android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : પ્રાચીન પરંપરાની આસ્થા, અર્વાચીન ગરબીનો રંગઃ રાજકોટમાં રાસ ગરબાની જમાવટ
calendar_today October 16, 2026

Rajkot : પ્રાચીન પરંપરાની આસ્થા, અર્વાચીન ગરબીનો રંગઃ રાજકોટમાં રાસ ગરબાની જમાવટ

રાજકોટમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન પરંપરા અને અર્વાચીન આયોજનનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. મહાકાલેશ્વર ગરબી મંડળે 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આયોજક ભૂષણભાઈ બુંદેલાના માર્ગદર્શન હેઠળ 4થી 11 વર્ષની 19 5 બાળાઓ માતાજીના મિક્સ ગરબા સહિત સાત પ્રકારના રાસની રમઝટ બોલાવે છે. ડાકલા, ભૂવા અને નગર મેં જોગી આયા જેવા વિશેષ રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. દશેરાએ તમામ બાળાઓને લ્હાણી આપવા સાથે ગરબી નિહાળવા આવતા આશરે 500 લોકોને રોજ પ્રસાદ પીરસવામાં આવે છે. બીજી તરફ્, કરણપરાની શ્રી અંબિકા ગરબી 45 વર્ષથી શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત રાખી રહી છે. આયોજક કિરીટભાઈ પાંધી દ્વારા આ વર્ષે સાદગીભર્યું આયોજન કરી માત્ર સ્ટીરિયોના સૂર પર 32 બાળાઓને ગરબે રમાડવામાં આવે છે. માડી તારા અઘોર નગારા જેવા વિશેષ રાસ માણવા ભક્તો ઉમટી પડે છે. આયોજન ભલે સાદું બન્યું હોય, પરંતુ માતાજી પ્રત્યેની આસ્થા આજે પણ અડગ છે. રાજકોટમાં આયોજિત રાસવીલા રાસોત્સવમાં રંગ, ઉમંગ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ તાલબદ્ધ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સંગીતના સૂર અને ઢોલના તાલે સમગ્ર માહોલ ઉત્સવમય બન્યો હતો. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલોએ પણ રાસોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રંગબેરંગી રોશની અને ગરબાની રમઝટ વચ્ચે રાજકોટમાં રાસોત્સવનો રંગ બરાબર જામ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : નોકરીમાંથી પાણીચું મળતા બદલાની આગમાં સર્જાયો લૂંટનો પ્લાન, જેમાં મેનેજરે જાન ગૂમાવ્યો
calendar_today October 16, 2026

Rajkot : નોકરીમાંથી પાણીચું મળતા બદલાની આગમાં સર્જાયો લૂંટનો પ્લાન, જેમાં મેનેજરે જાન ગૂમાવ્યો

રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની સોના-ચાંદીની પેઢીમાં બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનો રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી દીધો છે. પેઢીના મેનેજર લાલજીભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ઢાળી દઈ રૂ. 1.53 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડની લૂંટ ચલાવનાર ઉત્તર પ્રદેશની શાતિર ગેંગના 8 સાગરીતો અને ટિપ આપનાર 2 સ્થાનિકો મળી કુલ 10 આરોપીઓની પોલીસે ધરપકડ કરી, તેમની પાસેથી સોનું-ચાંદી, બે કાર, 8 મોબાઈલ સહિત કુલ રૂ. 1.57 કરોડની મતા કબજે કરી વધુ પૂછતાછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.લૂંટ વિથ મર્ડરની ઘટનામાં જેસીપી ચેતન માંડલિકે જણાવ્યું હતું કે, સૂત્રધાર અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપૂતને 5 મહિના અગાઉ જ તન્વી ગોલ્ડ પેઢીમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનો ખાર રાખી લંકેશે પેઢીને લૂંટવાનો પ્લાન ઘડી કાઢયો હતો. તેણે પેઢીમાં કામ કરતા કર્મચારી શૈલેષ ખરવારને પોતાની સાથે મિલાવી લીધો હતો. શૈલેષે માલની હેરફેર અને સમયની તમામ ગુપ્ત માહિતી પહોંચાડી હતી. બનાવના દિવસે અનુરાગસિંહ રાજપૂતે રિવોલ્વરથી મેનેજર લાલજીભાઈ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી અને લૂંટને અંજામ આપ્યો હતો.બનાવ બનતા જ સીપી બ્રજેશ કુમાર ઝાએ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને એલસીબીની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ કારને ટ્રેક કરવા સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો હતો, જેમાં ગાડી ટાટા ટીગોર હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસે તુરંત જ આંતરરાજ્ય સંકલન સાધી રાજસ્થાન બોર્ડર પર નાકાબંધી કરાવી હતી. રાજસ્થાનના પિંડવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા ટીગોર કારમાં નાસી છૂટેલા 4 આરોપીઓને ઝડપી લીધા બાદ, અન્ય આરોપીઓ કિયા સોનેટ કારમાં નાસી છૂટેલા ઉદયપુરના બડગાંવ ખાતેથી વધુ બે તથા કચ્છ સામખીયાળી પાસેથી અન્ય આરોપીઓને ઝડપી લેવાયા હતા.પોલીસે તપાસ કરતા આરોપીઓએ સોના-ચાંદીનો મુદ્દામાલ પોતાના બૂટમાં અને કારની સીટ નીચે છુપાવ્યો હતો. જેમાં રૂ. 1.48 કરોડની કિંમતના 9 46 ગ્રામ સોનું, રૂ. 4.30 લાખની કિંમતનો 2 કિલો ચાંદીનો ડસ્ટ પાવડર, બે કાર તથા 8 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.57 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તેમજ પકડાયેલા આરોપીઓ પૈકી લંકેશ, અજિતકુમાર અને અનુરાગસિંહ સામે અગાઉ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હત્યાનો પ્રયાસ અને સાપરાહ મનુષ્યવધ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : માસૂમ બાળકીને પાંચમા માળેથી ફેંકી હત્યા કરનાર માતા પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
calendar_today October 16, 2026

Rajkot : માસૂમ બાળકીને પાંચમા માળેથી ફેંકી હત્યા કરનાર માતા પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની માસૂમ સ્નેહલની હત્યાના ચકચારી બનાવમાં પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી, પૂછતાછ બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જે માતાના ખોળામાં બાળકી રમતી હતી, એ જ માતાએ બીજા લગ્ન કરવાની ઘાતકી લાલચે પોતાની જ દીકરીને પાંચમા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી હતી. બી-ડિવિઝન પોલીસે આરોપી માતાને કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી માતા પૂનમબેનને તેના પતિ સંજયભાઈ સાથે પૈસાની બાબતે અવારનવાર ઉગ્ર માથાકૂટ થતી હતી, તેમજ અગાઉ બાળકીના ઓપરેશન માટે પણ નાણાંની વ્યવસ્થા કરવા બાબતે ઘરમાં કકળાટ થયો હતો. પતિ સાથે મનમેળ ન રહેતાં પૂનમબેન છેલ્લા એક વર્ષથી માસૂમ સ્નેહલ સાથે કુવાડવા રોડ પર પિયરમાં જ રહેતી હતી. દરમિયાન, આર્થિક સ્થિતિ અત્યંત નબળી બનતાં અને બીજા લગ્ન કરવાની ઘેલછામાં તેણે બેવર્ષની માસૂમ બાળકીની હત્યા કરી હતી.આ બનાવમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર. ચૌહાણ સહિતની ટીમે બાળકીની હત્યા કરનાર માતા પૂનમબેનની ધરપકડ કરી, તેને ઘટનાસ્થળ એટલે કે શહીદ ઉધમસિંહ ટાઉનશીપના પાંચમા માળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward