android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : જિલ્લામાં અકસ્માતના 4 બનાવ : 3 વ્યક્તિના મોત, બેને ઈજા
calendar_today October 16, 2026

Surendranagar : જિલ્લામાં અકસ્માતના 4 બનાવ : 3 વ્યક્તિના મોત, બેને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા અને લીંબડી પંથકમાં અકસ્માતના 4 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં અજાણ્યા વ્યકિત સહિત 3ના મોત થયા છે.અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બીબીનીવાવ ગામના ઈન્દ્રવિજયસિંહ ભરતસિંહ સોલંકી સાયલાના ન્યુ ક્રીષ્ના ભરડીયામાં કામ કરે છે. ગત તા. 9 -10ના રોજ રાત્રે તેઓ બાઈક પર વિરમસિંહ હેમંતસિંહ સોલંકી સાથે નવા સુદામડા તરફ જતા હતા. ત્યારે સાયલા મોર્ડન સ્કુલ પાસે પાછળથી પુરઝડપે આવતી એક કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી. જેમાં બન્નેને ઈજા થતા સાયલા દવાખાને લઈ જવાતા તબીબોએ ઈન્દ્રવિજયસિંહને મૃત જાહેર કર્યા હતા. જયારે વિરમસિંહને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે મૃતકના પિતા ભરતસિંહ સોલંકીએ સાયલા પોલીસ મથકે ગત તા. 15મીએ સાંજે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે સાયલાના વણકરવાસમાં રહેતા દેવજીભાઈ મોતીભાઈ પરમાર ગત તા. 3જીએ જુનાગઢ ભવનાથ ખાતે ગુરૂની સમાધીએ દર્શન કરવા ગયા હતા. જયાંથી તેઓ રાત્રે એસટી બસમાં પરત ફર્યા હતા. જેમાં રાતના 11 કલાકના સમયે સાયલા બસ સ્ટેશન ખાતે બસમાંથી ઉતરી ચાલીને બસ સ્ટેશનથી સાયલા સર્કલ તરફ જતા હતા. ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે તેમને ઠોકર મારી હતી. જેમાં દેવજીભાઈએ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન ગત તા. 4થી દેવજીભાઈનું મોત થયુ હતુ. આ અંગે તા. 15મીએ રાત્રે મૃતકના પત્ની મંજુલાબેને અજાણ્યા બાઈક ચાલક સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal : માંડલમાં PM શ્રી પ્રાથમિક શાળાની પાસે કચરાના ઢગ ખડકાતા રોષ
calendar_today October 16, 2026

Mandal : માંડલમાં PM શ્રી પ્રાથમિક શાળાની પાસે કચરાના ઢગ ખડકાતા રોષ

માંડલ નગરની પીએમશ્રી પ્રાથમિક શાળાની પાસેથી પસાર થતો વિસ્તાર જે આંબલીયા વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં છેલ્લાં અનેક મહિનાઓથી કચરો,પ્લાસ્ટિક, બિનજરૂરી વેસ્ટ સહિતની ગંદકીના ઢગ ખડકાયેલાં જોવા મળે છે, બાજુમાં આવેલ શાળાની દિવાલ પાસે અસહ્ય કચરો જમા થતાં હવે તેમાંથી દુર્ગંધ પણ પ્રસરી રહી છે. આંબલીયા વિસ્તારમાં દરગાહ અને શાળા આવેલી છે એ ઉપરાંત આગળ જતાં એક રસ્તો રહેણાંક વિસ્તારમાં જાય છે. જેથી દરગાહે આવતાં લોકો, રહેણાંક વિસ્તારમાં જતાં રહીશો અને અહીંથી પસાર થતાં અન્ય લોકો માટે પણ આ ગંદકી માથાના દુઃખાવા સમાન બની છે. સ્થાનિક કહે છે કે, વારંવાર તંત્ર સમક્ષ રજુઆત છતાં આ બાબતે હજુ સુધી નક્કર કાર્યવાહી કરાઈ નથી. જો આ કચરો અને ગંદકી સફાઈ નહીં થાય તો બાજુમાં શાળા પણ છે તેમના ક્લાસરૂમ સુધી દુર્ગંધ પ્રસરી શકે છે. બાળકોના આરોગ્ય સામે પણ સવાલ ઉભો છે ત્યારે આ કચરો અને ગંદકી દૂર કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવી આપવા સ્થાનિક લોકો,રહીશોની માંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : ઝાલાવાડના વન કર્મીઓનું તા. 28મીથી અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગુ
calendar_today October 16, 2026

Surendranagar : ઝાલાવાડના વન કર્મીઓનું તા. 28મીથી અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગુ

સુરેન્દ્રનગર જિલ્લાના વન વિભાગમાં વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 350 થી વધુ કર્મીઓ પોતાની માંગણીઓ સંદર્ભે આંદોલનના માર્ગે છે. ત્યારે આગામી તા. 28-10 થી વન કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યુ છે. સમગ્ર રાજય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં કચેરીના વડાને આવેદન, પેન ડાઉન, કાળી પટ્ટી ધારણ કરવી જેવા કાર્યક્રમો કર્યા અગાઉ છે. જયારે ગત રવીવારે વન કર્મીઓએ દુધરેજના વટેશ્વર વન ખાતે ચિંતન શીબીર યોજી હતી. જેમાં ઓલ ઈન્ડીયા ફોરેસ્ટ ફોડરેશનના ઝોનલ સેક્રેટરી પ્રવિણસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા વનરક્ષક-વનપાલ કર્મચારી મંડળના પ્રમુખ વીરસંગભાઈ કાગડીયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. વન કર્મીઓની વનરક્ષક-વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવો, વનપાલની ડાયરેકટ ભરતી બંધ કરી લાયકાત ધરાવતા સીનીયર વનરક્ષકોને બઢતી આપી જગ્યાઓ ભરવી, ખાતાકીય પરીક્ષા પાસ કરેલ વનપાલોને આરએફઓ વર્ગ-રમાં બઢતી આપવી, વનરક્ષક-વનપાલને સીકયુરીટી એલાઉન્સ આપવુ સહિતની સરકાર સમક્ષ વીવીધ માંગણીઓ છે. ત્યારે સરકાર આ માંગણીઓ તરફે હકારાત્મક ન થતા હવે વન કર્મીઓએ મહામંડળના આદેશ મુજબ આંદોલનનો અંતીમ માર્ગ અપનાવ્યો છે. જેમાં આગામી તા. 28-10 થી જિલ્લાના 350 થી વધુ વનરક્ષકો અને વનપાલ સહિતનો ફ્રન્ટ લાઈન સ્ટાફ અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward