android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: વાડીમાં 7 કિલો ગાંજો મૂકી નિર્દોષને ફસાવનાર બાતમીદાર જ નીકળ્યો આરોપી; 2 ની ધરપકડ
calendar_today September 7, 2026

Sayla: વાડીમાં 7 કિલો ગાંજો મૂકી નિર્દોષને ફસાવનાર બાતમીદાર જ નીકળ્યો આરોપી; 2 ની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-મૂળી રોડ પર આવેલી એક વાડીમાંથી થોડા દિવસો પૂર્વે પોલીસે દરોડો પાડીને ૭ કિલો જેટલો ગેરકાયદેસર સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. શરૂઆતમાં આ મામલો નશીલા પદાર્થોની તસ્કરીનો લાગતો હતો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.સાયલા-મૂળી રોડ પર વાડીમાંથી ગાંજો ઝડપાયોપોલીસની ટેકનિકલ અને ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, સાયલાના કરશનપરા વિસ્તારમાં રહેતા વાડી માલિક ગોપાલ જેઠાભાઈ સભાણી આ કેસમાં સાવ નિર્દોષ છે. તેમને અંગત મનદુઃખ કે વેરભાવના કારણે ગેરકાયદે ગાંજાના કેસમાં ફસાવી દેવા માટે તેમની વાડીમાં છૂપી રીતે આ જથ્થો મૂકવામાં આવ્યો હતો.પોલીસની સતર્કતાથી ખુલાસો થયો હતો કે જે વ્યક્તિએ પોલીસને વાડીમાં ગાંજો હોવાની 'સચોટ બાતમી' આપી હતી, તે પોતે જ આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સુત્રધાર હતો. બાતમીદાર અરજણ ઉર્ફે ભુવા શિયાળ અને તેના સાગરીત દેવજીભાઈ મીરે મળીને ગોપાલ સભાણીને જેલહવાલે કરવા માટે આ યોજના બનાવી હતી.મહારાષ્ટ્રના સપ્લાયરને પકડવા પોલીસના ચક્રો ગતિમાન સુરેન્દ્રનગર પોલીસે કાવતરું ઘડી નિર્દોષને ફસાવવાના ગુનામાં અરજણ ઉર્ફે ભુવા શિયાળ અને દેવજીભાઈ મીરની વિધિવત ધરપકડ કરી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે વાડીમાં પ્લાન્ટ કરવા માટે આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગાંજો મોકલનાર મુખ્ય શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

Read Full Story arrow_forward
CGPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીક કેસ: EDની મોટી કાર્યવાહી, રાયપુર સહિત 5 સ્થળોએ દરોડા
calendar_today September 7, 2026

CGPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીક કેસ: EDની મોટી કાર્યવાહી, રાયપુર સહિત 5 સ્થળોએ દરોડા

છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC) ની ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ ગુનેગારો સામે પગલાં ભરતાં EDની ટીમોએ રાયપુર, દુર્ગ, ધમતરી અને જશપુર સહિત કુલ પાંચ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 2020 અને 2021ની CGPSC પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ આચરીને ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો ચર્ચાઈ રહ્યા છે.ઉત્કર્ષ ચંદ્રાકરની અટકાયત અને કરોડના વ્યવહારોનો ખુલાસો EDની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે, જેમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પરીક્ષાનું પેપર લીક કરીને ઉમેદવારો પાસેથી રૂ.3 કરોડથી વધુની રકમ વસૂલી હતી. આ વસૂલેલા નાણાંમાંથી અંદાજે રૂ.2.80 કરોડ જેટલી મોટી રકમ અનિલ ચંદ્રાકરને આપવામાં આવી હોવાનો સંગીન આરોપ છે. આ મામલે EDએ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરતા 1 સપ્ટેમ્બરે ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ કરી લીધી છે.મહત્વના પુરાવા જપ્ત અને ભૂતપૂર્વ અધ્યક્ષ સામે FIR દરોડા દરમિયાન ED દ્વારા અનેક મહત્વના દસ્તાવેજો, બેંક ખાતાઓ, સંપત્તિ સંબંધિત કાગળો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જે તપાસમાં મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. આ કેસમાં CGPSCના તત્કાલીન અધ્યક્ષ તામન સિંહ સોનવાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે શોધવા માટે હાલ ED દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Satya Niketan Building Collapse: માલિક હરિરામ બંસલ ઝડપાયો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ
calendar_today September 7, 2026

Satya Niketan Building Collapse: માલિક હરિરામ બંસલ ઝડપાયો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ

દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. MCD કમિશનરના આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ બિલ્ડિંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો છે. રાજસ્થાનના ભિવાડીથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. માલિક હરિરામ બંસલ ઝડપાયો પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ પૂર્વ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ધરાશાયી થયેલી ઇમારતના માલિક હરિરામ બંસલની ધરપકડ કરી છે. તેમને હરિયાણાના ભીવાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી .MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર, અધિક્ષક ઇજનેર (SE) રણવીર સિંહ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર (EE - બિલ્ડિંગ) લલિત કુમાર ગોયલ, આસિસ્ટન્ટ એન્જિનિયર (AE - બિલ્ડિંગ) સુનિલ ચૌહાણ અને જુનિયર એન્જિનિયર આશિષ કુમારનો સમાવેશ થાય છે.આદેશમાં જણાવાયું છે કે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહીના પરિણામ સુધી સસ્પેન્શન અમલમાં રહેશે. MCD તકેદારી વિભાગે અલગ સસ્પેન્શન આદેશો જાહેર કર્યા છે. આ કાર્યવાહી અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, સત્ય નિકેતન ઘટના અંગે મુખ્યમંત્રીના નિર્દેશો અનુસાર, MCDના ડેપ્યુટી કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અધિક્ષક ઇજનેર, સહાયક ઇજનેર અને જુનિયર ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની જવાબદારી શું હતી?બાંધકામ વિભાગને બાંધકામનું નિરીક્ષણ કરવાનું અને મકાન નિયમોના ઉલ્લંઘન સામે પગલાં લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો બાંધકામ પરવાનગી વિના અથવા મંજૂર યોજનાઓથી વિચલિત થઈને ચાલી રહ્યું હોય, તો સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે. સહાયક ઇજનેરો (AEs) અને જુનિયર ઇજનેરો (JEs) સામાન્ય રીતે પ્રારંભિક સ્થળ દેખરેખમાં સામેલ હોય છે.એ જ રીતે, એક્ઝિક્યુટિવ ઇજનેરો (EEs) અને સુપરિન્ટેન્ડિંગ ઇજનેરો (SEs) તેમના સંબંધિત વિસ્તારોમાં દેખરેખ અને અમલીકરણની જવાબદારી નિભાવે છે. ઝોન માટે વહીવટી સ્તરે ડેપ્યુટી કમિશનર જવાબદારી નિભાવે છે.ખતરનાક બાંધકામો તોડી પાડવામાં આવશે- CM રેખા રેખા ગુપ્તાએ કહ્યું, "આ ઇમારત અંગે કાર્યવાહી પહેલાથી જ શરૂ કરવામાં આવી છે, અને માલિક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વધુમાં આસપાસની અન્ય ખતરનાક ઇમારતોને ઓળખીને તોડી પાડવામાં આવશે. ખાસ કરીને અમે આ ઇમારતની પાછળની ઇમારત ખાલી કરાવી છે, અને તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.અકસ્માત બાદ કાર્યવાહી શરૂ કરીને, વહીવટીતંત્રે આસપાસના સમગ્ર વિસ્તારનો સર્વે શરૂ કર્યો છે. અકસ્માત સ્થળની પાછળ આવેલી બીજી જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવા અને તોડી પાડવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે આ વિસ્તારમાં આવી બધી ખતરનાક અને ગેરકાયદેસર ઇમારતોને ઓળખવામાં આવશે અને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવશે.આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન

Read Full Story arrow_forward