android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Building Collapse:  દિલ્હીમાં મોતના મકાનો, એક વર્ષમાં 6 મોટા અકસ્માતો અને 35 લોકોના મોત
calendar_today September 7, 2026

Delhi Building Collapse: દિલ્હીમાં મોતના મકાનો, એક વર્ષમાં 6 મોટા અકસ્માતો અને 35 લોકોના મોત

દેશની રાજધાની દિલ્હીમાં ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરવાની નીતિના કારણે નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓ પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં જ દિલ્હીમાં છ મોટા મકાન ધરાશાયી થવાના અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.દિલ્હી ક્યારે પાઠ શીખશે?દેશભરમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે. માતા-પિતા પોતાના સંતાનોને મોટી અપેક્ષાઓ સાથે મોકલે છે, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે જ્યારે કોઈ હોનહાર વિદ્યાર્થી આવા અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાય છે, ત્યારે તે પરિવારો માટે આખીિ જિંદગીનું દુઃખ બની જાય છે. તાજેતરમાં જ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં આવો જ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સાંકડી શેરીઓમાં આવેલી અને પીજી (PG) તરીકે ઉપયોગમાં લેવાતી આશરે 30 વર્ષ જૂની જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ ઇમારતમાં ગેરકાયદેસર રીતે વધારાના માળો ઉમેરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.આ પહેલા બનેલી ઘટનામાં અનેકના જીવ ગયાઆ પહેલીવાર નથી જ્યારે દિલ્હીએ આવી દુર્ઘટના જોઈ હોય. આ વર્ષે જુલાઈમાં રોહિણી વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતાં 3 કામદારોના મોત થયા હતા. આ અગાઉ 30 મેના રોજ સાકેત મેટ્રો સ્ટેશન નજીક સૈદુલાજબ વિસ્તારમાં પાંચ માળની ગેરકાયદેસર વ્યાપારી ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના જીવ ગયા હતા. તેવી જ રીતે, જુલાઈ 2025માં ઉત્તરપૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જર્જરિત મકાન તૂટવાથી અનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે 17 મે 2025ના રોજ પહાડગંજમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ભોંયરું ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા હતા. આ ઉપરાંત, 18 એપ્રિલ 2025ના રોજ મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી થવાની ગોઝારી ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જર્જરિત મકાનો સામે કેમ કાર્યવાહી નથી કરાતી?વારંવાર બનતી આ દુર્ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં ધમધમતા ગેરકાયદેસર બાંધકામો અને જર્જરિત મકાનો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સવાલ એ ઊભો થાય છે કે વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની જ રાહ જોતું હોય છે? જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો દિલ્હીના આવા અસંખ્ય વિસ્તારોમાં લોકોના માથે મોતનું જોખમ સતત તોળાતું રહેશે.આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : હવામાન વિભાગે દેશમાં સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી, યુપી અને બિહારમાં વરસાદ ચાલુ
calendar_today September 7, 2026

Gujarat Latest News Live : હવામાન વિભાગે દેશમાં સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી, યુપી અને બિહારમાં વરસાદ ચાલુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યમાં AI ટેકનોલોજી દ્વારા અનાજ ખરીદી અને વિતરણની કાયાપલટ, આ 4 જિલ્લામાં અમલ શરૂ
calendar_today September 7, 2026

Gandhinagar News: રાજ્યમાં AI ટેકનોલોજી દ્વારા અનાજ ખરીદી અને વિતરણની કાયાપલટ, આ 4 જિલ્લામાં અમલ શરૂ

ગુજરાતમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ - M.S.P. યોજના હેઠળ ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી અને રાગીની ખરીદી સર્વેયિંગ-ગ્રેડીંગ એજન્સી ગ્રેડર મારફત કરવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ખરીદી પ્રક્રિયામાં વધુને વધુ પારદર્શકતા લાવવા માટે Upjao Agrotech Pvt. Ltd.- ગાંધીનગર દ્વારા ખરિફ માર્કેટિંગ સીઝનમ- KMS:2025-26 ડાંગરની ખરીદી અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહિસાગર, આણંદ, અમદાવાદ અને પંચમહાલ એમ 4 જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો ખાતે ડાંગર -PADDY Samples ચેક કરવા માટે 10 AI-Based Grain Analyzer મુકવામાં આવ્યા હતા તેમ,ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.ટેકનોલોજી અને વ્યવસ્થાઆ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં 2278, સંતરામપુરમાં 1246, આણંદના ખંભાતમાં 2663, બોરસદમાં 884, અમદાવાદના ધોળકામાં 1000, બાવળામાં 909, વિરમગામમાં 1078 તેમજ સાણંદમાં 1288 અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં 986,શહેરામાં 1002 મળીને એકંદરે કુલ 13,334 નોંધણી થઈ છે.આ સમગ્ર AI આધારિત ટેકનોલોજી અને 100 ટકા ક્રોસ વેરિફિકેશન વાળી કડક સિસ્ટમથી સંલગ્ન યોજનાના લાભાર્થીઓ સુધી ભેળસેળરહિત, સ્વચ્છ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું અનાજ પહોંચે છે. ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાય છે અને જાહેર વિતરણ વ્યવસ્થા પર પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તેમ, નિગમ દ્વારા વધુમાં જણાવાયું છે.વૈજ્ઞાનિક સાધનો વડે સેમ્પલિંગ-ગ્રેડિંગ કરે છેઆ પ્રક્રિયા હેઠળ 10 ખરીદ કેન્દ્ર પર AI Grain Analyzer દ્વારા કુલ 6,191 સેમ્પલ્સનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.જેમાં 3,379 (54.6%) Grade-A (GA), 2,812 (45.4%) Common (CM) મળ્યા અને 341 રિજેક્ટ થયા. જ્યારે ધોળકા ખાતે સૌથી વધુ 24% અને વિરમગામ ખાતે 0 % રિજેક્શન નોંધાયું હતું. આ AI મશીન દ્વારા Foreign Matter, Damaged/Discoloured Grains, Immature/Shrunken Grains, Admixture અને Moisture નું ચોક્કસ ચેકિંગ થાય છે, જેના માટે સતત વીજળી અને સેન્ટર દીઠ એક વ્યક્તિની જરૂર રહે છે. જ્યારે સામે પક્ષે નિગમની હાલની થર્ડ પાર્ટી પદ્ધતિમાં બે વ્યક્તિઓ વીજળી વગર પણ જરૂરી વૈજ્ઞાનિક સાધનો વડે સેમ્પલિંગ-ગ્રેડિંગ કરે છે.ગુણવત્તા અને FSSAI કરતાં કડક ધારાધોરણોગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વિવિધ જણસીઓ જેવી કે ઘઉં, ચોખા, ડાંગર, બાજરા, જુવાર, રાગી, તુવેરદાળ, ચણા, સિંગતેલ, ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને વ્હાઈટ સુગર (M-30) નું ખરીદ-વિતરણ થાય છે. ઘઉં-ચોખા FCI ના ધારાધોરણ મુજબ અને M.S.P. અનાજની કેન્દ્ર સરકારના Uniform Specification પ્રમાણે ખરીદી થાય છે.નિગમના પોતાના ધારાધોરણો રાખવામાં આવ્યાતુવેરદાળ, ચણા, ખાદ્યતેલ, સુગર (IS Standards) અને ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટમાં FSSAI ના ધારાધોરણો કરતાં પણ વધુ કડક નિગમના પોતાના ધારાધોરણો રાખવામાં આવ્યા છે, જેથી ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય. તુવેરદાળ અને ચણાના સપ્લાય દરમિયાન ટ્રકને Single Used Wire Seal થી સીલ કરી ગોડાઉન મોકલાય છે અને ગોડાઉન મેનેજર દ્વારા સેમ્પલ લઈ વડી કચેરીની ક્વોલિટી કંટ્રોલ -QC શાખા મારફતે FRL ખાતે 100% ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. પૃથ્થકરણ માટે IS:4333 (P-I & P-II) 2018 અને IS:2813:2015 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward