android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ, તાત્કાલિક સુનાવણી માટે કોર્ટની સંમતિ
calendar_today September 7, 2026

Gujarat Latest News Live : દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ, તાત્કાલિક સુનાવણી માટે કોર્ટની સંમતિ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Surat News: SMCમાં ચાર્જ સંભાળતા જ રાજ કુમાર બેનિવાલે કહ્યું, પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્ય
calendar_today September 7, 2026

Surat News: SMCમાં ચાર્જ સંભાળતા જ રાજ કુમાર બેનિવાલે કહ્યું, પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્ય

સુરત મહાનગરપાલિકાને નાસીર નગર ડિમોલિશન વિવાદમાં પૂર્વ કમિશનર એમ.નાગરાજનની બદલીના 26 દિવસ બાદ આખરે નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા 2004ની બેચના સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલની સુરતના નવા કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત કમિશનરે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂક્યો હતો.પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્યપદભાર સંભાળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પ હેઠળ સુરત શહેરના નવા અને મોટા વિકાસ પ્રકલ્પોને ઝડપથી અમલી બનાવવા તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.આ ઉપરાંત,શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તેમજ નાગરિકોની રોજબરોજની નાની-મોટી સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ ઝડપથી લાવવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવશે.ચોમાસા દરમિયાન ઊભી થતી ખાડીપૂરની ગંભીર સમસ્યા અંગે તેમણે ઉમેર્યું હતું કે,ટૂંકા સમયમાં અને અસરકારક રીતે ખાડીપૂરની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તે દિશામાં વહીવટી તંત્ર સઘન પ્રયાસો કરશે.વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છેરાજકુમાર બેનીવાલ આ અગાઉ જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અમદાવાદ અને વડનગર વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છે.નાસીર નગર ડિમોલિશન વિવાદ બાદ મહાનગરપાલિકાના વહીવટમાં જે અસ્થિરતા સર્જાઈ હતી તેને દૂર કરવા તેમજ હજારો કરોડના અટકેલા પ્રોજેક્ટ્સમાં ઝડપ અને પારદર્શકતા લાવવા માટે સરકારે અનુભવી અધિકારી પર પસંદગી ઉતારી છે.ચર્ચાસ્પદ નાસીર નગર કેસ અંગે કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી ન્યાયાલયના તમામ નિયમો, આદેશો અને દિશાનિર્દેશો મુજબ જ આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward
Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન
calendar_today September 7, 2026

Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે. ત્યારે આ સત્રમાં હાજર રહેવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન અગાઉ હાઈકોર્ટે તેમના જામીન ફગાવ્યા હતાં અને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે,આરોપી સામે લાગેલા આક્ષેપો અને કેસની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.લોકપ્રતિનિધિ તરીકે આવા ગંભીર ગુનામાં સામેલગીરી અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે વધુ સુનાવણીમાં તેમના શરતી અને વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સાત દિવસના વચગાળાના અને શરતી જામીન મંજૂર કર્યાઆમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી પર અગાઉ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે તેમને હાઈકોર્ટમાંથી સામાન્ય રાહત મળી છે. કોર્ટે તેમના સાત દિવસના વચગાળાના અને શરતી જામીન મંજૂર કર્યા છે. આ ઉપરાંત કોર્ટે તેમને ગાંધીનગર નહીં છોડવા આદેશ કર્યો છે. તેઓ હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના સત્રમાં હાજર રહી શકશે. આ ઉપરાંત તેઓ મીડિયા સાથે વાતચીત પણ નહીં કરી શકે. શું હતો સમગ્ર મામલો?આ સમગ્ર વિવાદ 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન જમીન પરના દબાણ હટાવવાની ઝુંબેશ બાદ શરૂ થયો હતો. આક્ષેપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી, હવામાં ગોળીબાર કરી ધમકાવ્યા હતા અને નાણાંની માગ કરી હતી.આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ નીચલી અદાલતના ચુકાદા અને સજા સામે ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં હવે તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ

Read Full Story arrow_forward