android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
calendar_today September 7, 2026

PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા ખાતેથી તેઓ રૂ.35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની આધારશિલા મૂકશે તેમજ તેને દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરીને સંબોધન કરશે.  પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શન રાષ્ટ્રને સમર્પિત  વડાપ્રધાન રૂ.20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા 326 કિલોમીટર લાંબા પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વપૂર્ણ સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેની સાથે જ તેઓ ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉંબરગામ અને મુંબઈના ન્યૂ જેએનપીટી (JNPT) ખાતેથી માલગાડીઓની સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે.  આદિવાસી વિસ્તારો માટે નવી રેલવે સેવા અને લાઇનનું લોકાર્પણવડોદરા અને ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે, જેનાથી વડોદરા, છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાના નાગરિકોને સીધો લાભ થશે. છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન પણ દેશને સમર્પિત કરાશે, જે અલીરાજપુરના દૂરસુદૂરના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે.રૂ. 9,700 કરોડથી વધુના રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સનો શિલારોપણ  વડાપ્રધાન દ્વારા રૂ.9,700 કરોડથી વધુના ખર્ચ ધરાવતા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સ અને આશરે રૂ.1,780 કરોડના ખર્ચે આકાર પામનારા ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇવે) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત સરકારના આશરે રૂ.2,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.  મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’નું ઉદ્ઘાટન  મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે. આ વર્ષની ફિનટેક કોન્ફરન્સની મુખ્ય થીમ “અસરની ક્ષમતા : એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – સમાવેશી નાણાકીય વ્યવસ્થા માટે વિશ્વસનીય, કનેક્ટેડ અને વૈશ્વિક પ્રણાલીઓ” (Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum – Trusted, Connected, Global Systems for Inclusive Finance) રાખવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી
calendar_today September 7, 2026

Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી

સુરત શહેરના ચર્ચાસ્પદ ભાજપ કાર્યકર હત્યા કેસમાં જેલહવાલે થયેલા કુખ્યાત ગુનેગાર સાગર ઉર્ફે 'માન્યા ડુક્કર'નો આતંક ઓછો થવાનું નામ લેતો નથી. હાલ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હોવા છતાં માન્યા ડુક્કર સામે ખંડણી અને રંગદારીનો વધુ એક ગંભીર ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાયો છે.બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને ધમકાવી 15 લાખ માગ્યામળતી વિગતો અનુસાર, આરોપી સાગર ઉર્ફે માન્યા ડુક્કરે લિંબાયત વિસ્તારમાં એક બિલ્ડર પાસે 15 લાખની તગડી ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, અગાઉ તેણે ચપ્પુ બતાવી બળજબરીપૂર્વક ₹10,000 પડાવી લીધા હતા. આરોપી અને તેની ગેંગે લિંબાયતમાં ચાલી રહેલી એક બાંધકામ સાઇટ પર અચાનક ધસી જઈને ત્યાં હાજર કોન્ટ્રાક્ટર અને શ્રમિકોને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ સાઇટ પર ચાલતું કામ પળવારમાં બંધ કરાવી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો.જેલમાંથી પણ ગુનાખોરી અટકતી નથીહત્યા જેવા ગંભીર ગુનામાં જેલમાં હોવા છતાં ભૂતકાળના ગુનાઓની કડી રૂપે ખંડણીનો નવો કિસ્સો સામે આવ્યો. લિંબાયત પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે ધાકધમકી, લૂંટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેલમાં બંધ આ આરોપીની ટ્રાન્સફર વોરન્ટ અથવા કાનૂની પ્રક્રિયા હેઠળ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો: Sayla: વાડીમાં 7 કિલો ગાંજો મૂકી નિર્દોષને ફસાવનાર બાતમીદાર જ નીકળ્યો આરોપી; 2 ની ધરપકડ

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : 2018માં 51 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હતાં, જાણો ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કેટલા તાલુકામાં અસર થઈ શકે?
calendar_today September 7, 2026

Sandesh Digital Explainer : 2018માં 51 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હતાં, જાણો ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કેટલા તાલુકામાં અસર થઈ શકે?

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે તો 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ નિયત નિયમો અનુસરીને ગમે ત્યારે દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર કરી શકે છે.અગાઉ દુષ્કાળ કે અછતની સ્થિતિ નક્કી કરવા માટે આનાવારીથી ઉપજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ લાગુ થતી હતી.એ વખતે 30 સપ્ટેમ્બરે વિધિવત્ ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડતી હતી અને એ પછી ઉપજનું મૂલ્યાંકન એક મહિનામાં પૂરું કરી 31મી ઓક્ટોબર પહેલાં દુષ્કાળ કે અછત જાહેર કરવાનો નિયમ હતો.ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 686.83 mm વરસાદ થયો છે. જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદ સામે 75.57% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 104.20% સાથે સરેરાશથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 56.23% અને સૌરાષ્ટ્રમાં 56.07% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ સારી છે, પરંતુ દેવભૂમિ દ્વારકા (6.41%), પોરબંદર (18.12%) અને જામનગર (28.88%) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ઘણો ઓછો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો 29.49% વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. તાલુકાવાર વિતરણ મુજબ રાજ્યના 37 તાલુકાઓમાં 1000 mm થી વધુ, 92 તાલુકાઓમાં 501 થી 1000 mm, 115 તાલુકાઓમાં 251 થી 500 mm, 14 તાલુકાઓમાં 126 થી 250 mm, 7 તાલુકાઓમાં 51 થી 125 mm અને 3 તાલુકાઓમાં 0 થી 50 mm સુધીનો વરસાદ નોંધાયો છે.  દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું છે?ટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.2018માં સરકારે 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. વર્ષ 2018માં ઓછો વરસાદ થવાથી દુકાળગ્રસ્ત સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. તેમાં કચ્છના તમામ 10, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2, રાજકોટના 2 અને ભાવનગર જિલ્લાના 1 તાલુકાનો સમાવેશ કરાયો હતો. અગાઉ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 125 મીમી (5 ઈંચ) કરતાં ઓછો વરસાદ હોય તેવા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનો માપદંડ હતો. જોકે પાછળથી આ માર્ગદર્શિકા વધુ ઉદાર બનાવવામાં આવી હતી. 2018માં રાજ્ય સરકારે આ પ્રમાણે સહાય જાહેર કરી હતીગુજરાત સરકારે 250 મીમી કરતાં ઓછો વરસાદ મેળવનાર તમામ 51 તાલુકાઓને 1 ડિસેમ્બરથી અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછતગ્રસ્ત તાલુકાઓમાં અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો તે ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 6800ની સહાય, સરકાર દ્વારા મંજૂર કરાયેલા ઢોરવાડા માં બે મહિનાના સમયગાળા માટે મોટા પશુઓ માટે રોજના રૂ. 70 અને નાના પશુઓ માટે રૂ. 35ની સહાય, બાકીના સમયગાળામાં સહાયની રકમ પશુ દીઠ રૂ. 70ના બદલે રૂ. 25 રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારો માટે 4 કરોડ કિલો ઘાસચારો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. 51 તાલુકાઓમાં વ્યક્તિગત પશુપાલકો માટે સરકાર દ્વારા દૈનિક 4 કિલો સુધી રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરાઈ હતી. મનરેગામાં 100ની જગ્યાએ 150 દિવસ માનવદિનની રોજગારી જાહેર કરાઈ હતી. વનવિભાગ પાસે હાલમાં 402 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધરાજ્યમાં વનવિભાગની વાડીઓમાં 402 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.આ ગત વર્ષનો સ્ટોક છે.વર્તમાન ખરીફ સીઝનમાં 6.29 લાખ હેક્ટરમાં ઊગી રહેલો ઘાસચારો આ જથ્થામાં ઉમેરાશે.ગત બુધવારે યોજાયેલી કૅબિનેટ તથા સીઓએમ બેઠકોમાં આ વિગતો રજૂ થઈ હતી.અધિકારીઓ તરફથી બેઠકોમાં જણાવાયું હતું કે,પશુપાલકોને તથા પાંજરાપોળો-ગૌશાળાઓને રાહતના દરે ઘાસચારાનું વિતરણ વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ શરૂ થઈ ગયું છે અને આ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 6 સભ્યોની સમિતિ રચી જરૂરી નિર્ણયો લેવાની સત્તા પણ 31મી ઓગસ્ટથી આપી દેવાઈ છે.પશુપાલકોને મહત્તમ પાંચ પશુ માટે પશુદીઠ દૈનિક 4 કિલો સૂકો ઘાસચારો કિલોદીઠ રૂ.2ના રાહત ભાવે અપાઈ રહ્યો છે.જ્યારે ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ.30ના ભાવે ઘાસ અપાઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા ઊભા કરાયેલા ઘાસડેપો ઉપરથી કાર્ડ કાઢી આપી ઘાસચારો રાહતદરે અપાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ

Read Full Story arrow_forward