android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો
calendar_today September 7, 2026

Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો

અમદાવાદ શહેરમાં અંદાજે 1.5 લાખ રિક્ષા અને 40 હજારથી વધુ ટેક્સી કેબ મળી કુલ 2 લાખ વાહનચાલકો ભાડાનીતિ સહિતના પડતર પ્રશ્નોને લઈને આજથી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાલ પર ઊતરી રહ્યા છે.બંને એસોસિએશનનો વિરોધ છે કે કેબ કંપનીઓ રિક્ષાના વધેલા દર સ્વીકારતી નથી.જ્યારે ટેક્સી માટે સરકારે હજુ સુધી કોઈ ચોક્કસ ભાડાનીતિ નક્કી કરી નથી.ઓછું ભાડું હોવાથી ઊંચા બળતણ ખર્ચ સામે ટેક્સીચાલકોને કોઈ બચત થતી નથી. સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશેસોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશે.જોકે રાહતની વાત એ છે કે સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.બીજી તરફ,રિક્ષાના બે યુનિયનો આ હડતાલથી અલગ રહ્યા છે.તેઓ આંદોલન કરવાને બદલે વ્હાઇટ પ્લેટ સામે કડક કાર્યવાહી કરવા અને હાઇ કોર્ટની સૂચના છતાં કેબ કંપનીઓ પાસેથી ટેક્સ ન ઉઘરાવવા બદલ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.ટેક્સીના ભાડામાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અને ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા વાહનોને ડિટેઇન કરી 10 હજારના દંડની જોગવાઈનો કડક અમલ થાય.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો મુસાફરોને મૂકીને પરત જવાને બદલે ખોટા આઇડી બનાવી અમદાવાદમાં નિયમ વિરુદ્ધ ધંધો કરે છે, જેમના પર કડક કાર્યવાહી કરાય.કેબ કંપનીઓ દ્વારા બહારના રાજ્યોના વાહનોને આપવામાં આવતું પ્રોત્સાહન તાત્કાલિક બંધ થાય.શું સરકાર રિક્ષા ચાલકોની માગ સ્વીકારશે?ચાલુ હડતાળના પરિણામે સમગ્ર શહેરમાં જાહેર પરિવહન સેવાઓ પર અસાધારણ અને વધારાનું દબાણ સર્જાય તેવી વ્યાપક શક્યતાઓ સેવાઈ રહી છે.જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.આવીસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની અગવડતા દૂર કરવા માટે હવે રાજ્ય સરકાર અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા હડતાળ પર ઉતરેલા યુનિયનો તથા તેમના પ્રતિનિધિઓ સાથે મધ્યસ્થી સાધીને સકારાત્મક વાટાઘાટો હાથ ધરવામાં આવે છે કે નહીં, તે અત્યંત મહત્વનું બની રહેશે.હાલના તબક્કે બંને પક્ષો વચ્ચેની ચર્ચા દ્વારા કોઈ યોગ્ય અને સર્વસ્વીકૃત ઉકેલ લાવીને આ હડતાળ સમી જાય છે કે પરિસ્થિતિ વધુ વણસે છે તેના પર જ શહેરના તમામ નાગરિકો અને સત્તાધીશોની તીક્ષ્ણ નજર ટકેલી છે.આ પણ વાંચોઃ Parisમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું, "ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે મંદિર"

Read Full Story arrow_forward
Gujarat News : ચોમાસામાં વરસાદ ખેંચાતાં સંકટ વધ્યુ, તો શું સરકાર હવે દુષ્કાળ જાહેર કરશે?
calendar_today September 7, 2026

Gujarat News : ચોમાસામાં વરસાદ ખેંચાતાં સંકટ વધ્યુ, તો શું સરકાર હવે દુષ્કાળ જાહેર કરશે?

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે તો 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ નિયત નિયમો અનુસરીને ગમે ત્યારે દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર કરી શકે છે.અગાઉ દુષ્કાળ કે અછતની સ્થિતિ નક્કી કરવા માટે આનાવારીથી ઉપજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ લાગુ થતી હતી.એ વખતે 30 સપ્ટેમ્બરે વિધિવત્ ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડતી હતી અને એ પછી ઉપજનું મૂલ્યાંકન એક મહિનામાં પૂરું કરી 31મી ઓક્ટોબર પહેલાં દુષ્કાળ કે અછત જાહેર કરવાનો નિયમ હતો. 2018માં અછતની તીવ્રતા વધુ હતીહવે નવું દુષ્કાળ મેન્યુઅલ જે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 2016માં બહાર પાડ્યું છે અને 2018થી રાજ્ય સરકારે રાજ્યમાં તેનો અમલ શરૂ કરવાનું નક્કી કર્યું છે.તેમાં નિયત નિયમોનો અનુસરણ કરવાનું હોવાથી આનાવારીથી પાકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ આપોઆપ રદ થઈ જાય છે.રાજ્યમાં છેલ્લા 2016ના નવા દુષ્કાળ મેન્યુઅલને અનુસરીને છેક 30મી ઓક્ટોબર, 2018ના રોજ દુષ્કાળની સ્થિતિ જાહેર કરાઈ હતી, એ વખતે રાજ્યના 51 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સૂચક એવું કહે છે કે, અત્યારે ઓછા વરસાદની જે ગંભીરતા છે તેના કરતાં 2018માં અછતની તીવ્રતા વધુ હતી.વનવિભાગ પાસે 402 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધરાજ્યમાં વનવિભાગની વાડીઓમાં 402 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.આ ગત વર્ષનો સ્ટોક છે.વર્તમાન ખરીફ સીઝનમાં 6.29 લાખ હેક્ટરમાં ઊગી રહેલો ઘાસચારો આ જથ્થામાં ઉમેરાશે.ગત બુધવારે યોજાયેલી કૅબિનેટ તથા સીઓએમ બેઠકોમાં આ વિગતો રજૂ થઈ હતી.અધિકારીઓ તરફથી બેઠકોમાં જણાવાયું હતું કે,પશુપાલકોને તથા પાંજરાપોળો-ગૌશાળાઓને રાહતના દરે ઘાસચારાનું વિતરણ વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ શરૂ થઈ ગયું છે અને આ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 6 સભ્યોની સમિતિ રચી જરૂરી નિર્ણયો લેવાની સત્તા પણ 31મી ઓગસ્ટથી આપી દેવાઈ છે.પશુપાલકોને મહત્તમ પાંચ પશુ માટે પશુદીઠ દૈનિક 4 કિલો સૂકો ઘાસચારો કિલોદીઠ રૂ.2ના રાહત ભાવે અપાઈ રહ્યો છે.જ્યારે ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ.30ના ભાવે ઘાસ અપાઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા ઊભા કરાયેલા ઘાસડેપો ઉપરથી કાર્ડ કાઢી આપી ઘાસચારો રાહતદરે અપાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.રોજ સવારમાં આકાશમાં વાદળોની ફોજ ખડકાઈરોજ સવારમાં આકાશમાં વાદળોની ફોજ ખડકાઈ છે.કાળા ડીબ્બાંગ વાદળો જોઈ એમ થાય કે આજે જરૂર વરસાદ વરસશે જ.પાણી વગરના વાદળો વરસ્યા વગર જતા રહે છે અને સામાન્ય લોકો નિસાસો નાખતા રહી જાય છે. હવામાન વિભાગ પણ આગાહી કરતું નથી. કેમ કે વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ જ બંધાતી નથી. હવે મેઘરાજા ક્યારે રુસણા છોડે છે અને ક્યારે અમીદ્રષ્ટિ કરે છે તેની જન જન રાહ નિહાળી રહ્યા છે.દુષ્કાળ જાહેર કરવાના નવા નિયમોટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજ્યમાં રેશનકાર્ડમાં ચોખાના જથ્થામાં મોટો કાપ, વ્યક્તિદીઠ હવે માત્ર 1 કિલો જ મળશે
calendar_today September 7, 2026

Ahmedabad News: રાજ્યમાં રેશનકાર્ડમાં ચોખાના જથ્થામાં મોટો કાપ, વ્યક્તિદીઠ હવે માત્ર 1 કિલો જ મળશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી સરકારી રેશનની દુકાનો પરથી મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો કાપ મૂક્યો છે.વર્ષોથી રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા.જેને બદલે હવે સપ્ટેમ્બરથી માત્ર 1 કિલો ચોખા જ અપાશે.આ કાપ સામે ચોખાની ભરપાઈ કરવા સરકાર દ્વારા વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં અને 2 કિલો બાજરીનો જથ્થો નક્કી કરાયો છે. ચોખા ઘટાડી ઘઉં અને બાજરી વધારાતાં કાર્ડધારકોમાં નારાજગી છે.દાળ ભાત અને ખીચડી આધારિત ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ રેશનિંગ દુકાન ચાલકોએ ગ્રાહકોને કહ્યું કે,ઘટાડાની જાણ અગાઉથી કરી નહોતી.જોકે ગ્રાહકોએ 3 કિલો ચોખા આપવા માગ કરી છે.ગુજરાતીઓના રોજિંદા ભોજનમાં દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ છે.આવી સ્થિતિમાં ચોખાનું પ્રમાણ ઘટી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.સપ્ટેમ્બરનું રેશન લેવા પહોંચેલા કાર્ડધારકો અને રેશન સંચાલકો વચ્ચે અનાજના નવા વિતરણ નિયમોને લઈને અનેક જગ્યાએ તીખી રકઝકના બનાવો પણ સામે આવ્યા છે.રેશન દુકાનદારોનું કહેવું છે કે, તેઓ સરકારના પુરવઠા વિભાગની સૂચના મુજબ વિતરણ કરવા બંધાયેલા છે. 1 કિલો બાજરી આપવામાં આવતી હતીઅગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી આપવામાં આવતી હતી.જેમાં વધારો કરીને હવે 2 કિલો કરવામાં આવી છે.જોકે કાર્ડધારકોનું જણાવવું છે કે,ઘરમાં બાજરી કરતાં ચોખાનો વપરાશ વધુ થાય છે.તેથી વધારાની બાજરી તેમની જરૂરિયાત પૂરી કરતી નથી.રાજ્યભરના રેશનકાર્ડધારકોમાં આ નિર્ણય સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.રેશનકાર્ડધારકોની સ્થાનિક વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર બાજરીનો જથ્થો ઘટાડીને ચોખાનો કાપ ત્વરિત પાછો ખેંચે અને અગાઉની જેમ જ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા આપવાનું શરૂ કરે તેવી પ્રબળ માગ ઊઠી રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો

Read Full Story arrow_forward