android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત
calendar_today September 7, 2026

Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

વડોદરામાં આવેલી પ્રસિદ્ધ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ કંપનીના યુરિયા પ્લાન્ટમાં અચાનક વાયુ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલ કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સાથી કર્મચારીને બચાવવા જતાં ઘનશ્યામ ગોહિલે ગુમાવ્યો જીવઆ દુર્ઘટનામાં ઘનશ્યામ ગોહિલ નામના કોન્ટ્રાક્ટ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, યુરિયા પ્લાન્ટમાં ગેસ ગળતર થતાં જ એક અન્ય કર્મચારી તેની ઝપેટમાં આવી ગયો હતો. ઘનશ્યામ ગોહિલે પોતાના સાથી કર્મચારીનો જીવ બચાવવા માટે વીરતાપૂર્વક પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન પોતે ગંભીર રીતે ગેસની અસર હેઠળ આવી જતાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂઆ ગંભીર ઘટનાની જાણ થતાં જ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા ટીમ તુરંત પ્લાન્ટ પર દોડી આવી હતી. ગેસ લીકેજ કયા કારણોસર થયું અને સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે તંત્ર દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.આ પણ વાંચો: Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી

Read Full Story arrow_forward
Suratના વરાછામાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રની લાલ આંખ: 6 ઇમારતો પર મનપાનું ડિમોલિશન!
calendar_today September 7, 2026

Suratના વરાછામાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રની લાલ આંખ: 6 ઇમારતો પર મનપાનું ડિમોલિશન!

સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછા ઝોન વિસ્તારમાં પાલિકાની ડિમોલિશન ટીમ દ્વારા મંજૂરી વિના કરવામાં આવેલા વધારાના બાંધકામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ અનેક નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં, બિલ્ડર દ્વારા ગેરકાયદે બાંધકામ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે તંત્રને આખરે આકરાં પગલાં લેવાની ફરજ પડી હતી.ટી.પી. 4 અશ્વિનીકુમાર-નવાગામમાં બુલડોઝર ફરી વળ્યું આ કાર્યવાહી ટી.પી. સ્કીમ નંબર 4, અશ્વિનીકુમાર - નવાગામ ખાતે આવેલી ઇમારતો પર કરવામાં આવી હતી. અહીં બિલ્ડર દ્વારા મહાનગરપાલિકા પાસેથી ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 4 માળ (G+4)ની મંજૂરી લેવામાં આવી હતી. જોકે, પાસ થયેલા પ્લાનનો ખુલ્લેઆમ અનાદર કરીને બિલ્ડરે નિયમો વિરુદ્ધ જઈને વધારાના બે માળનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને છ જેટલી ઇમારતોમાં કરાયેલું વધારાનું બાંધકામ તોડી પાડ્યું હતું.અંતિમ નોટિસ બાદ તંત્રની કડક કાર્યવાહી મનપાના વરાછા ઝોન દ્વારા આ મુદ્દે બિલ્ડરને અગાઉથી કાયદાકીય નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરાતાં આખરે આખરી નોટિસ આપીને પાલિકાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું. આજે 6 ટાવરના ગેરકાયદેસર રીતે બનાવાયેલા બે-બે માળ પર તંત્ર દ્વારા હથોડા ઝીંકીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે બાંધકામ કરતા ભૂમાફિયાઓ અને બિલ્ડરોમાં ભારે ફાળ પડી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Court Bomb threat Case: અમદાવાદ-સુરત કોર્ટને બોમ્બની ધમકી આપવાના કેસમાં 2 ઝડપાયા
calendar_today September 7, 2026

Court Bomb threat Case: અમદાવાદ-સુરત કોર્ટને બોમ્બની ધમકી આપવાના કેસમાં 2 ઝડપાયા

અમદાવાદ અને સુરતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મોકલવાના સનસનાટીભર્યા મામલામાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને તામિલનાડુના ચેન્નાઈ શહેર ખાતેથી ૨ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.RDX બ્લાસ્ટ અંગે મોકલ્યો હતો ધમકીભર્યો મેઈલબે દિવસ પહેલા અમદાવાદ અને સુરતની કોર્ટને લક્ષ્ય બનાવીને RDX વડે બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો તુર્ત જ હરકતમાં આવી ગયો હતો અને કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઈમે ઈમેલના IP એડ્રેસના આધારે તપાસ તેજ કરી હતી.કોર્ટ સામે ખુન્નસ રાખીને બદલો લેવા કર્યું કૃત્યપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ NDPS (નાર્કોટિક્સ) ના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓને અદાલતી કાર્યવાહી અને કેસ સંદર્ભે કોર્ટ પ્રત્યે ભારે ખુન્નસ (અદાવત) હતી, જેના લીધે બદલો લેવાની ભાવનાથી તેમણે આ ધમકીભર્યો મેઈલ કરીને સન્નાટો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. એક આરોપી પેરોલ જમ્પ હોવાનો પણ ખુલાસોધરપકડ કરાયેલા બંને ગુનેગારો પૈકી એક આરોપી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર એટલે કે પેરોલ જમ્પ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે બંને આરોપીઓને અમદાવાદ લાવીને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી

Read Full Story arrow_forward