક્ષણોઅચાનક સખત તાવ આવવો કે ઠંડી લાગવીસૂકી ઉધરસ અને ગળામાં બળતરા/દુખાવોસખત માથાનો અને શરીરનો દુખાવોઅતિશય થાક અને નબળાઈનાક વહેવું કે બંધ થઈ જવુંપાચન સંબંધી લક્ષણો (ખાસ કરીને બાળકોમાં)ઉલટી થવી કે ઉબકા આવવાઝાડા થવાભૂખ ન લાગવીકયા ઈમરજન્સી લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટર પાસે જવું?મોટાભાગના કિસ્સાઓમાં સ્વાઈન ફ્લૂ ઘરગથ્થુ આરામથી મટી જાય છે, પરંતુ જો નીચે જણાવ્યા મુજબના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું જોઈએ.શ્વાસ લેવામાં તકલીફ પડવી કે ટૂંકા શ્વાસ લેવાછાતીમાં સતત દુખાવો કે દબાણ અનુભવવુંચક્કર આવવા, માનસિક મૂંઝવણ કે બેભાન થવુંચહેરો કે હોઠ વાદળી/ભૂરા પડી જવાપેશાબનું પ્રમાણ ખૂબ ઘટી જવુંતાવ મટ્યા પછી ફરીથી સખત તાવ અને ઉધરસ પાછા આવવાજોખમી વય જૂથસ્વાઈન ફ્લૂ 5 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી વધુ વયના વડીલો, સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, હૃદયરોગ કે અસ્થમા જેવી બીમારી ધરાવતી વ્યક્તિઓ માટે વધુ ગંભીર સાબિત થઈ શકે છે.સ્વાઈન ફ્લૂનું નિદાન કેવી રીતે થાય છે?માત્ર લક્ષણો જોઈને સ્વાઈન ફ્લૂ અને સામાન્ય ફ્લૂ વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ છે. આ માટે ડોક્ટર તબક્કાવાર તપાસને અનુસરે છે.શારીરિક તપાસ: સ્ટેથોસ્કોપથી ફેફસાંનો અવાજ સાંભળવો અને પલ્સ ઓક્સિમીટરથી બ્લડ ઓક્સિજન (SpO2) ચેક કરવું.રેપિડ ઇન્ફ્લુએન્ઝા ડાયગ્નોસ્ટીક ટેસ્ટ (RIDT): નાક કે ગળાના સેમ્પલ લઈને ઝડપી પરિણામ મેળવવું.RT-PCR Test: વાયરસના ચોક્કસ જિનેટિક મટિરિયલને ઓળખવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે, જે સૌથી સચોટ પરિણામ આપે છે.સ્વાઈન ફ્લૂની સારવાર અને દવાઓજો સંક્રમણ હળવું હોય તો પૂરતો આરામ, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી (પાણી, સૂપ, નારિયેળ પાણી) લેવું અને તાવ માટે ડોક્ટરની સલાહ મુજબ પેરાસિટામોલ જેવી દવાઓ લેવી. ગંભીર કેસમાં એન્ટિવાયરલ દવાઓ લેવામાં આવે છે. ગંભીર કેસમાં અથવા હાઈ-રિસ્ક દર્દીઓ માટે ડોક્ટરો ઓસેલ્ટામીવીર જેવી એન્ટિવાયરલ દવાની ભલામણ કરે છે. આ દવા લક્ષણો શરૂ થયાના પ્રથમ 48 કલાકમાં શરૂ કરવામાં આવે તો સૌથી વધુ અસરકારક નીવડે છે. નોંધ: આ દવાઓ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ લેવી.વિશ્વ, ભારત અને ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના આંકડાવિશ્વમાં: 2009ની મહામારી દરમિયાન વિશ્વભરમાં 1.5 લાખથી વધુ લોકોના મોત H1N1 વાયરસના કારણે થયા હોવાનો અંદાજ છે.ભારતમાં: 2009 પછી સમયાંતરે H1N1ની લહેર આવતી રહી છે. 2015માં ભારતમાં 30,000થી વધુ લેબોરેટરી કન્ફર્મ કેસ નોંધાયા હતા અને 1,700થી વધુ લોકોના મોત થયા હતા. હાલ પણ ચોમાસાની ઋતુમાં દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં કેસો વધી રહ્યા છે.ગુજરાતમાં: રાજ્યમાં પણ ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન સ્વાઈન ફ્લૂના કેસો અને મોતના બનાવો નોંધાતા રહ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આઇસોલેશન વોર્ડ અને ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે.સ્વાઈન ફ્લૂથી બચવાના ઉપાયોસીઝનલ ફ્લૂ વેક્સિન લેવી: દર વર્ષે લેવાતી ઈન્ફલ્યુએન્ઝા વેક્સિન H1N1 વાયરસ સામે ઉત્તમ રક્ષણ આપે છે.માસ્કનો ઉપયોગ: ભીડભાડવાળી અને બંધ જગ્યાઓમાં જતી વખતે N95 કે સર્જિકલ માસ્ક અવશ્ય પહેરવો.હાથની સ્વચ્છતા: બહારથી આવ્યા બાદ અથવા ઉધરસ-છીંક ખાધા પછી સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથ ધોવા.ઉધરસ શિષ્ટાચાર: છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ અથવા કોણીના અંદરના ભાગનો ઉપયોગ કરવો.સોશિયલ ડિસ્ટન્સિંગ: બીમાર વ્યક્તિથી સુરક્ષિત અંતર જાળવવું અને જો તમને તાવ-શરદી હોય તો ઘરે જ આઈસોલેટ રહેવું.આ પણ વાંચો: Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?
calendar_today September 7, 2026

Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

ગુજરાતમાં દર વર્ષે વરસાદ આવે છે, નદીઓ છલકાય છે, ચેકડેમ અને તળાવો ભરાઈ જાય છે અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. પરંતુ વરસાદ અને પૂરની ચર્ચા વચ્ચે એક ગંભીર મુદ્દો ઘણી વખત પાછળ રહી જાય છે અને તે છે. ડૂબવાથી થતા મૃત્યુ.. આ વર્ષે અત્યાર સુધીમાં 23 ડૂબવાના બનાવોમાં 77 લોકોના મોતગુજરાતમાં 2026 દરમિયાન નદી, ચેકડેમ, તળાવ, કેનાલ, કુંડ, પાણીની ટાંકી અને સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના બનાવોએ ગંભીર ચિંતા ઉભી કરી છે. આપેલી માહિતીના સંકલન મુજબ અલગ અલગ સ્થળોએ બનેલા કુલ 23 ડૂબવાના બનાવોમાં ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા છે. મોરબીમાં રફળેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં ભીડના કારણે એક આધેડનું મોત થયું હતું. ખારા ગામ પાસે વિસ ડેમમાં એક યુવક ડૂબ્યો હતો, જ્યારે લીલીયાના ગાગડિયો નદીમાં નાહવા પડેલા 36 વર્ષીય યુવાનનું મોત થયું હતું. રાજકોટ જિલ્લામાં ડૂબવાના અનેક ગંભીર બનાવો સામે આવ્યા હતા. પડધરીના દહિસરડા ગામે ચેકડેમમાં નાહવા પડેલા ચાર બાળકોના મોત થયા હતા. બેડી-હડમતીયા માર્ગ પર આવેલા પાણીના સ્થળે પણ ત્રણ બાળકો સહિત ચાર લોકોના જીવ ગયા હતા. સાબરકાંઠામાં સાબરમતી નદીમાં નાહવા ગયેલા બે યુવાનોના મોત થયા હતા. તળાજામાં બે કિશોરો તળાવમાં ડૂબી ગયા હતા. પલસાણાની નહેરમાં બાઈક સાથે ખાબકેલા બે યુવકોના પણ મોત થયા હતા.. ઉપરાંંત પાટણની નર્મદા કેનાલમાં બે મિત્રો, ઉમેટાના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં બે માસૂમ બાળકો અને શિનોરની નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા એક આધેડનું મોત થયું હતું. અંકલેશ્વરમાં પાણીની ટાંકી, સુરેન્દ્રનગરમાં તળાવ, નડિયાદમાં રામદેવ સરોવર, વડોદરામાં નર્મદા કેનાલ અને અમરેલીના તળાવમાં પણ ડૂબી જવાથી અલગ અલગ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 16 ઓગસ્ટે એક જ રવિવારે 7 લોકો, 31 ઓગસ્ટે ત્રણ સગી બહેનો, ધાતરવડી નદીમાં બે બાળકો, વોટર પાર્કમાં એક બાળક અને નર્મદા મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નોંધાયા હતા. આ વર્ષે ધૂળેટી દરમિયાન નદી અને કેનાલમાં નાહવા જતા 32 લોકોના મોતનો આંકડો આ સમગ્ર ચિત્રને વધુ ભયાનક બનાવે છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધી કુલ 23 ઘટનાઓમાં ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા છે.માત્ર પૂર હોય તો જ ડૂબવાથી મોત થતા નથીડૂબવાથી થતા મોત માત્ર પૂરના દિવસોમાં જ થતા નથી. કોઈ નદીમાં નાહવા જાય છે અને પરત આવતો નથી, કોઈ ચેકડેમમાં પાણીની ઊંડાઈનો અંદાજ લગાવી શકતો નથી, કોઈ તળાવમાં લપસી પડે છે, તો કોઈ વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જાય છે. સવાલ એ છે કે ગુજરાતમાં આટલા લોકો ડૂબી રહ્યા છે, છતાં શું આપણે જાણીએ છીએ કે સૌથી વધુ મોત ક્યાં થાય છે અને શા માટે થાય છે?2024માં જ 1,999 લોકોના ડૂબવાથી મોતએનસીઆરબીના 2024ના આંકડા મુજબ ગુજરાતમાં ડૂબવાથી 1,999 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આમાંથી 1,694 પુરુષ અને 305 મહિલાઓના મોત થયા હતા.1,350 લોકોના મોત પાણીમાં પડવાથી થયા હતાઆંકડામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 1,350 લોકોના મોત પાણીના સ્ત્રોતમાં અકસ્માતે પડી જવાથી થયા હતા. જ્યારે અન્ય ડૂબવાના બનાવોમાં 640 લોકોના મોત નોંધાયા હતા. નાવડી પલટી જવાથી પણ 9 લોકોના મોત થયા હતા. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ડૂબવાથી થતા મોટા ભાગના મોત માત્ર પૂરના પાણીમાં થતા નથી. નદી, તળાવ, ચેકડેમ, કેનાલ અને અન્ય પાણીના સ્ત્રોતો પણ મોટી સંખ્યામાં લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.પૂરના મૃત્યુ અને ડૂબવાના મૃત્યુ વચ્ચે મોટો તફાવતવરસાદી સિઝનમાં જ્યારે પૂર આવે છે ત્યારે મૃત્યુના સમાચાર મોટા પ્રમાણમાં સામે આવે છે. પરંતુ આખા વર્ષ દરમિયાન થતા ડૂબવાના બનાવોની સંખ્યા ઘણી વધારે છે. 2024માં દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં માનવ મૃત્યુ નોંધાયા હતા અને બચાવ દળોને મોટા પ્રમાણમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ બીજી તરફ આખા વર્ષમાં ડૂબવાથી 1,999 લોકોના મોત થયા હતા. એટલે એક વાત સ્પષ્ટ છે કે પૂરના દિવસોમાં થતા મોત આપણને દેખાય છે, પરંતુ બાકીના દિવસોમાં નદી, તળાવ અને ચેકડેમમાં થતા મોત એક એવી ગંભીર સમસ્યા છે જેના પર પૂરતી ચર્ચા થતી નથી. શું ગુજરાતમાં ડૂબવાથી થતા મોત એક શાંત આપત્તિ બની રહ્યા છે?2026માં ધુળેટીના દિવસે જ 32 લોકોના મોત2026માં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું હતું. ધુળેટીના દિવસે રાજ્યમાં નદી, કેનાલ અને તળાવોમાં નાહવા અથવા ડૂબકી મારવા ગયેલા ઓછામાં ઓછા 32 લોકો ડૂબી ગયા હતા. સુરતમાં સૌથી વધુ 10 લોકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 7 લોકોના મોત નોંધાયા હતા. રાજકોટ, મહીસાગર, વડોદરા, મહેસાણા અને અરવલ્લી સહિતના અન્ય વિસ્તારોમાં પણ ડૂબવાના બનાવો બન્યા હતા.આ ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે.સવાલ એ છે કે શું લોકોને જોખમની ખબર નથી? કે પછી લોકોને ખબર હોવા છતાં તેઓ જોખમ લે છે? અને જો દર વર્ષે તહેવારો અને રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં નદી અને ચેકડેમમાં નાહવા જાય છે, તો શું તંત્રને પહેલેથી ખબર નથી હોતી કે આવા દિવસોમાં દુર્ઘટનાનું જોખમ વધી શકે છે?માત્ર ચેતવણીનો પાટિયું લગાવવાથી જવાબદારી પૂરી થઈ જાય?ઘણા જોખમી પાણીના સ્થળોએ એક પાટિયું જોવા મળે છે—અહીં નાહવું જોખમી છે. પરંતુ સવાલ એ છે કે માત્ર ચેતવણી લખવાથી જોખમ અટકી જાય છે? જો કોઈ ચેકડેમ કે નદીમાં વારંવાર લોકો ડૂબતા હોય તો ત્યાં સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે? લોકો પાણી સુધી ન પહોંચે તેવી વ્યવસ્થા છે? તહેવારના દિવસે પોલીસ તૈનાત હોય છે? બચાવ માટે દોરડા અને જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ હોય છે? પાણીમાં ઉતરતા લોકોને રોકવા માટે કોઈ હોય છે? માત્ર પાટિયું લગાવી દેવાથી જીવ બચી શકતા નથી. જો કોઈ સ્થળ વારંવાર જીવલેણ સાબિત થઈ રહ્યું હોય તો ત્યાં કાયમી સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે.વરસાદ પછી ચેકડેમ અને નાના જળાશયો કેમ બની જાય છે જીવલેણ?ચેકડેમ કે નાનો જળાશય બહારથી શાંત દેખાતો હોય છે. પાણીની સપાટી જોઈને લોકોને લાગે છે કે અહીં નાહવું સલામત હશે. પરંતુ પાણીની નીચેની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. ભારે વરસાદ પછી પાણીની ઊંડાઈ અચાનક વધી જાય છે. ગઈકાલે જ્યાં પાણી ઓછું હતું ત્યાં આજે ઊંડો ખાડો બની ગયો હોઈ શકે છે. વરસાદી પાણી સાથે માટી આવવાથી તળિયું દેખાતું નથી. પાણીની નીચે ઊંડા ખાડા હોઈ શકે, તૂટેલો કિનારો હોઈ શકે, લપસણાં પથ્થરો હોઈ શકે, કાદવ હોઈ શકે કે પછી પાણીનો જોરદાર પ્રવાહ હોઈ શકે. સૌથી મોટું જોખમ એ છે કે પાણી ઉપરથી શાંત દેખાય છે. પરંતુ અંદરનો પ્રવાહ માણસને ખેંચી શકે છે. એકવાર માણસ લપસી જાય અથવા ઊંડા પાણીમાં પહોંચી જાય પછી ગભરાટ વધે છે અને બચવું મુશ્કેલ બની જાય છે.ગામડાઓમાં પાણીની ઊંડાઈનો અંદાજ કેમ લગાવી શકાતો નથી?ગ્રામ્ય વિસ્તારોમાં અનેક નદીઓ, ચેકડેમ અને તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે. ઘણા લોકો વર્ષોથી એ જ સ્થળે નાહતા હોય છે. એટલે તેમને લાગે છે કે પાણીની સ્થિતિની તેમને સંપૂર્ણ જાણ છે. પરંતુ ભારે વરસાદ પછી પાણીનો વિસ્તાર અને તળિયું બંને બદલાઈ શકે છે. એક જ સ્થળ ગઈકાલે છીછરું હોય અને આજે ખૂબ ઊંડું બની ગયું હોય શકે છે. ખાસ કરીને સાંજના સમયે અથવા રાત્રે જોખમ અનેક ગણું વધી જાય છે. પાણી કેટલું ઊંડું છે અને અંદર પ્રવાહ કેટલો છે તેનો અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ બને છે.શું ગુજરાતમાં ડૂબવાથી થતા મોત માટે જિલ્લાવાર કોઈ પેટર્ન છે?જો સરકાર પાસે દર વર્ષે ડૂબવાથી થતા મૃત્યુનો વિસ્તાર અને કારણ પ્રમાણે ચોક્કસ આંકડો હોય તો સૌથી જોખમી સ્થળોની ઓળખ સરળતાથી થઈ શકે. પરંતુ હાલમાં ઘટના પછી કાર્યવાહી થાય છે, જ્યારે ઘટનાથી પહેલાં જોખમ અટકાવવા માટે જરૂરી માહિતીનો અભાવ જોવા મળે છે.બચાવ દળોના આંકડો શું કહે છે?પૂર અને ભારે વરસાદની સ્થિતિમાં બચાવ દળોને મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડે છે. અનેક લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે. આનો અર્થ એ છે કે મૃત્યુનો આંકડો માત્ર એટલું નથી બતાવતો કે કેટલા લોકોના જીવ ગયા. બચાવ દળોનો આંકડો બતાવે છે કે કેટલા લોકો એવા જોખમમાં હતા જ્યાં થોડો વિલંબ થયો હોત તો મૃત્યુ થઈ શક્યું હોત. સવાલ એ છે કે જો બચાવ દળોને દર વર્ષે વારંવાર આવી જ જગ્યાએ લોકો બચાવવા જવું પડે છે તો શું એ સ્થળોને પહેલેથી જોખમી જાહેર કરી શકાય નહીં?ભારે વરસાદ અને અચાનક પૂરની સ્થિતિ શું જોખમ વધારી રહી છે?ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વરસાદની ઘટનાઓ ગંભીર મુદ્દો બની રહી છે. ટૂંકા સમયમાં ખૂબ જ ભારે વરસાદ પડવાથી નદીઓ અચાનક ભરાઈ જાય છે. નાના ચેકડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી જાય છે. ઘણા વખત ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય ત્યારે નીચેવાસમાં પાણીનો જોરદાર પ્રવાહ અચાનક આવી શકે છે. એટલે જ્યાં વરસાદ ન પડતો હોય ત્યાં પણ નદી અચાનક ભરાઈ શકે છે. આ જ કારણ છે કે વરસાદી દિવસોમાં નદી અને ચેકડેમની આસપાસ જવું જોખમી બની શકે છે.તો આ મૃત્યુ કેવી રીતે અટકાવી શકાય?ગુજરાતમાં ડૂબવાથી થતા મૃત્યુ અટકાવવા માટે માત્ર લોકોને સમજાવવાથી કામ નહીં ચાલે. સરકારે અને સ્થાનિક તંત્રએ જોખમી સ્થળોની યાદી તૈયાર કરવી જોઈએ. જે સ્થળોએ વારંવાર લોકો ડૂબ્યા હોય તેને અત્યંત જોખમી વિસ્તાર જાહેર કરવા જોઈએ અને તે સ્થળ પાસે મજબૂત સુરક્ષાની વાડ કરવી જોઇએ કે અને તળાવ કે ચેકડેમ કે નદીના પાણી સુધી પહોંચતા રસ્તા બંધ કરવા જોઇએ . આ સાથે અગાઉથી જ સ્પષ્ટ ચેતવણી આપવી જોઇએ અને ખાસ કરીને તહેવાર અને રજાના દિવસે પોલીસ અને ફાયર બ્રિગેડનો બંદોબસ્ત ગોઠવવો જોઇએ અને તેમાં પણ બચાવ સાધનોની સાથે સ્થાનિક સ્વયંસેવકો ફરજિયાત કરવા જોઈએ.આખરે જવાબદારી કોની?દરેક ડૂબવાના બનાવ પછી એક સામાન્ય વાત સાંભળવા મળે છે કે ચેતવણી આપી હોવા છતાં લોકો પાણીમાં ગયા. એક વાત તો સાચી છે કે લોકોની બેદરકારી પણ અનેક વખત જવાબદાર હોય છે. પરંતુ જો એક જ સ્થળે દર વર્ષે લોકો ડૂબતા હોય તો શું જવાબદારી માત્ર પાણીમાં ઉતરેલા વ્યક્તિની જ છે? કે પછી તે જોખમી સ્થળ ખુલ્લું રાખનારી વ્યવસ્થાની પણ જવાબદારી છે? તે પણ મોટો સવાલ છેગુજરાતમાં ડૂબવાથી થતા મોત માત્ર કુદરતી આપત્તિ નથી.આમાં લોકોની બેદરકારી છે, પરંતુ સાથે જોખમી સ્થળોની ઓળખનો અભાવ, પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને ચોક્કસ માહિતીના અભાવનો પણ મોટો પ્રશ્ન છે. કદાચ હવે સમય આવી ગયો છે કે ગુજરાતમાં ડૂબવાથી થતા દરેક મૃત્યુને માત્ર અકસ્માત ન માનવામાં આવે.. દરેક મૃત્યુ પછી એક પ્રશ્ન પૂછવો જોઈએ—આ માણસ ખરેખર બચી શકતો હતો? જો જવાબ હા હોય, તો પછી આગામી મૃત્યુ પહેલાં શું બદલાશે? આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?

Read Full Story arrow_forward