android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : નળકાંઠા પંથકમાં શાહપુર ગામના મંદિરમાં ચોરીમાં તસ્કર ઝડપાયો
calendar_today October 16, 2026

Ahmedabad : નળકાંઠા પંથકમાં શાહપુર ગામના મંદિરમાં ચોરીમાં તસ્કર ઝડપાયો

વિરમગામ (સં.ન્યૂ.સ) : અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં શાહપુર ગામ સીમમાં ખેતરપાળ દાદા નામનુ મંદિર છે. જેમાં તાજેતરમાં ગત તારીખ 5મી ઓક્ટોબરે સવારના સમયમાં ચોરીનો બનાવ ઘટયો હતો. કોઈ અજાણ્યા તસ્કર મંદિરની લોખંડની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી જતા નળ સરોવર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.નળ સરોવર પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.પિયેજા સાથે ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારો આધારે તપાસમાં ચેહરભાઇ ભીખાભાઇ પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે પગેરું રણજીત મનસુખભાઇ કુમારખાણીયા રહે કુમરખાણ તા.વિરમગામ નામના યુવાન સુધી પોહચ્યું હતુ.પોલીસે તેને ઝડપીને પૂછ પરછ કરતા તેની પાસેથી દાન પેટી માંથી કરેલી ચોરીની રકમ 2500 સાથે એક મોટર સાયકલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha : 19મી નેશનલ ડેરી પ્રોડક્ટ્સ જજીંગ સ્પર્ધામાં જી.એન. પટેલ ડેરી પ્રથમ આવી
calendar_today October 16, 2026

Banaskantha : 19મી નેશનલ ડેરી પ્રોડક્ટ્સ જજીંગ સ્પર્ધામાં જી.એન. પટેલ ડેરી પ્રથમ આવી

દાંતીવાડા કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન જી.એન. પટેલ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, દાંતીવાડાએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે.તા. 8 અને 9 ઓક્ટોબર, 2026 દરમિયાન શેઠ મ.છો. ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આણંદ ખાતે યોજાયેલી 19મી નેશનલ ડેરી પ્રોડક્ટ્સ જજીંગ(NDPJ)સ્પર્ધામાં મહાવિદ્યાલયની ટીમે એકેડેમિક કેટેગરીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં દેશની 23 શૈક્ષણિક અને 21 ડેરી ઔદ્યોગિક સંસ્થાઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દૂધ, માવો (ખોયા) અને પ્રોસેસ ચીઝના સેમ્પલની ગુણવત્તા, ખામીઓ અને તીવ્રતા ચકાસવાની કસોટી કરવામાં આવી હતી.મહાવિદ્યાલય તરફ્થી હની પ્રજાપતિ અને ધારા વાઘેલાએ ટીમ સભ્યો તરીકે ભાગ લીધો હતો, જ્યારે ડો. પંકજ પરમારે ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપ્યું હતું. ટીમની સભ્ય હની પ્રજાપતિએ વ્યક્તિગત કેટેગરીમાં રનર-અપ પુરસ્કાર મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.સમાપન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પી.એચ. ટાંકના હસ્તે ઇનામ એનાયત કરાયા હતા. મહાવિદ્યાલયના આચાર્ય ડો. એ.એમ. પટેલે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur : પાલનપુરની બી.કે.મર્કેન્ટાઈલ બેંક લો કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા યોજાઈ
calendar_today October 16, 2026

Palanpur : પાલનપુરની બી.કે.મર્કેન્ટાઈલ બેંક લો કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત બી.કે.મર્કેન્ટાઈલ બેંક લો કોલેજ, પાલનપુર ખાતે તમારી માનસિકતા પર પ્રભુત્વ મેળવો, તમારી પ્રેરણાને પ્રજ્વલિત કરો વિષય પર વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં યોગ ચિકિત્સક, સલાહકાર અને પ્રેરક વક્તા કિરણ જોશીએ વિદ્યાર્થીઓને સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ, સ્વ-શિસ્ત અને લક્ષ્ય નિર્ધારણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી તેમનામાં આત્મવિશ્વાસ, પ્રેરણા અને જીવનમાં સફળતા મેળવવાની ક્ષમતા વિકસાવવાનો હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા.જયેશ માળીના માર્ગદર્શન હેઠળ સહાયક પ્રાધ્યાપક નીતા પટેલ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ સહાયક પ્રાધ્યાપક રીયા કોન્ટ્રાક્ટર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward