android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
calendar_today September 7, 2026

Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

ભાડા નીતિ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અમદાવાદમાં રિક્ષાચાલકો દ્વારા શરૂ કરાયેલી હડતાળના કારણે આજે શહેરભરમાં મુસાફરોની સફર સજા બની ગઈ છે અને એસટી બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર ભારે હાલાકી સર્જાઈ છે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી તેમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ઝારખંડ અને દિલ્હીથી આવેલા પરપ્રાંતીય મુસાફરો સહિત અનેક લોકો કલાકો સુધી ફૂટપાથ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા.રિક્ષા કે કેબ સુવિધા ન મળવાના કારણે હડતાળનો સીધો માર સામાન્ય પેસેન્જરો પર પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનીસોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે.જોકે રાહતની વાત એ છે કે સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.બીજી તરફ,રિક્ષાના બે યુનિયનો આ હડતાલથી અલગ રહ્યા છે.તેઓ આંદોલન કરવાને બદલે વ્હાઇટ પ્લેટ સામે કડક કાર્યવાહી કરવા અને હાઇ કોર્ટની સૂચના છતાં કેબ કંપનીઓ પાસેથી ટેક્સ ન ઉઘરાવવા બદલ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.ટેક્સીના ભાડામાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અને ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા વાહનોને ડિટેઇન કરી 10 હજારના દંડની જોગવાઈનો કડક અમલ થાય.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો મુસાફરોને મૂકીને પરત જવાને બદલે ખોટા આઇડી બનાવી અમદાવાદમાં નિયમ વિરુદ્ધ ધંધો કરે છે, જેમના પર કડક કાર્યવાહી કરાય.કેબ કંપનીઓ દ્વારા બહારના રાજ્યોના વાહનોને આપવામાં આવતું પ્રોત્સાહન તાત્કાલિક બંધ થાય. આજે શહેરમાં રસ્તા પર ફરતી રિક્ષાઓ રોકવામાં આવી રહી છે. કેટલીક રિક્ષાઓમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. આ પણ વાંચોઃ Ahmedabad News: બાળકોનું અપહરણ કરી 10 હજારમાં વેચી દેતા, કાળી મજૂરી કરાવનાર બે આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward
Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
calendar_today September 7, 2026

Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

દેશભરમાં ચોમાસાનો તબક્કો ફરી એકવાર ખૂબ જ સક્રિય થયો છે, જેના કારણે અનેક રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત દેશના 15 જેટલા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી હવામાન પ્રણાલી (સિસ્ટમ) ને કારણે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો દોર સતત ચાલુ રહેવાની પૂરી સંભાવના છે.બિહારના 18 જિલ્લાઓ પૂરની ઝપેટમાંઆ ભારે વરસાદની સૌથી વધુ વિપરીત અસર બિહાર અને ઉત્તર પ્રદેશ પર જોવા મળી રહી છે. બિહારના આશરે 18 જેટલા જિલ્લાઓ હાલમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે. ભાગલપુર અને પટના જેવા મોટા શહેરોમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર અથવા તેના નજીક વહી રહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે વિશેષ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પટના, છપરા, પૂર્ણિયા, બક્સર અને રોહતાસ સહિતના જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતા છે. ઉત્તર પ્રદેશના 26 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિઉત્તર પ્રદેશના પણ આશરે 26 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ વિકસી છે. અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર, લખનૌ અને મિર્ઝાપુર જેવા વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું જોખમ યથાવત રહેશે.મધ્યપ્રદેશ સહિત પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકામધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આજે વરસાદ પડવાની પૂરી આગાહી છે. દિલ્હી-એનસીઆરમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સક્રિય હોવાથી આ અઠવાડિયે સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચોઃ US: મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એમેઝોનનું બોઇંગ 767 પ્લેન ક્રેશ, આગ લાગતા 5 લોકોના મોત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : NEET પરીક્ષાઓમાં મોટા ફેરફાર થશે, ટાસ્ક ફોર્સની રચના કરાશે અને બોર્ડ પ્રસ્તાવ મોકલશે
calendar_today September 7, 2026

Gujarat Latest News Live : NEET પરીક્ષાઓમાં મોટા ફેરફાર થશે, ટાસ્ક ફોર્સની રચના કરાશે અને બોર્ડ પ્રસ્તાવ મોકલશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward