Mahesana : સતલાસણાનું ઉમરેચા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ બન્યું
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાન મંત્રી આદર્શ ગ્રામ યોજનાના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના પસંદ થયેલા નવા 24 ગામોમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો સમાવેશ થવા પામ્યો છે. અનુસૂચિત જાતીની 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા ગામની આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવતી હોય છે.પસંદગી પામેલા ગામના અનુસૂચિત જાતી વિસ્તારના વિકાસ અર્થે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. આ અંગે મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતી કલ્યાણ નાયબ નિયામક પ્રદીપ શ્રીમાળીના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા કાર્યરત કેન્દ્ર પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (પીએમએજીવાય) ફેઝ-2 અંતર્ગત વર્ષ 2025-2026 માટે રાજ્યના 12 જિલ્લાના અનુસૂચિત જાતીના 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા 24 ગામોની દ્વિતીય તબક્કામાં પસંદગી થઇ છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજના હેઠળ પસંદ કરવામાં આવેલ ગામનો સમગ્ર રીતે વિકાસ કરવાનો છે. ગામમાં બધીજ માળખાકીય સુવિધાઓ જે સમગ્ર રીતે વિકાસ માટે જરૂરી છે, તે પુરી પાડવામાં આવતી હોય છે, તો માળખાકીય સુવિધા પુરી પાડવા માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. સતલાસણાના ઉમરેચાની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ તરીકે પસંદગી થતા કલેકટર દ્વારા ગામ માટે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward