Rajkot : ખૂન અને લૂંટના આરોપીનો પોલીસ ઉપર હુમલો, પીએસઆઈએ પગમાં ગોળી મારી
રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની સોના-ચાંદીની પેઢીમાં બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનો રાજકોટ ક્રાઈમ બ્રાંચે 10 આરોપીઓને ઝડપી લીધા હતા. દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓ સાથે પંચનામાના કામે જતા અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જેમા ક્રાઈમ બ્રાંચની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઈજા થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સૂત્રધાર અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપૂતને 5 મહિના અગાઉ જ તન્વી ગોલ્ડ પેઢીમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનો ખાર રાખી લંકેશે પેઢીને લૂંટવાનો પ્લાન ઘડી કાઢયો હતો. તેણે પેઢીમાં કામ કરતા કર્મચારી શૈલેષ ખરવાર પાસેથી માલની હેરફેર અને સમયની તમામ ગુપ્ત માહિતી મેળવી હતી. બનાવના દિવસે પેઢીના ગેઈટ પાસે મેનેજર લાલજીભાઈ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી અને લૂંટને અંજામ આપ્યો હતો. દરમ્યાન લૂંટારૂની વધુ એક ટીમ ચોટીલા તરફ અન્ય કારમાં હોવાનું અને લૂંટ ચલાવનાર ગેંગનું પાયલોટીંગ કરતી હોવાનુ બહાર આવ્યુ હતુ. દરમ્યાન ક્રાઈમ બ્રાંચે અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસિંહ રાજપૂત, અનુરાગસિંહ ઓમપ્રકાશસિંહ રાજપૂત, વિશાલસિંહ વિનોદસિંહ રાજપૂત, શિવમ ગિરીશચંદ્ર ગુપ્તા, વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે, પવનકુમાર શિવપ્રસાદ ચૌબે, અરવિંદ ઉર્ફે નીરજ હરીશંકર તિવારી, શૈલેષ કર્મવીર ખરવાર, અજિતકુમાર રામશપથ પાંડે અને શિવમ અશોક પાંડેની ધરપકડ કરી હતી.તે દરમ્યાન તપાસ માટે આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીઓને લઈને ચોટીલા જતી હતી તે દરમ્યાન અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આરોપી અનુરાગ ઓમ પ્રકાશસીંગ રાજપૂતએ એરપોર્ટ પાસે હથીયાર ફેકી દિધાની કબૂલાત આપી હતી. જે અંગે તપાસ કરવા જતા અનુરાગે છુપાવેલુ હથીયાર લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં સ્વ બચાવમાં પીએસઆઈ ડોડીયા હવામાં ગોળીબાર કર્યા બાદ આરોપી સામે ફાયરિંગ કરતા અનુરાગને પગમાં ઈજા થઈ હતી. જયારે ઘાયલ આરોપી અને પીએસઆઈને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward