android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi : વીજલાઈન વળતરના મુદે ચાલતા આંદોલન વચ્ચે પ્રથમવાર ખેડૂતો અને સરકાર વચ્ચે મેરેથોન બેઠક
calendar_today October 16, 2026

Morbi : વીજલાઈન વળતરના મુદે ચાલતા આંદોલન વચ્ચે પ્રથમવાર ખેડૂતો અને સરકાર વચ્ચે મેરેથોન બેઠક

ખેતીની જમીનમાંથી પસાર થતી વીજલાઇન અને ટાવર ઊભા કરવાના મુદ્દે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતા ખેડૂત આંદોલનમાં હવે સુખદ ઉકેલ આવે તો નવાઈ નહિ. ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે એક લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં એક સામાજિક સંસ્થાના હોદ્દેદારે મધ્યસ્થીની ભૂમિકા ભજવતા ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાની અને વળતરને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે. સરકારે આ તમામ માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી. હવે રાજ્યના સર્વોચ્ચ સ્તરેથી આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી આશા બંધાઈ છે. ખેડૂતોની જમીનમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇનના વળતર અને કામગીરી દરમિયાન થતા નુકસાનના મુદ્દે મોરબીના જેતપર ગામના ખેડૂતોના નેજા હેઠળ ચાલતી ગુજરાત સત્યાગ્રહ છાવણી દ્વારા છેલ્લા પાંચ મહિનાથી લડત ચાલી રહી છે. આ લડતના ભાગરૂપે 20 જેટલા ખેડૂત પ્રતિનિધિઓ ઓચિંતા જ ગાંધીનગર દોડી ગયા હતા. જ્યાં ઊર્જા મંત્રી, કૃષિ મંત્રી અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉમિયાધામ-સિદસરના ઉપપ્રમુખે મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખેડૂતો દ્વારા વળતર અને વીજ પોલ અંગેના 24 જેટલા મુદ્દાઓ પર અઢી કલાક સુધી ઝીણવટભરી અને તકનીકી ચર્ચા કરવામાં આવી હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે મધ્યસ્થી કરનાર આગેવાને સરકાર અને ખેડૂતો વચ્ચે હકારાત્મક સંવાદ પર ભાર મૂક્યો હતો.આ મેરેથોન મિટિંગમાં સરકાર દ્વારા ખેડૂતોની વેદના અને સમસ્યાઓને સાંભળવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂત આગેવાન નેહુલભાઈ અમૃતિયા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકારે તેમની તમામ રજૂઆતો સાંભળી છે અને હવે મંત્રીઓ દ્વારા તમામ 24 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને વધુ ચર્ચા માટે બોલાવીને સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો ટૂંક સમયમાં સંતોષકારક નિકાલ આવશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kodinar : આલિદરની 18 દીકરીનું સન્માન કરી મંડળીએ બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ સાર્થક કર્યો
calendar_today October 16, 2026

Kodinar : આલિદરની 18 દીકરીનું સન્માન કરી મંડળીએ બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ સાર્થક કર્યો

તાજેતરમાં યોજાયેલી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં સફ્ળતા મેળવનાર આલિદર ગામની 18 દીકરીઓના સન્માન માટે શ્રી આલિદર સેવા સહકારી મંડળી લિ. દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવાના આ પ્રયાસથી બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ અરજણ બાપા વૈંશના સત્કાર્યોની પરંપરાને આગળ વધારતા મંડળીના આ ઉમદા પ્રયાસને ગ્રામજનોએ બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મંડળીના પ્રમુખ હમીરભાઈ અરજણભાઈ વૈંશ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, આલિદરના સરપંચ અમરસિંહભાઈ વાંઝા અને ઉપસરપંચ પ્રતાપસિંહ પઢિયાર સહિત મંડળીના હોદ્દેદારો તથા ગ્રામ પંચાયતનાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે. સ્પોર્ટ્સ ક્લબ, શક્તિ ગ્રુપ અને પાર્થ ગ્રુપના યુવાનોએ કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli : જાફરાબાદના લુણસાપુરમાં સરકારી શાળાના શિક્ષકે13 વર્ષની છાત્રાનું શિયળ લૂંટયું, ધરપકડ
calendar_today October 16, 2026

Amreli : જાફરાબાદના લુણસાપુરમાં સરકારી શાળાના શિક્ષકે13 વર્ષની છાત્રાનું શિયળ લૂંટયું, ધરપકડ

અમરેલી જિલ્લામાં જાફરાબાદના છેવાડા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક માસુમ વિદ્યાર્થિનીઓને ચા બનાવવાના બહાને સ્ટાફ્ રૂમમાં બોલાવીને 6 મહિનાથી શારીરિક શોષણ કરતો હતો અને એક 13 વર્ષની વિદ્યાર્થીની સાથે તેના જન્મ દિને સરકારી શાળામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. બીજી ત્રણ બાળાઓ સાથે પણ ઘણા સમયથી અડપલા કરતો હતો. બાળાઓએ હિંમત દાખવીને અવાજ ઉઠાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધીને તાત્કાલિક ધરપકડ કરી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુરમાં રહેતા 35 વર્ષના વેપારી અને ખેડૂત એવા છાત્રાના પિતાએ શિક્ષક રામશંકરભાઈ બટુકભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવી છે. શિક્ષક હાલ લુણસાપુરના પ્લોટ વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામનો વતની છે. જૂન-2026માં શાળાનું સત્ર શરૂ થયું ત્યારથી 15 ઑક્ટોબર, 2026 સુધીના સમયગાળામાં સગીર બાળકી સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી. બાળકીની ઉંમર 13 વર્ષ, બે મહિના અને 25 દિવસ છે. શિક્ષક રિસેસના સમયમાં ચા બનાવવાના બહાને છાત્રાઓને સ્ટાફ્ રૂમમાં બોલાવતો હતો અને પછી તેમનું શારીરિક શોષણ કરતો હતો. અડપલાં કરી જાતીય સતામણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત 21 જુલાઈ, 2026ના 13 વર્ષીય વિદ્યાર્થીનીના જન્મદિવસે લુણસાપુરની સરકારી પ્રાથમિક શાળામાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ સગીર વિદ્યાર્થિનીઓ સાથે પણ શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પોક્સો સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward