android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli : 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ઘાયલ સિંહને કેવી રીતે બચાવાયો? Video
calendar_today September 7, 2026

Amreli : 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ઘાયલ સિંહને કેવી રીતે બચાવાયો? Video

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જમાં ઇન્ફાઇટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા નર સિંહના રેસ્ક્યુની ઘટના સામે આવી છે. સિંહ એટલો ગંભીર રીતે ઘાયલ હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો અને જમીનથી અંદાજે 10 ફૂટ ઊંડા પાળા નીચે પડ્યો હતો.10 ફૂટ નીચે પડેલા સિંહ સુધી પહોંચવું બન્યું મોટો પડકારઘાયલ સિંહની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સામાન્ય પદ્ધતિથી રેસ્ક્યુ કરવું શક્ય નહોતું. સિંહ પાંજરામાં જાતે આવી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી તરફ, નાજુક હાલતમાં તેને બેભાન કરવાની પ્રક્રિયા પણ જોખમી બની શકે તેમ હતી. તેથી વન વિભાગની ટીમે ખાસ આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.સિંહની નજીક ટ્રેકરને મોકલતા વધ્યો રોમાંચરેસ્ક્યુ દરમિયાન એક ટ્રેકરને પાંજરામાં સુરક્ષિત રીતે બેસાડી ઘાયલ સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ટ્રેકરે 2 થી 3 લાકડીઓની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક સિંહને અલગ અલગ ભાગેથી ગાળિયામાં લીધો હતો. ત્યારબાદ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી સિંહને પાંજરામાં લેવામાં આવ્યો હતો.20 લોકોની મદદથી પાંજરું ઉપર લાવવામાં આવ્યુંસિંહને પાંજરામાં લીધા બાદ પણ રેસ્ક્યુ ટીમ સામે મોટો પડકાર હતો. અંદાજે 20 લોકોની મદદથી ભારે પાંજરાને 10 ફૂટ ઊંડા પાળામાંથી ઉપર ચડાવી વાહન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ સિંહને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.10 દિવસની સારવાર પછી જંગલમાં વાપસીસિંહની સતત સારવાર કરવામાં આવી હતી અને લગભગ 10 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ બન્યો હતો. ત્યારબાદ સિંહને તેના કુદરતી આવાસમાં ફરી મુક્ત કરવામાં આવ્યો હતો.  દરરોજ અનેક વન્યજીવો માટે ચાલે છે રેસ્ક્યુ અભિયાનગીર લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં સિંહ ઉપરાંત દીપડા, અજગર, મગર, જરખ અને શિયાળ સહિતના વિવિધ વન્યજીવોના રેસ્ક્યુ માટે દિવસ-રાત કામગીરી કરવામાં આવે છે. અંદાજે દરરોજ 2 થી 3 વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.આ પણ વાંચો :   Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ

Read Full Story arrow_forward
હચમચાવી નાખશે બિહાર પૂર હોનારતની આ તસવીરો, ગામડાં અને ખેતરો જળમગ્ન, જનજીવન ખોરવાયું
calendar_today September 7, 2026

હચમચાવી નાખશે બિહાર પૂર હોનારતની આ તસવીરો, ગામડાં અને ખેતરો જળમગ્ન, જનજીવન ખોરવાયું

બિહારમાં નદીઓના જળસ્તરમાં સતત વધારાને કારણે પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મુખ્યમંત્રીની સૂચના બાદ રાજ્ય સરકારે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે મળીને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. શનિવાર સુધીના આંકડા મુજબ, રાજ્યના ૧૧ જિલ્લાઓના ૫૦ બ્લોકની ૨૦૧ પંચાયતોમાં આશરે ૧૦.૨૬ લાખ લોકો પૂરની ચપેટમાં આવ્યા છે.

Read Full Story arrow_forward
Botadના કૃષ્ણસાગર તળાવમાંથી 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળતા મચી ચકચાર
calendar_today September 7, 2026

Botadના કૃષ્ણસાગર તળાવમાંથી 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળતા મચી ચકચાર

બોટાદ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક કૃષ્ણસાગર તળાવમાંથી એક 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ બોટાદના 21 વર્ષીય ઇમરાનભાઈ આરિફભાઈ ધાનાણી તરીકે થઈ છે, જ્યારે મૃતક યુવતીની ઓળખ મૂળ પાવાગઢના અને હાલ સરવઈ પાટી ખાતે રહેતી 21 વર્ષીય રેણુકાબેન દિનેશભાઈ રાઠવા તરીકે કરવામાં આવી છે.ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ અને કાયદાકીય કાર્યવાહી તળાવમાં મૃતદેહ તરતા હોવાની જાણ થતાં જ બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં જ બોટાદ પોલીસ ટીમ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.મોતનું કારણ જાણવા પોલીસ તપાસ તેજ બંને મૃતકોની ઉંમર 21 વર્ષ હોય અને તેઓ એકબીજાના સંપર્કમાં હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આત્મહત્યા છે કે અન્ય કોઈ બનાવ, તે અંગે પોલીસ હાલ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા બંને મૃતદેહને પંચનામું કરીને ચોક્કસ કારણ જાણવા માટે બોટાદની સિવિલ સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward