android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું
calendar_today September 7, 2026

Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું

વાવ-થરાદ જિલ્લામાં શિક્ષક દિવસના પવિત્ર દિવસે જ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીંની એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની માસૂમ વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.જે શિક્ષકને સમાજમાં માર્ગદર્શક અને પિતાતુલ્ય માનવામાં આવે છે તે જ આચાર્યના આ કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનાવ બન્યોમળતી વિગતો અનુસાર,આ શરમજનક ઘટના વાવ-થરાદ વિસ્તારના દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનવા પામી છે.શાળાના આચાર્ય મનીષ પરમાર સામે આરોપ છે કે તેમણે શાળાની ઓફિસમાં જ સગીરાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અમાનવીય કૃત્ય આચર્યા બાદ આચાર્ય દ્વારા પીડિત સગીરાને ધમકી આપવામાં આવી હતી કે જો આ ઘટના અંગે તે કોઈને પણ જાણ કરશે અથવા મોં ખોલશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.આચાર્યની ધમકીથી ડરેલી સગીરાએ હિંમત ભેગી કરીને આખરે સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી.આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ કાનૂની કાર્યવાહી કરવા માવસરી પોલીસ મથકે પહોંચ્યા હતા.પોલીસે પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યાપીડિત સગીરાની આપવીતીના આધારે માવસરી પોલીસે આચાર્ય મનીષ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ ધામમાં અભ્યાસ કરતી અન્ય માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે આવા નરાધમ આચાર્ય સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને દાગદાર કરવાની હિંમત ન કરે.હાલમાં માવસરી પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવા અને કેસ સંદર્ભે વધુ પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં AI ટેકનોલોજી દ્વારા અનાજ ખરીદી અને વિતરણની કાયાપલટ, આ 4 જિલ્લામાં અમલ શરૂ

Read Full Story arrow_forward
Ahmedabad News: યુનિવર્સિટીમાં UG અને PGમાં 34 હજારથી વધુ બેઠકો ખાલી, આજથી નવો રાઉન્ડ
calendar_today September 7, 2026

Ahmedabad News: યુનિવર્સિટીમાં UG અને PGમાં 34 હજારથી વધુ બેઠકો ખાલી, આજથી નવો રાઉન્ડ

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલના રાજમાં ચાલુ વર્ષે પણ યુજી કોર્સની પ્રવેશ પ્રક્રિયાને ચાર મહિના થયા છતાં હજુ પ્રવેશનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી-પીજી કોર્સમાં 34499 જેટલી બેઠકો ખાલી પડી છે.આ ખાલી બેઠકોમાં પ્રવેશ માટે સોમવારથી મોપ-અપ રાઉન્ડનો પ્રારંભ થશે. મહત્વની વાત એ છે કે,છેલ્લા ત્રણ વર્ષથી જીકાસના ધાંધિયામાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેમ છતાં ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ સરકાર સામે ભેદી મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડીરાજ્યની યુનિવર્સિટીઓમાં યુજી કોર્સમાં પ્રવેશ માટે મે મહિનામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જીકાસના કુલ ચાર ઓનલાઈન રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં ભારે રોષ ફેલાયો હતો.એ પછી યુનિવર્સિટીઓને સત્તા સોંપવામાં આવી હતી.જેમાં પણ ત્રણ-ત્રણ વખત નવા રાઉન્ડની મુદત વધારવાનો વારો આવ્યો હતો.આખરે છેલ્લા રાઉન્ડના અંતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી છે.  11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશેબીજી તરફ હજુ પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રખડી રહ્યાં હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો,યુજી અને પીજી કોર્સમાં 34 હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી છે.રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી છે.જેથી ફરી એક રાઉન્ડ કરવાની જાહેરાત કરાઈ છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. છેલ્લા ત્રણ વર્ષથી જીકાસ સિસ્ટમના ધાંધિયાને કારણે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌનરાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન સેવીને બેઠા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પરિસ્થિતિને થાળે પાડવા માટે અગાઉ યુનિવર્સિટીઓને પ્રવેશની સત્તા સોંપવામાં આવી હતી, જેમાં પણ ત્રણ-ત્રણ વખત મુદત વધારવી પડી હતી. હવે ખાલી પડેલી બેઠકો ભરવા અને રખડતા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે ફરી એકવાર મોપ-અપ રાઉન્ડ કરવાની ફરજ પડી છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં ૭થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો

Read Full Story arrow_forward
Ahmedabad News: બાળકોનું અપહરણ કરી 10 હજારમાં વેચી દેતા, કાળી મજૂરી કરાવનાર બે આરોપીઓ ઝડપાયા
calendar_today September 7, 2026

Ahmedabad News: બાળકોનું અપહરણ કરી 10 હજારમાં વેચી દેતા, કાળી મજૂરી કરાવનાર બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ અને માનવ તસ્કરી આચરતા એક મોટો નેટવર્કનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ અપહરણ કરાયેલા માસૂમ બાળકોને આરોપીઓના ચુસ્ત શિકંજામાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. બાળકો પાસે ગેરકાયદેસર રીતે અને બળજબરીથી મજૂરી કરાવવાના આ ગંભીર ગુનામાં પોલીસે દિનેશ ઓડ અને ભરત ભરવાડ નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાળકનો ઉપયોગ પશુપાલન અને મજૂરીના કામ માટે કરાતોપોલીસની પ્રાથમિક તપાસમાં માનવ તસ્કરીની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી દિનેશ ઓડે એક 14 વર્ષીય સગીર કિશોરનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને ચોક્કસ રકમ મેળવવાના લોભમાં માત્ર 10 હજાર રૂપિયામાં ભરત ભરવાડને વેચી દીધો હતો.તસ્કરી કરીને લાવવામાં આવેલા આ માસૂમ બાળકનો ઉપયોગ પશુપાલન અને મજૂરીના કામ માટે કરવામાં આવતો હતો.પોલીસે જ્યારે ભરત ભરવાડની વધુ પૂછપરછ કરી ત્યારે આ નેટવર્કની ભયાનકતા વધુ સામે આવી હતી. ત્રણેય સગીરોને નરાધમોના પંજામાંથી સુરક્ષિત રીતે છોડાવ્યાભરત ભરવાડ અને તેના ભાઈ રણછોડભાઈ મળીને કુલ ત્રણ સગીર બાળકોને પોતાના કબજામાં રાખીને તેમની પાસે અમાનવીય રીતે બળજબરીપૂર્વક મજૂરી કરાવતા હતા.આ બંને ભાઈઓ અત્યંત આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને લક્ષ્ય બનાવતા હતા.શોષણની પરાકાષ્ઠા તો એ હતી કે બાળકો પાસે આખો દિવસ કાળી મજૂરી કરાવ્યા બાદ તેમના ગરીબ માતા-પિતાને આખા વર્ષ દરમિયાન માત્ર 500થી 1 હજાર રૂપિયા જેવી નજીવી રકમ આપીને આખી જિંદગીનું શોષણ કરતા હતા.ક્રાઈમ બ્રાન્ચે સમયસૂચકતા દાખવીને ત્રણેય સગીરોને નરાધમોના પંજામાંથી સુરક્ષિત રીતે છોડાવ્યા છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે. પરિવારજનોના આંખમાં હરખના આંસુ આવી ગયારેસ્ક્યુ કરવામાં આવેલા બાળકો મૂળ પંચમહાલના નંદીસર અને વડોદરાના છાણી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.પોતાના ખોવાયેલા બાળકોને સહીસલામત જોઈને પરિવારજનોના આંખમાં હરખના આંસુ આવી ગયા હતા.હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે,શું અગાઉ પણ આ જ રીતે અન્ય બાળકોના અપહરણ કરીને વેચવામાં આવ્યા છે કે કેમ, અને ભરતનો ભાઈ રણછોડ ક્યાં છુપાયેલો છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો

Read Full Story arrow_forward