CGPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીક કેસ: EDની મોટી કાર્યવાહી, રાયપુર સહિત 5 સ્થળોએ દરોડા
છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC) ની ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ ગુનેગારો સામે પગલાં ભરતાં EDની ટીમોએ રાયપુર, દુર્ગ, ધમતરી અને જશપુર સહિત કુલ પાંચ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 2020 અને 2021ની CGPSC પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ આચરીને ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો ચર્ચાઈ રહ્યા છે.ઉત્કર્ષ ચંદ્રાકરની અટકાયત અને કરોડના વ્યવહારોનો ખુલાસો EDની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે, જેમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પરીક્ષાનું પેપર લીક કરીને ઉમેદવારો પાસેથી રૂ.3 કરોડથી વધુની રકમ વસૂલી હતી. આ વસૂલેલા નાણાંમાંથી અંદાજે રૂ.2.80 કરોડ જેટલી મોટી રકમ અનિલ ચંદ્રાકરને આપવામાં આવી હોવાનો સંગીન આરોપ છે. આ મામલે EDએ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરતા 1 સપ્ટેમ્બરે ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ કરી લીધી છે.મહત્વના પુરાવા જપ્ત અને ભૂતપૂર્વ અધ્યક્ષ સામે FIR દરોડા દરમિયાન ED દ્વારા અનેક મહત્વના દસ્તાવેજો, બેંક ખાતાઓ, સંપત્તિ સંબંધિત કાગળો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જે તપાસમાં મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. આ કેસમાં CGPSCના તત્કાલીન અધ્યક્ષ તામન સિંહ સોનવાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે શોધવા માટે હાલ ED દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward